બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / વિશ્વ / ટેક અને ઓટો / Bengaluru man who traveled to China, will be proud to know what the machine installed at the airport did after seeing his passport

વર્લ્ડ / ચીન ફરવા ગયો બેંગલુરૂનો શખ્સ, બાદમાં પાસપોર્ટ જોતા જ એરપોર્ટ પર લગાવેલા મશીને જે કર્યું તે જાણીને ગર્વ થશે

Vishal Khamar

Last Updated: 03:42 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ્યક્તિએ બે તસવીરો શેર કરી છે. પ્રથમ તસ્વીરમાં વિદેશી ફિંગરપ્રિન્ટ સેલ્ફ કલેક્શન એરિયામાં મશીનો રાખવામાં આવે છે. જ્યારે બીજી તસવીરમાં હિન્દી તેમજ મેન્ડરિન ભાષામાં સૂચનાઓ લખેલી જોવા મળે છે.

  • ચીન ગયેલા એન્જિનિયરે તેના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી
  • અહીંના મશીનોએ ભારતીય પાસપોર્ટની જાણ થતાં જ હિન્દી બોલવાનું શરૂ કર્યું
  • પોસ્ટ થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ

ચીન ગયેલા એક એન્જિનિયરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે જણાવે છે કે કેવી રીતે અહીંના મશીનોએ ભારતીય પાસપોર્ટની જાણ થતાં જ હિન્દી બોલવાનું શરૂ કર્યું. આ વ્યક્તિનું નામ શાંતનુ ગોયલ છે. તેની પોસ્ટ થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. આમાં બે તસવીરો શેર કરવામાં આવી છે.

પ્રથમ તસ્વીરમાં વિદેશી ફિંગરપ્રિન્ટ સેલ્ફ કલેક્શન એરિયામાં મશીનો રાખવામાં આવે છે. જ્યારે બીજી તસવીરમાં હિન્દી તેમજ મેન્ડરિન ભાષામાં સૂચનાઓ લખેલી જોવા મળે છે. તેના કેપ્શનમાં લખ્યું છે, 'હું ચીન આવ્યો છું. મારો ભારતીય પાસપોર્ટ શોધી કાઢ્યા બાદ આ મશીનો હિન્દીમાં બોલી રહ્યાં છે. તસવીરો શેર કર્યા બાદ X પર આ પોસ્ટ વાયરલ થઈ ગઈ.

વાયરલ પોસ્ટ પર ટિપ્પણી કરતા, એક યુઝરે પૂછ્યું, 'ફક્ત હિન્દી છે કે અન્ય ભાષાઓ છે.' આના જવાબમાં ગોયલે ખુલાસો કર્યો, 'આમાં દેશોની ભાષાઓ (જેમ કે સ્પેનિશ, જર્મન, ફ્રેન્ચ વગેરે)નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ભારત માટે, હિન્દી ડિફોલ્ટ છે. તે સ્પષ્ટ નથી કે અન્ય ભાષાઓ પણ વિકલ્પમાં હતી કે નહીં, ઇન્ટરફેસમાં કોઈ વિકલ્પ દેખાતો ન હતો. અન્ય એક યુઝરે પોસ્ટ કર્યું, 'આ રીતે તમે પ્રવાસીઓ અને બિઝનેસ વિઝિટર્સને આવકારની અનુભૂતિ કરાવો છો. ચીનની સફળતાનું આ એક રહસ્ય છે. જ્યારે ત્રીજા યુઝરે લખ્યું કે ચીન છેલ્લા 4 વર્ષથી આવું કરી રહ્યું છે.

ચોથો વપરાશકર્તા કહે છે કે, 'આવુ 2019માં શાંઘાઈ એરપોર્ટ પર પણ થયું હતું, સ્વતંત્ર કિઓસ્ક પર નહીં પરંતુ ઈમિગ્રેશન પોઈન્ટ પર ફિંગરપ્રિન્ટ્સ કલેક્ટ કરતા ઉપકરણ પર.'

પાંચમા યુઝરે કહ્યું, 'આ મશીનો ચીનમાં દરેક જગ્યાએ હાજર છે, જો તમે રસ્તા પર ચીનમાં પ્રવેશ કરો તો પણ ત્યાં પણ મશીનો હાજર છે, સૌથી મોટું ઉદાહરણ એ છે કે નેપાળથી ચીન તરફ જતા રસ્તા પર પણ મશીનો હાજર છે.'

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ