બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Bathing in rain can cure many health related problems

જાણવા જેવું / વરસાદ આવે એટલે ન્હાવામાં કોઈ કચાશ ન રાખતા, દૂર થઈ જશે 5 પરેશાની, સ્કીન નહીં મેન્ટલ હેલ્થમાં પણ થશે ફાયદા

Dinesh

Last Updated: 11:23 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદમાં ન્હાવાથી તમારા સ્વાસ્થ્યને લગતી ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે

  • વરસાદના પાણીથી ન્હાવવાના ઘણા ફાયદા
  • સ્વાસ્થ્ય માટે પણ ઘણી બધી રીતે ફાયદાકારક
  • આપણને તમામ પ્રકારના તણાવમાંથી મુક્ત કરે

ઘણા લોકો વરસાદમાં વાળ ભીના થવાથી ખરી જવાનું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે વરસાદમાં પલળવાથી તમારા સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. વરસાદએ શરીરની ગરમીમાંથી રાહતથી લઈને શરીર પરની ફોલ્લીઓ સુધી પણ મટાડી શકે છે

સૌથી શુદ્ધ પાણી
અર્થઈસ્કેપની વિગતો મુજબ તે નળના પાણી કરતાં સસ્તું છે તેમજ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણી બધી રીતે ફાયદાકારક છે. વરસાદના પાણીને પાણીના સ્ત્રોતનો સૌથી શુદ્ધ પાણી માનવામાં આવે છે. જેમાં ન તો ક્લોરિન કે ફલોરાઇડ કે અન્ય કોઈ ઝેરી રસાયણ પણ હોતો નથી

આલ્કલાઇન પીએફ
વરસાદનું પાણી નરમ પાણી હોય છે જેમાં ઘણા મિનરલ્સ પણ હોય છે. જે માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં આલ્કલાઇન પીએફ પણ જોવા મળે છે જે વાળ માટે ખૂબ જ સારા ગણાય છે. આ પાણી વાળના સ્કેલ્પમાંથી સરળતાથી ગંદકી દૂર કરે છે અને વાળના​ડેનલેસ દૂર કરે છે અને ગ્લોસી બનાવે છે

લચીલાપણને વધારે 
વરસાદનું પાણી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે ત્વચાની લચીલાપણને વધારે છે અને ભેજ જાળવી રાખે છે. આટલું જ નહીં જો તમારી ત્વચા સેંસિટિવ હોય તો તે ત્વચા સુધારે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે

તણાવને મુક્ત 
જ્યારે તમે વરસાદના પાણીમાં ન્હાવો છો ત્યારે તમારા શરીરમાં એન્ડોર્ફિન અને સેરોટોનિન હોર્મોન્સ નીકળે છે. આ હોર્મોન્સ તમામ પ્રકારના તણાવને મુક્ત કરે છે અને જેનાથી મૂડ સુધરે છે. ઘણા લોકો એવું પણ માને છે કે, વરસાદમાં ન્હાયા પછી ઊંઘ ખૂબ સારી આવે છે જેના કારણે શરીર અને મનને આરામ કરે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ