બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Beto bachao mission shakti hollow slogans for up government priyanka gandhi

નિવેદન / મહિલા સુરક્ષાને લઇને યોગી સરકાર પર પ્રિયંકા ગાંધીએ તાક્યું નિશાન, ગોરખપુર ઘટનાને લઇને કહી આ વાત

Divyesh

Last Updated: 01:01 PM, 13 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશમાં અપરાધની કેટલીક ઘટનાઓને લઇને બુધવારના રોજ રાજ્યની ભાજપની સરકાર પર નિશાન તાક્યું છે અને આરોપ લગાવ્યું છે કે આ સરકાર માટે 'બેટી બચાવો' અને 'મિશન શક્તિ' માત્ર ખાલી સૂત્રો છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મહિલા વિરોધ અપરાધોને રોકવા માટે રાજ્ય સરકારને મહિલાઓ પ્રતિ પોતાનો વ્યવહાર બદલવો પડશે અને સંવેદનશીલતા દેખાડવી પડશે. 

કોંગ્રેસની ઉત્તર પ્રદેશના પ્રભારીએ કેટલાંક સમાચારને ધ્યાનમાં રાખતા ફેસબુકમાં પોસ્ટ કરી લખ્યું, મુખ્યમંત્રી જીના ગૃહક્ષેત્રથી આવેલા સમાચાર વાંચી અંદાજો લગાવ્યો છે કે જે સિસ્ટમમાં હાલમાં થોડા દિવસ પહેલા મહિલાઓની સુરક્ષાને લઇને ચલાવામાં આવેલ 'મિશન શક્તિ' ના નામ પર ખોટા પ્રચારમાં કરોડો રુપિયા ખર્ચી નાંખ્યા, જમીની સ્તર પર મહિલાઓની સુરક્ષાને લઇને કેવી રીતનું વલણ અપનાવ્યું છે.
 


પ્રિયંકાએ દાવો કર્યો, ઉત્તર પ્રદેશમાં મહિલાઓની સામે રોજ અપરાધના 165 કેસ સામે આવે છે. ગત દિવસોમાં આવા ઘણા બધા કેસ સામે આવ્યા છે જેમાં વહીવટી તંત્ર પીડિત પક્ષની વાત સાંભળી રહી નથી અથવા ફરિયાદી મહિલા સાથે દૂર્વ્યવહાર કર્યો. 

પ્રિયંકા ગાંધી મુજબ મહિલા સુરક્ષાને લઇને હાથરસ, ઉન્નાવ તેમજ બદાયુ જેવી ઘટનાઓમાં ઉત્તર પ્રદેશની સરકારના વ્યવહારને દેશ આખાએ જોયો. મહિલા સુરક્ષાની બુનિયાદી સમજ છે કે મહિલાની અવાજ સર્વપ્રથમ છે. જો કે રાજ્ય સરકારે વારંવાર તેનાથી ઉલટ કામ કર્યું છે. 

પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે આ સ્પષ્ટ છે કે સરકાર માટે 'બેટી બચાવો' અને 'મિશન શક્તિ' માત્ર સૂત્રો છે. 

 


પ્રિયંકાએ મિશન શક્તિ પર નિશાન તાક્યું

પ્રિયંકા ગાંધીએ પોતાના ફેસબુક પોસ્ટમાં કહ્યું, યુપીના મુખ્યમંત્રીએ પોતાના ગૃહક્ષેત્રમાંથી આવેલ ખબર વાંચીને તમને અંદાજો લાગશે કે જે સિસ્ટમે હાલ થોડા દિવસ પહેલા જ મહિલાઓની સુરક્ષાને લઇને ચલાવેલ 'મિશન શક્તિ'ના નામ પર ખોટા પ્રચારમાં કરોડો રુપિયા વાપર્યા, તે સિસ્ટમ જમીની સ્તર પર મહિલાઓની સુરક્ષાને લઇને આટલી ઉપેક્ષિત વલણ અપનાવી રહી છે. 

ખોટી પ્રશંસા માટે કરોડો રુપિયાની જાહેરાત કરી

પ્રિયંકા ગાંધીએ લખ્યુ કે તમે વિચારી શકો છો કે સરકાર મહિલા સુરક્ષાના નામ પર પોતાની પીઠ થપથપાવવા માટે કરોડો રુપિયાની જાહેરાત આપે છે તે સરકારની પોલીસ ચોકીઓમાં જ્યારે મહિલા ફરિયાદ લઇને પહોંચે છે તો ચોકીમાં તેના પર ભદ્દી ટિપ્પણીઓ કરવામાં આવે છે અને તેમની પ્રતિ સંવેદના કરવાના બદલે તેનો અનાદર કરવામાં આવે છે. મહિલા સુરક્ષાને લઇને હાથરસ, ઉન્નાવ તેમજ બદાયું જેવી ઘટનાઓમાં યુપી સરકારનો વ્યવહારને દેશ આખાએ જોયો. 

સંકળાયેલા મુદ્દાઓ

Priyanka Gandhi congress uttar pradesh ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રિયંકા ગાંધી Priyanka Gandhi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ