બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Bhopal Lokayukta Raid Engineer with 30 thousand salary had A TV worth 30 lakhs, 50 foreign dogs, 10 luxury cars including Thar

ભ્રષ્ટાચારનો ખજાનો! / 40 રૂમનો બંગલો, THAR જેવી 10 ગાડીઓ, 50 તો પાલતૂ કૂતરા..સરકારી નોકરીમાં 30 હજાર સેલેરી ધરાવતા મેડમના ઠાઠમાઠ તો જુઓ

Megha

Last Updated: 12:41 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોન્ટ્રાક્ટ પર કામ કરતી આસિસ્ટન્ટ એન્જિનિયર હેમા મીનાનો માસિક પગાર 30,000 રૂપિયા છે પણ તેને 13 વર્ષની સેવામાં તેમની આવક કરતાં 232% વધુ સંપત્તિ મળી આવી.

  • મધ્યપ્રદેશમાં લોકાયુક્ત પોલીસે આસિસ્ટન્ટ એન્જિનિયર ઈન્ચાર્જના ઘરએ દરોડા પાડ્યા 
  • કોન્ટ્રાક્ટ પર કામ કરતી આસિસ્ટન્ટ એન્જિનિયર હેમા મીનાનો માસિક પગાર 30,000 રૂપિયા
  • દરોડામાં 2.50 નું રોટલી બનાવવાનું મશીન અને 30 લાખનું માત્ર એક ટીવી મળી આવ્યું 

મધ્યપ્રદેશમાં ગુરુવારે લોકાયુક્ત પોલીસ દ્વારા મારવામાં આવેલ દરોડાથી દરેક ચોંકી ગયા હતા. જણાવી દઈએ કે આ કાર્યવાહીમાં, બિલખીરિયા સ્થિત મધ્ય પ્રદેશ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર ઈન્ચાર્જ  હેમા મીનાના ઘરેથી અઢળક સંપત્તિ મળી આવી છે. અંહિયા એક વાત નોંધનીય છે કે 30 હજાર રૂપિયાનો પગાર મેળવનારી હેમા પાસે મળી આવેલ અઢળક સંપત્તિનો અંદાજ એક વાત પરથી લગાવી શકાય છે કે દરોડામાં મળી આવેલ એક ટીવી સેટની કિંમત 30 લાખ રૂપિયા છે.      

હવે અંહિયા લોકાયુક્ત પોલીસના જણાવ્યા અનુસાર, કોન્ટ્રાક્ટ પર કામ કરતી આસિસ્ટન્ટ એન્જિનિયર હેમા મીનાનો માસિક પગાર 30,000 રૂપિયા છે પણ તેને 13 વર્ષની સેવામાં તેમની આવક કરતાં 232% વધુ સંપત્તિ મેળવી. એટલે કે પગારના હિસાબે હેમાની સંપત્તિ વધુમાં વધુ 18 લાખ રૂપિયા હોવી જોઈએ. 

હેમા મીના પાસે છે 40 રૂમનો બંગલો
આ મહિલા આસિસ્ટન્ટ એન્જિનિયરના પિતાના નામે 20,000 ચોરસ ફૂટ જમીનમાં બનેલા 40 રૂમના બંગલામાં રહે છે અને મળતા અહેલવા મુજબ આ બંગાલાની કિંમત 1 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. વાત અંહિયા નથી અટકતી આ સિવાય તેના ફાર્મ હાઉસમાંથી 50 થી વધુ વિદેશી જાતિના કૂતરા મળી આવ્યા છે, જેની કિંમત લાખોમાં છે. આ સાથે જ તેની પાસે વિવિધ જાતિની 60-70 જેટલી ગાયો પણ મળી આવી હતી. 

2.50 લાખની કિંમતનું રોટલી બનાવવાનું મશીન
20 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા પરિસરમાં હાજર ડઝનેક કર્મચારીઓ સાથે વાત કરવા માટે વોકી-ટોકીનો ઉપયોગ કરે છે, આટલું ક નહીં પણ તેના બંગલામાંથી રોટલી બનાવવાનું મશીન પણ મળી આવ્યું છે. 2.50 લાખની કિંમતના આ મશીનનો ઉપયોગ કૂતરાઓ માટે રોટલી બનાવવા માટે થાય છે. 

 30 લાખની કિંમતનું માત્ર એક ટીવી
 30,000 રૂપિયાનો માસિક પગાર મેળવતા કોન્ટ્રાક્ટ એન્જિનિયરના રૂમમાંથી રૂ. 30 લાખની કિંમતનો ટીવી સેટ મળી આવ્યો હતો. હાલમાં ટીવી સેટનો ઉપયોગ શરૂ થયો ન હતો. આ સાથે એન્જિનિયરના બંગલામાંથી 2 ટ્રક, 1 ટેન્કર અને મહિન્દ્રા થાર સહિત 10 મોંઘી ગાડીઓ પણ મળી આવી હતી. 

આ રીતે પાડ્યા દરોડા 
સિવિલ ડ્રેસમાં પહોંચેલી ટીમના સભ્યોએ પોતાને પશુપાલન વિભાગના અધિકારી ગણાવ્યા હતા. આ સાથે બંગલામાં લગાવેલી સોલાર પેનલ ચેક કરવાના બહાને અંદર ઘુસ્યા હતા. આ પછી અંદર હાજર હેમા મીનાને રૂમમાં બેસાડીને તેનો મોબાઈલ ફોન જપ્ત કરીને કાર્યવાહી શરૂ કરી હતી.  હાલ વધુ તપાસ ચાલી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ