બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / bcci planning for ipl style new league in india possibly in t10 format

સ્પોર્ટ્સ / IPL જેવી જ વધુ એક લીગ શરૂ કરવાની તૈયારીમાં BCCI, કંઇક આવું હશે ફોર્મેટ, જાણો ક્યારથી રમાવાની શક્યતા

Manisha Jogi

Last Updated: 07:49 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વના અનેક દેશોમાં 10-10 ઓવરની ક્રિકેટ મેચને શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. BCCI ક્રિકેટના આ સૌથી નાના અને નવા ફોર્મેટની લીગ શરૂ કરવાનું વિચારી રહી છે. આ ફોર્મેટ માટેની બ્લૂ પ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે.

  • 10-10 ઓવરની મેચને શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે
  • નવા ફોર્મેટની લીગ શરૂ થઈ શકે છે !
  • સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024માં રમાઈ શકે છે આ લીગ !

વિશ્વના અનેક દેશોમાં 10-10 ઓવરની ક્રિકેટ મેચને શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. આ કારણોસર ભારતમાં પણ આ ફોર્મેટની મેચ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. BCCI ક્રિકેટના આ સૌથી નાના અને નવા ફોર્મેટની લીગ શરૂ કરવાનું વિચારી રહી છે. આ ફોર્મેટ માટેની બ્લૂ પ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે. આ લીગ સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024માં રમાઈ શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર શેરધારકોને BCCIની T10 ફોર્મેટમાં લીગ શરૂ કરવાની યોજના ખૂબ જ પસંદ આવી છે. આ લીગ 20-20 ઓવરના ફોર્મેટમાં પણ રમાઈ શકે છે, જે અંગે વિચારણાં કરવામાં આવી રહી છે. આ લીગમાં શામેલ થનાર ખેલાડીઓની વય મર્યાદા નક્કી કરવા બાબકતે ચર્ચા કરવામાં આવી રહી છે. IPL અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર કોઈ અસર ન પડે, તે માટે વયમર્યાદા નક્કી કરવામાં આવી રહી છે.

BCCIની આ યોજના IPL ફ્રેન્ચાઈઝીની સહમતિ પર નિર્ભર રહેશે. આ મામલે BCCIનો IPL ફ્રેન્ચાઈઝી સાથે કરાર છે. આ કારણોસર IPL જેવી અન્ય લીગ શરૂ કરવા માટે, BCCIએ IPL ફ્રેન્ચાઇઝીની મંજૂરી લેવી પડશે. નવી લીગથી જૂની ફ્રેન્ચાઇઝીઓને આર્થિક નુકસાન ન થાય તે માટે IPL ફ્રેન્ચાઇઝીની મંજૂરી લેવાની રહેશે. 

અનેક બાબતે ચર્ચા વિચારણાં ચાલી રહી છે
આ પ્લાનને વધુ સારો બનાવવા માટે ચર્ચા કરવામાં આવી રહી છે. શું આ લીગ ભારતમાં દર વર્ષે રમાવવી જોઈએ? આ લીગનું દર વર્ષે અલગ-અલગ સ્થળે આયોજન કરવું જોઈએ? આ લીગ T10 કે T20 કયા ફોર્મેટમાં રમાવી જોઈએ? વયમર્યાદા રાખવી જોઈએ કે નહીં? આ તમામ સવાલ અંગે ચર્ચા વિચારણાં કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ