બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / basic education department doing experiment to save children from mobile addiction

નવતર પ્રયોગ / બાળકો રમવાની જગ્યાએ સતત ફોન લઈ બેસી જાય છે? શિક્ષણ વિભાગે તૈયાર કર્યો ખાસ પ્લાન, તમારે જાણી લેવો જરૂરી

Manisha Jogi

Last Updated: 06:41 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોબાઈલની આદત ખૂબ જ જોખમી સાબિત થઈ રહી છે. બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મોબાઈલની આદત છોડાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.

  • મોબાઈલની આદત બાળકો માટે જોખમી
  • બાળકોના ભણતર પર અસર પડી રહી છે
  • મોબાઈલની આદત છોડાવવા માટે નવતર પ્રયોગ

મોબાઈલની આદત ખૂબ જ જોખમી સાબિત થઈ રહી છે, જેના કારણે બાળકોના ભણતર પર અસર પડી રહી છે. બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મોબાઈલની આદત છોડાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. બેઝિક શિક્ષા પરિષદે દોઢ લાખથી વધુ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળામાં ધોરણ એકથી લઈને ધોરણ આઠ સુધી બે કરોડ બાળકો છે. આ પરિસ્થિતિમાં મોબાઈલની આદત દૂર કરવા માટે પરંપરાગત રમત આઈસ પાઈસ, લંગડી અને દેશી રમતોનો પ્રયોગ કરવામાં આવશે. 

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં બાળકો આધુનિક રહેવા છતાં સંસ્કૃતિ સાથે જોડાઈ રહેવાની પરિકલ્પના સાર્થક થઈ શકે છે. આ ક્રમે રાજ્ય શિક્ષા સંગઠનના નિષ્ણાંતો પરંપરાગત રમતોને બચાવવાની નવતર કોશિશ કરી રહ્યા છે. NEP હેઠળ ભણતર વગરના દિવસની શરૂઆત કરવામાં આવી છે. આ દિવસે બાળકો રમી શકે તે માટે નિષ્ણાંતો પરંપરાગત રમતો પર સચિત્ર બિગબુક બનાવવા જઈ રહ્યા છે. 

તાલીમ પરિષદની માંગી મંજૂરી
રાજ્ય શિક્ષણ સંસ્થાનના પ્રાચાર્ય નવલ કિશોર જણાવે છે કે, બિગબુક તૈયાર કરવા માટે રાજ્ય શૈક્ષિક અનુસંધાન તથા તાલીમ પરિષદની મંજૂરી માંગવામાં આવી છે. શાળાઓમાં ભણતર વગરના દિવસે આ બિગબુકનો પ્રયોગ કરવામાં આવશે. બાળકોની મોબાઈલની આદતો છોડાવવા માટે આ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. 

ભૂલાતી વિસરાતી રમતો
સંસ્થાનની સહાયક ઉપ શિક્ષા નિદેશક અને રાજ્ય શિક્ષા સંસ્થાનમાં સમન્વય સમગ્ર શિક્ષા ડૉ.દીપ્તિ મિશ્રા જણાવે છે કે, ‘હાલના સમયમાં બાળકો પારંપરિક રમતો ભૂલી રહ્યા છે. વિડીયો ગેમ્સ, પ્રેંક વિડીયો, રીલ્સ વ્હોટ્સએપ મીમ્સ અને યૂટ્યૂબ ચેનલનું વળગણ વધી રહ્યું છે, જેના કારણ બાળકોને બહાર જઈને રમવા માંગતા નથી. બાળકો આ બધી રમતો રમશે તેમની માનસિક અને શારીરિક ક્ષમતામાં વૃદ્ધિ થશે.’ 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ