બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / best home remedies for sunburn on face in summer

બ્યૂટી ટિપ્સ / ઉનાળાના સખત તડકામાં તમારી સ્કિન નહીં થાય ખરાબ અને ટેનિંગ પણ ગાયબ થઈ જશે, આ સરળ ટિપ્સ જાણી લો

Noor

Last Updated: 04:17 PM, 20 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળાના સખત તડકા અને સૂર્યનાં કિરણોની સ્કિન પર ખરાબ અસર થાય છે. જેથી સ્કિનના પ્રોટેક્શન અને સેફ્ટી માટે આ ટિપ્સ અજમાવી લો.

  • ઉનાળામાં સ્કિન માટે બેસ્ટ છે આ ટિપ્સ
  • ઉનાળામાં સખત તાપ, ગરમી સ્કિનને ખરાબ કરી દે છે
  • આ સિઝનમાં સ્કિન સંબંધી ઘણી સમસ્યાઓ થાય છે

ઉનાળામાં સખત તાપ, ગરમી અને તડકાને કારણે બધાં જ પરેશાન રહે છે. આ સિઝનમાં સ્કિન સંબંધી ઘણી સમસ્યાઓ થાય છે. જેમાંથી એક છે ટેનિંગ. સ્કિન ટેનિંગ થવાની ત્વચા પર કાળા ડાઘ પડવા લાગે છે અને જે ભાગ ખુલ્લો રહેતો હોય તે કાળો પડવા લાગે છે. જેથી આજે અમે તમને કેટલાક સરળ ઘરેલૂ નુસખા જણાવીશું, જે સ્કિન ટેનિંગ દૂર કરવામાં કામ લાગશે.

સ્કિનની કાળજી રાખવાની કેટલીક ટિપ્સ

  • પ્રોપર કવર કે પ્રોટેકશન વગર તડકામાં બહાર નીકળવાનું ટાળો. ટ્રીટમેન્ટ કરાવ્યાં પછીની યોગ્ય હોમ કેર કરવી. ટ્રીટમેન્ટ કરાવતાં પહેલાં દરેક જાણકારી મેળવી લેવી. 
  • કોઇપણ ટ્રીટમેન્ટ કરાવતા પહેલાં એલર્જી ટેસ્ટ કરાવવો જરૂરી છે. 
  • સનપ્રોટેકટેડ પ્રોડ્કટ્સનો વપરાશ કરવો. 
  • માત્ર બ્રાન્ડેડ સનપ્રોટેકશન (સનબ્લોક-સનસ્ક્રીન) વાપરવાં. 
  • હેન્ડ ગ્લોવ્સ પહેરવાનું ન ગમતું હોય તો ગ્લાયકોનિક પિલથી સ્કિનની કાળાશ દૂર કરી શકાય. 
  • ઉનાળામાં હંમેશા સ્કિન સાથે આખોની નજીકની સ્કિન પર ધ્યાન આપો, જેથી સનગ્લાસિસ પણ પહેરો.
  • ચહેરાને તાપમાંથી આવ્યા બાદ તરત ધોવાનું ન રાખો. તાપમાંથી આવ્યા બાદ તરત જ ચહેરો ધોવાથી સ્કિનમાં વધુ સનર્બન થશે. નોર્મલ ટેમ્પરેચરમાં આવ્યા બાદ જ ચહેરો ધોવો.
  • ગ્લોઇંગ સ્કિન માટે સરખા પ્રમાણમાં કાચું દૂધ, બેસન અને ઘી મિક્સ કરીને ચહેરા પર લગાવો. સુકાય ગયા પછી નવશેકા પાણીથી ધોઈ લો. જો તમને ડાર્ક સર્કલની પ્રોબ્લેમ હોય તો દરરોજ રાતે સૂતા પહેલા તેને અંડરઆઇ એરિયામાં લગાવી 2 મિનિટ સુધી મસાજ કરો અને સવારે ધોઈ લો.
  • ટેનિંગ અથવા ડાઘની પરેશાની દૂર કરવી હોય તો દહીં તમારી મદદ કરી શકે છે. સ્કિન માટે 1 મોટો ચમચો દહીં લો અને તેમાં 2 મોટા ચમચા ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવો. સુકાય ગયા પછી ધોઈ લો. તેનાથી તમારી સ્કિન મોઇશ્ચરાઇઝ થશે અને ટેનિંગની સાથે પિંપલ્સ અને ડાર્ક સર્કલ્સ જેવી પરેશાનીથી પણ છુટકારો મળશે.
  • કેળામાં રહેલા ન્યૂટ્રિઅન્ટ્સ અને પ્રોટીન વાળ અને સ્કિન માટે ખૂબ ફાયદાકારક હોય છે. જે પિંપલ્સની પરેશાનીમાં આરામ અપાવે છે. તેના માટે અડધું પાકેલું કેળું મસળી લો અને તેમાં મધ મિક્સ કરીને એક થીક પેસ્ટ તૈયાર કરો. તેમાં પ્રોબ્લેમ એરિયા પર લગાવી સુકાય ગયા પછી ધોઈ લો. આ પેસ્ટથી તમારા ડાઘ અને ડ્રાય સ્કિનની પરેશાનીથી પણ છુટકારો અપાવશે. 
     

સંકળાયેલા મુદ્દાઓ

Home Remedies Summer Sunburn tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ