બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Be careful if the AC is located near the TV in the house! Otherwise, there may be a big loss, know the remedy

તમારા કામનું / ઘરમાં TVની નજીક લાગેલું છે AC તો સાવધાન! નહીં તો થઇ શકે છે મોટું નુકસાન, જાણો ઉપાય

Megha

Last Updated: 10:10 AM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AC ની નજીક કોઈ ઈલેક્ટ્રોનિક કે એપ્લાયન્સ કે જે ગરમી ઉત્પન્ન કરે છે તે ઇન્સ્ટોલ કરવું જોઈએ નહીં. આ એસીના પરફોર્મન્સને અસર કરે છે, જેના કારણે અકસ્માત પણ થઈ શકે છે.

  • ટીવીની નજીક એસી લગાવો તો તેનો ફાયદો થાય છે કે નુકસાન?
  • AC ની નજીક કોઈ ઈલેક્ટ્રોનિક કે એપ્લાયન્સ ઇન્સ્ટોલ ન કરવા જોઈએ 
  • કોઈ પણ ઉપકરણ જે ગરમી ઉત્પન્ન કરે તેને એસી પાસે ઇન્સ્ટોલ ન કરવી જોઈએ 

આજકાલ ગરમીને જોતા દરેકના ઘરમાં AC લગાવેલા  હોય છે અને મોટાભાગે એસી સામાન્ય ઘરોમાં લગાવવામાં આવે છે જ્યાં પરિવારના તમામ સભ્યો સાથે બેસી શકે. એટલે કે જ્યાં બધા એકસાથે બેસીને ટીવી જોઈ શકે ત્યાં એસી લગાવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટીવીની નજીક એસી લગાવો તો તેનો ફાયદો થાય છે કે નુકસાન? ઘણા લોકો એ નથી જાણતા કે ટીવીની નજીક એસી લગાવવાના ઘણા ગેરફાયદા છે, જેના કારણે મોટું નુકસાન થઈ શકે છે. 

બહુ ઓછા લોકો જાણતા હશે કે AC ની નજીક કોઈ ઈલેક્ટ્રોનિક કે એપ્લાયન્સ કે જે ગરમી ઉત્પન્ન કરે છે તે ઇન્સ્ટોલ કરવું જોઈએ નહીં. એલઇડી ટીવી, AC ની નજીક કોમ્પ્યુટર જેવા કોઈપણ હીટ પ્રોડ્યુસિંગ અને પાવર કન્વર્ટિંગ ડિવાઇસ ઇન્સ્ટોલ કરવું જોઈએ નહીં. 

એવામાં હવે જે લોકો ટીવીની પાસપાસ એસી લગાવે છે એમને જાણવાનું રહ્યું કે ટીવીમાંથી ગરમી ઉત્પન્ન થાય છે અને જો કોઈ ઈલેક્ટ્રોનિક વસ્તુ અથવા ઉપકરણ જે ગરમી ઉત્પન્ન કરે છે તો AC ની નજીક ટાળવું જોઈએ. કોઈપણ ઉપકરણ ગરમી ઉત્પન્ન કરે છે, તેને AC ની નજીક ન રાખો. આ એસીના પરફોર્મન્સને અસર કરે છે, જેના કારણે અકસ્માત પણ થઈ શકે છે.

ટીવી કે અન્ય કોઈ વસ્તુ AC ની નજીક ન રાખો. AC યોગ્ય રીતે કામ કરે તે માટે એ જરૂરી છે કે તમે જ્યાં AC ફીટ કરી રહ્યા છો ત્યાં આ બાબતોનું ધ્યાન રાખો. ટીવી AC ની નજીક વધુ ગરમી પેદા કરી શકે છે. આ એસીના અંદરના અને બહારના બંને ભાગોને અસર કરે છે. આ માટે એસી અને અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓને એસીથી દૂર ફિટ કરો. જેથી તમારે નુકસાનનો સામનો ન કરવો પડે.

વરસાદની ઋતુમાં AC ને વધુ જાળવણીની જરૂર પડે છે. આ માટે સમયાંતરે AC સાફ કરવું જરૂરી છે. જેમાં 2 અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત એસી ફિલ્ટરને સાફ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનાથી તમારું AC લાંબા સમય સુધી ચાલશે અને તેમાં કુલિંગ જળવાઈ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ