નિર્ણય / ક્રિકેટર એસ. શ્રીસંતને મોટી રાહત, BCCI એ આજીવન પ્રતિબંધ ઘટાડીને 7 વર્ષ કર્યો

bcci cricketer s.sreesanth life ban reduced

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ 36 વર્ષીય ક્રિકેટર એસ. શ્રીસંત પરથી આજીવન પ્રતિબંધ ઘટાડીને 7 વર્ષ કરી દીધો છે. હવે 13 સપ્ટેમ્બર 2020 ના રોજ શ્રીસંત પરનો પ્રતિબંધ સમાપ્ત થઈ જશે. બીસીસીઆઈ લોકપાલ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે શ્રીસંત પરનો પ્રતિબંધ ઘટાડીને સાત વર્ષ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 13 સપ્ટેમ્બર 2013 ના રોજ શ્રીસંત પર આજીવન પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ