બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ખેલાડીઓના પગારમાં કાપ, બે ખેલાડીઓનું કપાશે પત્તું, ક્રિકેટ બોર્ડે લીધો મોટો નિર્ણય
Last Updated: 01:31 PM, 16 August 2025
Pakistan Cricket Board : પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં તાજેતરના સમયમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનો પ્રદર્શન ખુબજ નિરાશાજનક રહ્યું છે. એક તરફ બાંગ્લાદેશ જેવી ટીમો સામે હાર તો બીજી તરફ નીચી રેન્કિંગ ધરાવતી વેસ્ટઈન્ડીઝ સામે પણ ઘૂંટણ ટેકવાનું પડ્યું. આ સતત ચાલી રહેલા ખરાબ પ્રદર્શનને કારણે હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ખેલાડીઓ પર સખ્ત પગલા લેવા જઈ રહ્યું છે. સૂત્રોનું માનીએ તો PCB હવે સિનિયર ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ભારે કાપ મુકવાની તૈયારીમાં છે, જેનો સીધો ફટકો બાબર આઝમ અને શાહીન શાહ અફ્રિદી જેવા સ્ટાર ખેલાડીઓને પડી શકે છે.
ADVERTISEMENT
હવે સૌથી મોટો સવાલ PCB કેમ છે નારાજ ?
પાકિસ્તાન ક્રિકેટ ટીમ એટલે કે PCBમાં ઘણા સમયથી આ ચર્ચા ચાલી રહી છે કે ખેલાડીઓને મળતી મોટી રકમો છતાં ટીમના પ્રદર્શનમાં કોઈ સુધારો દેખાતો નથી. છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાનના ક્રિકેટનું સ્તર નીચે ગયું છે. તેથી હવે બોર્ડ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી કેટલાક મુખ્ય લાભો હટાવવાનો વિચારી રહ્યો છે. PCB દ્વારા ખેલાડીઓને ICC ના આવકમાંના 3% હિસ્સો આપવામાં આવતો હતો જેથી તેઓ વધારે કમાણી કરી શકે. હવે આ હિસ્સો બંધ કરવાનો પ્લાન ચાલી રહ્યો છે, જેના કારણે સ્ટાર ખેલાડીઓની આવકમાં કરોડો રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.
ADVERTISEMENT
હવે જાણીએ કેટલું નુકસાન થવાની સંભાવના ?
ADVERTISEMENT
આ ઉપરાંત A કેટેગરીના ખેલાડીઓને દર મહિને 6.57 લાખ (પાકિસ્તાની રૂપિયા) મળે છે. હાલ આ કેટેગરીમાં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન છે. B કેટેગરીના ખેલાડીઓ: 4.55 મિલિયન, C કેટેગરી: 2.03 મિલિયન અને D કેટેગરી: 1.26 મિલિયન મળે છે.

ADVERTISEMENT
આ પેકેજમાં મોટો હિસ્સો ICCના રેવન્યૂથી આવતો હતો, જેમાંથી આશરે 1.035 મિલિયન હિસ્સો હવે કાપી લેવામાં આવી શકે છે. પરિણામે તમામ કેટેગરીના ખેલાડીઓની આવક ઘટશે. અહીં એ વાત ખાસ નોંધપાત્ર છે કે, PCB દ્વારા ખેલાડીઓ માટે રિટેનરશિપ બજેટ છેલ્લા વર્ષે કરતાં 37% વધારીને 1,173 મિલિયન રૂપિયા કર્યો છે, છતાં પણ મેચ ફી વધારવાની કોઈ યોજના નથી.
આ પણ વાંચો : બહેન સાથે લગ્ન કરતાં સાળાએ બનેવીની તાલિબાની સ્ટાઈલમાં કરી હત્યા, લાશ પહાડીઓમાં ફેંકી
ADVERTISEMENT
સતત ખરાબ પ્રદર્શન
PCBના આ નિર્ણય પાછળ મુખ્ય કારણ છે ટીમનું નબળું પ્રદર્શન. વર્ષ 2025 માં પાકિસ્તાને 3 માંથી માત્ર 1 ટેસ્ટ જીતી છે, 11 વનડેમાંથી માત્ર 2 જીત્યા છે. આ તરફ T20 માં 7 જીત અને 7 હારનો રેકોર્ડ રહ્યો છે. નોંધનીય છે કે, તાજેતરમાં બાંગ્લાદેશ અને વેસ્ટઇન્ડીઝ સામેની હાર પછી PCB વધુ નારાજ જોવા મળ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.