ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / બહેન સાથે લગ્ન કરતાં સાળાએ બનેવીની તાલિબાની સ્ટાઈલમાં કરી હત્યા, લાશ પહાડીઓમાં ફેંકી

ક્રાઇમ / બહેન સાથે લગ્ન કરતાં સાળાએ બનેવીની તાલિબાની સ્ટાઈલમાં કરી હત્યા, લાશ પહાડીઓમાં ફેંકી

Published By: Priykant Shrimali

Last Updated: 11:55 AM, 16 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gurugram Crime : મુખ્ય આરોપીએ બનેવીનું મિત્રો સાથે મળીને અપહરણ કર્યું અને પછી તેના હાથ બાંધીને આંખ પર પટ્ટી બાંધી તલવાર અથવા છરીથી તેનું ગળું કાપી નાખ્યું...

ADVERTISEMENT

Gurugram Crime : હરિયાણાથી એક દર્દનાક અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ અહીં બહેન સાથે લગ્ન કરતાં સાળાએ બનેવીની તાલિબાની સ્ટાઈલમાં હત્યા કરી દેતાં હડકંપ મચી ગયો છે. હરિયાણાના ગુરુગ્રામ ખાતે એક નરભક્ષી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે.

અહીં એક યુવાનની હત્યા કરીને તેની લાશ અરાવલી પર્વતોમાં ફેંકી દેવામાં આવી હતી. જોકે આ શખ્સ કોણ છે તે ખબર ન પડતાં પોલીસે 72 કલાક રાહ જોઈ પછી લાશનો અંતિમ સંસ્કાર કરી દીધા હતા. જોકે બાદમાં જાણવા મળ્યું કે, મૃતક યુવાન સમીરે લવ મેરેજ કરી હતી અને તેની પત્નીના ભાઈને આ લગ્ન ગમ્યાં નહોતાં. અંતે તેણે પોતાના સાથીઓ સાથે મળીને બનેવીની હત્યા કરી હતી.

શું કહ્યું પોલીસે ?

પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપીએ પોતાના મિત્રો સાથે મળીને પહેલા સમીરને અપહરણ કર્યું અને પછી તેના હાથ બાંધીને આંખ પર પટ્ટી બાંધવામાં આવી હતી. જે બાદમાં ત્યારબાદ તલવાર અથવા છરીથી તેનું ગળું કાપી નાખ્યું. જોકે બાદમાં લાશને ગુરુગ્રામના અંસલ ફાર્મ હાઉસ નજીક પર્વતોમાં ફેંકી દેવામાં આવી હતી. આ કેસમાં હવે પોલીસે ચાર આરોપીઓને પકડી પાડ્યા છે જયારે મુખ્ય આરોપી હજુ ફરાર છે.

આ પણ વાંચો : યાદગાર બન્યો આઝાદી દિવસ, પહેલી વાર ભારત આવ્યાં આ દેશના મોટા નેતા, નામ નવાઈનું

ટેટૂથી ખૂલ્યું હત્યાનું રહસ્ય

વિગતો મુજબ 6 જુલાઈના રોજ પોલીસે એક અજાણ્યા યુવાનનો મૃતદેહઅંસલ ફાર્મહાઉસ નજીકથી શોધી કાઢ્યું હતું. તેના હાથ પર સ્ત્રીનુ નામ ટેટૂ તરીકે લખેલું હતું જે પોલીસ માટે ખૂબ મહત્વનું બન્યું અને મૃતદેહની ઓળખ થઈ છે. 7 જુલાઈના રોજ ફરીદાબાદના બલ્લભગઢ પોલીસ સ્ટેશનમાં સમીરના ગુમ થવાની ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન લાશની ઓળખ સમીર તરીકે થઈ. આ તરફ પોલીસે કોલ ડીટેઈલ તપાસતા માલૂમ પડ્યું કે, સમીર પત્નીના સગાઓ સાથે સંપર્કમાં હતો. ત્યારબાદ ગુરુગ્રામ, ભિવાડી અને તિજારાથી ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Haryana Gurugram murder of brother-in-law

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ