બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / BCCI gave TV and Digital streaming rights to Viacom18 for next 5 years for all the matches which will be conducted in India

સ્પોર્ટ્સ ન્યૂઝ / હવે ક્રિકેટ જોવી હોય તો આ ચેનલ લગાવવી પડશે, BCCI સાથે 5 વર્ષ માટે ડીલ થઈ ડન, અબજોમાં વેચાયા મીડિયા રાઈટ્સ

Vaidehi

Last Updated: 07:59 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viacom18ને આવનારાં 5 વર્ષોમાં ભારતમાં થનારી તમામ મેચોનાં પ્રસારણ સંબંધિત ટીવી અને ડિજિટલનાં અધિકારો મળ્યાં.

  • BCCIએ  ભારતમાં થનારી મેચોને લઈને કરી ઘોષણા
  • આવનારા 5 વર્ષો માટે પ્રસારણનાં અધિકારો વાયાકૉમ18ને આપ્યાં
  • 11 વર્ષોથી આ અધિકાર સ્ટાર સ્પોર્ટસ્ નેટવર્કની પાસે હતો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIની તરફથી ભારતીય ક્રિકેટ ટીમની ઘરેલૂ મેચોનાં પ્રસારણ અધિકાર માટે કરવામાં આવેલી ઈ-નીલામીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાનાં ઘરે એટલે કે આપણાં દેશમાં થનારી તમામ મેચોનાં ટીવી અને ડિજિટલ પ્રસારણનાં તમામ અધિકારો વાયાકૉમ 18ને મળ્યાં છે. આ કરારની શરૂઆત ભારતમાં થનારી ICC વનડે વર્લ્ડકપથી પહેલાં ઑસ્ટ્રેલિયાની સામે થનારી સીરીઝથી થશે.

5996.4 કરોડ રૂપિયામાં આ ડીલ ફાઈનલ
વાયાકૉમ18 એ ડિઝ્ની-સ્ટારને પાછળ છોડીને 5 વર્ષો સુધી ભારતમાં થનારી તમામ મેચોનાં ટીવી અને ડિજિટલ અધિકારોને પ્રાપ્ત કરી લીધાં છે. છેલ્લાં 11 વર્ષોથી આ અધિકાર સ્ટાર સ્પોર્ટસ્ નેટવર્કની પાસે હતો. 5996.4 કરોડ રૂપિયામાં આ ડીલ વાયાકૉમ 18એ મેળવી લીધી છે. ગઈ વખતે ડિઝ્ની સ્ટારે 6138 કરોડ રૂપિયાની ઊંચી રકમ આપીને આ અધિકાર મેળવ્યાં હતાં.

BCCIએ આપી શુભેચ્છા
BCCIનાં સચિવ જય શાહે વાયાકૉમ 18ને આ અધિકાર મેળવવા બદલ શુભકામનાઓ આપી છે આ સાથે જ ડિઝ્ની-સ્ટારનો આ નીલામીમાં જોડાવા બદલ આભાર માન્યો છે. તેમણે લખ્યું કે વાયાકૉમ 18ને BCCIનાં મીડિયા અધિકારોને આવનારાં 5 વર્ષો માટે જીતવા બદલ શુભેચ્છા.

5 વર્ષનો કરાર
ભારતમાં વિશ્વકપ પહેલાં થનારી ઑસ્ટ્રેલિયા સામેની વનડે સીરીઝથી આ કરારની શરૂઆત થશે જે આવનારાં 5 વર્ષો સુધી યથાવત રહેશે. 2023થી 2028 સુધી કુલ 88 ઈંટરનેશનલ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા એપ પર અને સ્પોર્ટસ્ ચેનલ પર સીધા પ્રસારિત થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ