બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Bhavnath Temple Celebrate Maha Shivratri 2020 Fair junagadh Gujarat
ADVERTISEMENT
જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનો આજે ત્રીજો દિવસ છે. એટલે કે શિવરાત્રીને હવે માત્ર બે જ દિવસની વાર છે. ત્યારે લાખોની સંખ્યામાં જૂનાગઢમાં ભાવિકો ઉમટી પડ્યા છે. મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. સાધુ સંતોનો જમાવડો ભેગો થયો છે. અખાડાઓ પોતાના કરતબોમાં મસ્ત છે. તો નાગા સાધુઓ તેની ધુણી ધખાવીને ધ્યાનમાં મગ્ન બેઠા છે.
અહીં ભક્તિ ભાવ છે, માન સમ્માન છે, નાનેરાથી માંડી મોટેરા સૌકોઈમાં ખુશીનો માહોલ છે. ઠેરઠેર અન્નના ક્ષેત્રો ચાલી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે, દુનિયાનું સાચું સુખ અને ખુશી તો અહીં જ છે. જોકે આપણે શિવરાત્રી અને જૂનાગઢની જ વાત કરી રહ્યા છે. ત્યારે મૃગીકુંડ કેવી રીતે ભૂલી શકાય. કહેવાય છે કે, આ એજ મૃગીકુંડ છે. જેમાં ખુદ ભગવાન ભોળાનાથ સાધુના વેશમાં ડુબકી લગાવવા માટે આવે છે. શાહી સ્નાનમાં જેટલા પણ સાધુ કુંડમાં ડુબકી લગાવે છે તેમાંથી એક સાધુ ફરી બહાર આવતા જ નથી. જોકે આ લોક માન્યતા છે. જેમાં લોકોની આસ્થા જોડાયેલી છે.
ADVERTISEMENT
આસ્થા પણ કેમ ન હોય કારણ કે, આખુ વર્ષ જૂનાગઢમાં એકપણ નાગા સાધુ જોવા મળતા નથી. પરંતુ જ્યારે શિવરાત્રી આવે કે, એકાએક નાગા સાધુઓ લાખોની સંખ્યામાં જૂનાગઢમાં ઉમટી પડે છે. તે ક્યાંથી આવે છે. તે ક્યાં જાય છે. તેની કોઈને જાણ પણ નથી હોતી કે કોઈ જાણી પણ શક્તું નથી. આ મેળામાં મહિલાઓ અને દિકરીઓ પણ હોય છે. સૌકોઈ ભોળાનાથના દર્શન કરે છે. પરંતુ ઈતિહાસ કહે છે. આજ સુધી ભવનાથની તળેટમાં ક્યારેય કોઈ ઘટના નથી ઘટી. કારણ કે, અહીં ભગવાન ભોળાનાથ સૌકોઈની રક્ષા કરે છે. અહીં આવતા સૌ ભક્તોને ભગવાન ભોળાનાથમાં શ્રદ્ધા છે. શિવરાત્રીને હજૂ બે દિવસની વાર છે. ત્યારે અખાડાઓ દ્વારા શાહી સ્નાન અને રવાડીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભગવાનની જાન જોડવાની તૈયારી થઈ રહી છે. જેમાં તમે પણ જાનૈયા બની જોડાઈ શકો છે. કારણ કે, ભગવાનની જાનમાં જોડાવા માટે આમંત્રણ જરૂર હોતી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.