બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Benefits of Asafoetida: It will relieve problems like blood pressure and cough

હેલ્થ ટિપ્સ / બ્લડ પ્રેશર, ઉધરસ... જેવી સમસ્યાઓથી રાહત આપશે કિચનમાં પડેલી આ ચીજ, જાણો ખાલી પેટ કઇ રીતે કરશો સેવન

Pooja Khunti

Last Updated: 03:02 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Benefits of Asafoetida: હિંગ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. હિંગનાં સેવનથી તમે બીમાર થતાં બચી શકો છો. જાણો ભૂખ્યા પેટ હિંગનું સેવન કરવાથી થતાં ફાયદાઓ વિશે.

  • સવારે ભૂખ્યા પેટ હિંગનું સેવન કરવાથી થતાં ફાયદાઓ
  • બ્લડ પ્રેશરની સમસ્યાથી આરામ મળે 
  • હિંગની અંદર એન્ટિઇન્ફ્લેમેન્ટ્રી અને એન્ટિવાયરસ ગુણ હોય છે

દરેક રસોડામાં રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે હિંગનો ઉપયોગ કરવામાં આવે છે. રસોઈથી લઈને અથાણાં સુધી હિંગનાં ઉપયોગથી વસ્તુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બને છે. હિંગ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. હિંગનાં સેવનથી તમે બીમાર થતાં બચી શકો છો. ભૂખ્યા પેટે હિંગનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. 

સવારે ભૂખ્યા પેટ હિંગનું સેવન કરવાથી થતાં ફાયદાઓ 
પેટની સમસ્યાઓ દૂર થશે. ભૂખ્યા પેટે માત્ર એક ચપટી હિંગનું સેવન કરવાથી પેટની ઘણી સમસ્યાઓથી રાહત મળે છે. તમારું પાચન તંત્ર મજબૂત બને છે. અપચ અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે. ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા પણ ઓછી થઈ જાય છે. 

આ સમસ્યાઓથી પણ મળે રાહત 

બ્લડ પ્રેશરમાં આરામ 
જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો એવામાં હિંગના સેવનથી તમને ઘણા ફાયદાઓ થશે. 

માથાંનો દુ:ખાવો થશે દૂર 
હિંગ એન્ટિઇન્ફ્લેમેન્ટ્રી ગુણોથી ભરપૂર હોય છે. તેના સેવનથી માથાંનાં દુ:ખાવામાં પણ રાહત મળે છે.  તમને માઈગ્રેનની સમસ્યા હોય તો તમારે દરરોજ સવારે ભૂખ્યા પેટે હિંગનું સેવન કરવું જોઈએ. 

ઉધરસ થશે દૂર 
હિંગની અંદર એન્ટિઇન્ફ્લેમેન્ટ્રી અને એન્ટિવાયરસ ગુણ હોય છે. જે તમને ઉધરસ, અસ્થમા અને શ્વાસન નળીમાં સોજા જેવી સમસ્યાઓથી રાહત આપશે. 

વજન ઘટે 
જો તમારો વજન સતત વધી રહ્યો હોય તો તમારે હિંગનાં પાણીનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારું વજન ઓછું થશે. 

ભૂખ્યા પેટે હિંગનું સેવન કેવી રીતે કરવું 
તમારે ભૂખ્યા પેટે હળવાં ગરમ પાણીમાં ચપટી હિંગ ઉમેરી ત્યારબાદ તેનું સેવન કરવું જોઈએ. હિંગનું પાણી બનાવવા માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણીને ગરમ કરી લો. ત્યારબાદ હિંગને તે પાણીમાં ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો. હવે તેનું સેવન કરી શકાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ