બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / એશિયા કપ પહેલા BCCIનો નવો નિયમ, ખેલાડીઓની સાથે ટીમને પણ ફાયદો!

નિર્ણય / એશિયા કપ પહેલા BCCIનો નવો નિયમ, ખેલાડીઓની સાથે ટીમને પણ ફાયદો!

Last Updated: 05:48 PM, 16 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની ઈજાને કારણે ટીમ ઈન્ડિયાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ડોમેસ્ટીક ક્રિકેટમાં એક નવો નિયમ જાહેર કર્યો છે.

ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને તાજેતરના ઇંગ્લેન્ડ પ્રવાસ પર ગંભીર ઈજાનો સામનો કરવો પડ્યો હતો. લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન વિકેટકીપિંગ કરતી વખતે તેને આંગળીમાં ઈજા થઈ હતી. ત્યારે માન્ચેસ્ટર ટેસ્ટમાં પંતને પગમાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેને મેદાન છોડીને જવું પડ્યું હતું. પંતની ઈજાએ ટીમ ઈન્ડિયા માટે ચિંતા વધારી દીધી હતી. જેના કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હવે આગામી સ્થાનિક સિઝન પહેલા એક નવો નિયમ બનાવ્યો છે.

vtv app promotion

BCCI એ નવો નિયમ લાવ્યો

ભારતીય ક્રિકેટ બોર્ડે ડોમેસ્ટીક ક્રિકેટમાં મલ્ટી-ડે મેચો માટે નવો 'સિરિયસ ઈંજરી રિપ્લેસમેન્ટ' રજૂ કર્યો છે. આ નિયમ 2025-26 સીઝનથી અમલમાં આવશે અને મલ્ટી-ડે ફોર્મેટમાં ઇજાગ્રસ્ત ખેલાડીઓ માટે રિપ્લેસમેન્ટ આપવામાં આવશે. ઋષભ પંતની ઈજાને કારણે BCCI એ આ દિશામાં પગલાં લેવા માટે પ્રેરિત થયા છે. નવા નિયમ હેઠળ, જો કોઈ ખેલાડી મલ્ટી-ડે મેચ દરમિયાન ગંભીર ઈજાને કારણે મેચમાંથી બહાર થઈ જાય છે, તો ટીમ મેનેજમેન્ટ તેની જગ્યાએ સમાન લાયકાત ધરાવતા ખેલાડીને સ્થાન આપી શકશે. આ રિપ્લેસમેન્ટ તાત્કાલિક અસરકારક રહેશે, આ માટે સિલેક્ટરોએ અને મેચ રેફરીની મંજૂરી લેવી પડશે.

Promo New Parul

સિરીયર ઈંજરી રિપ્લેસમેન્ટ નિયમથી નક્કિ થશે કે ઈજાના કારણે ટીમની રણનીતિ પ્રભાવિત ન થાય અને મેચનું સ્તર જળવાઈ રહે. અમદાવાદમાં ચાલી રહેલા અમ્પાયર્સ સેમિનારમાં, અમ્પાયર્સને આ વિશે માહિતી આપવામાં આવી છે. BCCI એ કહ્યું કે વાઈટ બોલ ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી અથવા વિજય હજારે ટુર્નામેન્ટમાં આવી કોઈ રિપ્લેસમેન્ટની મંજૂરી આપવામાં આવશે નહીં. IPL ની આગામી સીઝનમાં આ નિયમને મંજૂરી આપવામાં આવશે કે નહીં તે હજુ નક્કી નથી, પરંતુ આ નિયમ CK નાયડુ ટ્રોફી માટે મલ્ટી-ડે અંડર 19 ટુર્નામેન્ટમાં લાગુ થશે.

વધુ વાંચો: ખેલાડીઓના પગારમાં કાપ, બે ખેલાડીઓનું કપાશે પત્તું, ક્રિકેટ બોર્ડે લીધો મોટો નિર્ણય

ICC નો નિયમ શું છે?

ICC ના નિયમો અનુસાર, જ્યારે કોઈ ખેલાડીને માથામાં ઈજા થાય છે ત્યારે જ રિપ્લેસમેન્ટ આપવામાં આવે છે. હવે કન્કશનમાં નિયમ એ છે કે જો કોઈ ખેલાડી આ કારણોસર બહાર હોય, તો તે 7 દિવસ સુધી કોઈ મેચ રમી શકશે નહીં. ક્રિકેટના નિયમો અનુસાર, જ્યારે કોઈ ખેલાડીને માથામાં ઈજા થાય છે અને તે રમવાનું ચાલુ રાખી શકતો નથી ત્યારે કન્કશન સબસ્ટિટ્યુટ લાગુ પડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

domestic cricket Serious Injury Replacement rule BCCI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ