બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Before going to Pilgrimage Pavagarh, you must know the Darshan time, henceforth you will have to reach Ahmedabad Airport so many hours earlier.

2 મિનિટ 12 ખબર / યાત્રાધામ પાવાગઢ જતા પહેલા જરૂરથી જાણી લેજો દર્શનનો સમય, હવેથી અમદાવાદ એરપોર્ટ પર આટલાં કલાક પહેલાં પહોંચવું પડશે

Vishal Khamar

Last Updated: 11:52 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ દિવાળી વેકેશનને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં હોટલો અને ટેન્ટ સિટી હાઉસફુલ જોવા મળી રહ્યા છે. તો ભગવાન રામની નગરી અયોધ્યામાં 51 ઘાટો પર 22.23 લાખ દીવડાંઓ પ્રગટાવાનો આ એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

From now on you have to reach Ahmedabad airport so many hours before

અમદાવાદ એરપોર્ટે આ એડવાઇઝરીમાં કહ્યું છે કે, તહેવારો અને વર્લ્ડકપ ફાઇનલ મેચને લઈ એરપોર્ટમાં મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી શકે છે. જેને લઈ મુસાફરો સિક્યુરિટી સહિતની ઔપચારિકતા સરળતાથી પૂર્ણ કરી શકે તે માટે ફ્લાઇટના સમયથી વહેલા આવવા અનુરોધ છે.

યાત્રાધામ પાવાગઢમાં દિવાળીના તહેવારો દરમિયાન એટલે કે આજથી 15 નવેમ્બર સુધી મંદિર દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિગતો મુજબ દિવાળીના તહેવાર નિમિત્તે સવારે 5 વાગ્યે મંદિર ખુલશે. મહત્વનું છે કે, આજથી 15 નવેમ્બર સુધી મંદિર સવારે 5 વાગ્યે ખુલશે. આ સાથે સાંજે 7:30 વાગ્યે મંદિરના દ્વાર ભક્તો માટે બંધ થશે. મહત્વનું છે કે, પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.

ભગવાન રામની નગરી અયોધ્યામાં આજે ભવ્ય દિપોત્સવ કાર્યક્રમ ઉજવાયો હતો જેમાં 51 ઘાટો પર 22.23 લાખ દીવડાંઓ પ્રગટાવાયા હતા. માત્ર રામની પૌડી પર જ 21 લાખ દીવા પ્રગટાવાયા હતા. એકીસાથે આટલી મોટી સંખ્યામાં દીવડાંઓ પ્રગટાવાનો આ એક નવો વર્લ્ડ રેકોર્ડ છે. 

Diwali gift to Gujarat jailers: The state government has given an allowance of Rs. 13.22 crore increase, see who benefits

રાજ્ય સરકાર દ્વારા દિવાળી પૂર્વે જેલ ખાતાનાં કર્મયોગીઓને અનુપમ ભેટ આપી હતી. રાજ્ય સરકાર દ્વારા રૂા. 13.22 કરોડનો વધારાનો ખર્ચ કરી જેલ વિભાગનાં વર્ગ-3 નાં કર્મચારીઓનાં ભથ્થામાં માતબર વધારોનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા વિવિધ વર્ગનાં કર્મચારીઓને દિવાળી ભેટ આપવામાં આવી રહી છે. થોડા સમય પહેલા જ રાજ્ય સરકારનાં વર્ગ-4 નાં કર્મચારીઓને બોનસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે બાદ એસટીમાં ફીક્સ પગારનાં કર્મચારીઓને 30 ટકા પગાર વધારો આપવાની જાહેરાત કરાઈ હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પહેલા વાંચી લેજો આ સમાચાર; તહેવારોને લઈ ટાઈમ ટેબલમાં  થયો ફેરફાર | Important decision of Statue of Unity in view of <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/diwali' title='Diwali'>Diwali</a> and  New Year

 હાલ દિવાળી વેકેશનને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. પ્રવાસીઓના ભારે ઘસારાને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોટલો અને ટેન્ટ સિટી હાઉસફુલ જોવા મળી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વેકેશનમાં પ્રવાસીઓ દોડી રહ્યા છે. જેને લઇને અહીં જોરદાર નજારો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ લોકોની ભીડને લઇને વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીને આખરી ઓપ અપાયો છે. હાલ 4 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.

Gujaratis from big cities to hometown: Terrible crowding at ST bus stations, extra buses laid by system

અમદાવાદ એસટી બસ ડેપો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. દિવાળી વેકેશનની શરૂઆત થતા લોકો વતન જઈ રહ્યા છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડ ઉપર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. લોકોમાં પોતાનાં વતન તરફ જવાનો ઉત્સાહ છે. સુરત એસટી બસ ડેપો પર લોકોની ભીડ જામી હતી. દાહોદ, ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુર જવા મુસાફરોની ભીડ જામી હતી. એસટી તંત્ર દ્વારા એક્સ્ટ્રા બસો મુકવામાં આવી છે. બસમાં જગ્યા માટે લોકો જીવ જોખમમાં મુકી રહ્યા છે. 

Stirling Cancer Hospital Vadodara suspended for 3 months

વડોદરાના ભાયલીમાં આવેલી સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલમાં વર્ષે-દહાડે અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. જોકે હવે આ હોસ્પિટલમાં મા કાર્ડ યોજના હેઠળ દર્દીને સુવિધા ન આપી રૂપિયા લઈ લીધા હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. આ તરફ આ સમગ્ર મામલે 3 દર્દીઓએ આરોગ્ય વિભાગને ફરિયાદ કરતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. વિગતો મુજબ આરોગ્ય વિભાગે હોસ્પિટલને 28.40 લાખનો દંડ ફટકાર્યો છે.

Two persons died in an accident in Ahmedabad Surat

અમદાવાદના કાંકરિયામાં ટ્રક ચાલકે બાળકને અડફેટે લેતા બાળકનું મૃત્યુ થયું છે. કાંકરિયા રેલવે યાર્ડ નજીક ટ્રકની અડફેટે અઢી વર્ષના બાળકનું મૃત્યુ થયાના સમાચાર છે. બાળકના મૃત્યુને લઈને પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ટ્રકચાલકને પકડીને માર મારતા ઈજાગ્રસ્ત થયો હતો. તો વડોદરામાં ઓવર સ્પિડિંગથી વધુ એક અકસ્માત સામે આવ્યો. લક્ષ્મીપુરા રોડ પર નારાયણ ગાર્ડન એવરેસ્ટ હબ પાસે કાર અકસ્માતની ઘટના બની છે. કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોવાની માહિતી મળી છે. બેકાબૂ કાર વીજપોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જો કે કારચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. રાજકોટના હડમતીયા ગામ નજીક બાઈક વચ્ચે ડુક્કર આવતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં રમેશ પંચાલ નામના વ્યક્તિનું મૃત્યુ થયાનું સામે આવ્યું છે.

 ગાંધીનગર શહેર અને તેની આસપાસ ના વિસ્તાર માં ઘટાદાર વૃક્ષો છેલ્લા ત્રણ વર્ષમાં કાપવામાં આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભા માં પણ વૃક્ષો કપાવવા મુદ્દે પુછાયેલા પ્રશ્ન માં સરકારે જવાબ આપતા કહ્યું હતું કે ૧૫ હજાર વૃક્ષો કપાયા છે. પાણી પૂરવઠા, ગટર, હાઈવે તથા મેટ્રો ના કામ માં વૃક્ષો કપાઈ રહ્યા છે. ગાંધીનગર ના ચરેડી માત્ર પણ આવા જ એક પ્રોજેક્ટ જેમાં બાયોટેક્નિકલ રીસર્ચ સેંટર ના નામે ૧૪ એકર માં રહેલા વૃક્ષો કાપવાન નિર્ણય કરવામાં આવ્યો છે જેનો પ્રકૃતિ પ્રેમીઓ વિરોધ કરી રહ્યા છે.

Polygamy Ban, Live-In Registration In Uttarakhand Civil Code Draft: Sources

ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડના ડ્રાફ્ટમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ, લિવ-ઇન-રિલેશનશિપની નોંધણીની જોગવાઈ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં રાજ્ય વિધાનસભાનું વિશેષ સત્ર યોજવાની યોજના બનાવી રહી છે, જેથી તેને રજૂ કરી શકાય. આ વર્ષની શરૂઆતમાં ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી દ્વારા રચાયેલી સમિતિ દ્વારા તેનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો. સમિતિએ નાગરિકોના વિવિધ વર્ગો સાથે પરામર્શ કર્યો હતો અને 2 લાખથી વધુ લોકો અને મુખ્ય હિતધારકો સાથે વાતચીત કરી હતી.

ENG defeat PAK by 93 runs, secure Champions Trophy qualification

પાકિસ્તાન સામે જીત સાથે ઈગ્લેન્ડની ટીમે પોઇન્ટ ટેબલમાં 7માં નંબર પર કબજો જમાવીને પોતાની સફરનો અંત આણ્યો હતો. આ સાથે તેણે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે પણ ક્વોલિફાય કરી લીધું છે. ઉલ્લેખનીય છે કે આ ટૂર્નામેન્ટની મેજબાની પાકિસ્તાન કરશે, જેમાં વર્લ્ડ કપ 2023 પોઈન્ટ ટેબલની ટોપ-7 ટીમોને સ્થાન મળશે. યજમાન હોવાને કારણે પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી માટે સીધો પ્રવેશ મળી ગયો છે. 

new zealand qualify for world cup 2023 semi final to face team india

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમનું આઈસીસી ઈવેન્ટ્સમાં હંમેશા પ્રદર્શન શાનદાર રહ્યું છે. કેટલીક ટૂર્નામેન્ટને બાદ કરતાં કિવી ટીમે સતત સારું પ્રદર્શન કર્યું છે. ન્યૂઝીલેન્ડ વનડે વર્લ્ડકપ 2023માં સેમીફાઇનલમાં જગ્યા બનાવનાર છેલ્લી ટીમ બની ગઇ છે. આ સાથે કિવી ટીમે ઇંગ્લેન્ડના વર્લ્ડ કપ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ન્યૂઝીલેન્ડની ટીમ સતત પાંચમી વખત વન-ડે વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઇ છે. વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડે ધમાકો કર્યો હતો પણ ત્યાર બાદ તેને સતત મેચ ગુમાવવી પડી હતી, જેના કારણે તેઓ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જવાનો ભય હતો. ન્યુઝીલેન્ડની ટીમે સતત પાંચ વખત વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પ્રવેશવાના ઈંગ્લેન્ડના રેકોર્ડની બરોબરી કરી લીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ