ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / વિશ્વ / Before the T20 World Cup the player banned from playing cricket for 4 years
ADVERTISEMENT
ADVERTISEMENT
Anti-Doping Rule Violation : T 20 વર્લ્ડ કપ 2022 પહેલા એક ધાકડ બેટ્સમેનની ચિંતામાં વધારો થઈ ચૂક્યો છે. T 20 વર્લ્ડ કપમાં રેકોર્ડ બ્રેક કરી ઈનિંગ રમનાર આ ખેલાડી ડોપિંગ કેસમાં ફસાયા છે. આ ખેલાડીને ડોપિંગ વિરોધી નિયમનુ ઉલ્લંઘન કરવાને લીધે 4 વર્ષ માટે ક્રિકેટમાંથી પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે. આ ખેલાડી પર ચાલુ વર્ષે એપ્રિલમાં ડોપિંગ વિરોધી કાયદાનું ઉલ્લંઘન કર્યાનો આરોપ લાગ્યો હતો.
આ ધુરંધર ખેલાડી પર લાગ્યો પ્રતિબંધ
ADVERTISEMENT
જમૈકાના એન્ટિ ડોપિંગ કમિશને (JADCO) એ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી જોન કેમ્પબેલ પર ડોપિંગ વિરોધી નિયમોનું પાલન ન કરવા પર 4 વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગયા 8 ઓક્ટોબરે 18 પાનાંના નિર્ણય સાથે ત્રણ સદસ્યોની ટીમે જોન કેમ્પબેલ પર એપ્રિલમાં કિંગ્સટનમાં પોતાના ઘરે લોહીના નમૂના આપવાનો ઇનકાર કરવાનો આરોપ લગાવ્યો છે. જોન કેમ્પબેલ પર JADCO નિયમ 2.3ના ઉલ્લંઘનને કારણે 4 વર્ષ માટે પ્રતિબંધ લગાવાયો છે.
JADCO એ પોતાના નિર્ણયમાં જણાવી આ વાત
ADVERTISEMENT
JADCO પોતાનો નિર્ણય જણાવતા કહ્યું કે 'પુરાવાઓના આધારે, પેનલને જાણવા મળ્યું ન હતું કે ખેલાડીનું એન્ટી-ડોપિંગ ઉલ્લંઘન ઇરાદાપૂર્વક થયું ન હતું, આ કેસના સંજોગોમાં ખેલાડીને 4 વર્ષ માટે ક્રિકેટમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.' જોન કેમ્પબેલે વેસ્ટ ઈન્ડિઝ માટે 20 ટેસ્ટ, 6 વન્ડે અને 2 ટી 20 મેચ રમી છે. જોન કેમ્પબેલે ટેસ્ટમાં 888 રન, વન્ડેમાં 248 અને ટી 20માં 11 રન બનાવ્યા છે.
2019માં ક્રિકેટરે બનાવ્યો હતો વર્લ્ડ રેકોર્ડ
ADVERTISEMENT
જોન કેમ્પબેલે વર્ષ 2019માં ડબલિનમાં આયરલેન્ડની વિરૂદ્ધ 179 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. જોન કેમ્પબેલે આ ઈનિંગમાં 15 ચોગ્ગા અને 6 છક્કા લગાવ્યા હતા. આ મેચમાં તેમણે શાઈ હોપની સાથે 365 રનની રેકોર્ડ ભાગીદારી નોંધાવી હતી. વન્ડે ક્રિકેટના ઈતિહાસમાં આ સૌથી મોટી ભાગીદારી છે. તમને જણાવી દઈએ કે જોન કેમ્પબેલ જમણા હાથનો ઓપનર અને ઓફ બ્રેક બોલર છે.
Photo Source : facebook/John Campbell
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ