બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Barcode will be applied on rickshaws in Ahmedabad

અમદાવાદ / રિક્ષા પર લાગશે બારકોડ, પેસેન્જરોની સલામતીને લઈ પોલીસનો પાઈલટ પ્રોજેક્ટ, ગુનાખોરી પર હવે ફૂલસ્ટોપ ?

Dinesh

Last Updated: 04:36 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બારકોડ લેવા માટે શહેરના 40 હજારથી વધુ રિક્ષાચાલકોએ વિગતો પોલીસમાં જમા કરાવીઃ પોલીસના પાઈલટ પ્રોજેક્ટને જોરદાર પ્રતિસાદ

  • પોલીસના પાઈલટ પ્રોજેક્ટને જોરદાર પ્રતિસાદ
  • અમદાવાદમાં રિક્ષાઓ પર લાગશે બારકોર્ડ
  • બારકોર્ડ મારફતે મુસાફરોને મળશે રિક્ષા માલિકની વિગતો


અમદાવાદ શહેરના રસ્તાઓ પર જો કોઈ વાહન સૌથી વધુ જોવા મળતું હોય તો તે રિક્ષા છે. પરિવહનના સૌથી લોકપ્રિય સાધન રિક્ષાનો ઉપયોગ ઘણા લોકો રોજગાર મેળવવા માટે કરતા હોય છે, પરંતુ શહેરમાં કેટલાક લોકો એવા પણ છે જે રિક્ષાનો ઉપયોગ ગુનાખોરી માટે કરે છે. રિક્ષામાં પેસેન્જરોને લૂંટવાના હજારો કિસ્સા સામે આવ્યા છે ત્યારે હવે તેના પર ફૂલસ્ટોપ વાગી જાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. રિક્ષામાં થતી ગુનાખોરીને રોકવા માટે પોલીસ ‘નિર્ભયા પ્રોજેક્ટ’ અંતર્ગત બારકોડ સિસ્ટમ લાવી રહી છે. શહેરમાં 40 હજારથી વધુ રિક્ષાચાલકોએ બારકોડ લગાવવા માટેના તમામ ડોક્યુમેન્ટ નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દીધા છે. જ્યારે કોઇ પણ પેસેન્જર રિક્ષામાં બેસે તે પહેલાં તેણે બારકોડ પોતાના મોબાઇલમાં સ્કેન કરવાનો રહેશે. જેથી ચાલકની તમામ માહિતી ફોનમાં આવી જશે. આ સિસ્ટમ લાગુ પડતાંની સાથે રિક્ષામાં થતી ચોરી, લૂંટ, છેડતી જેવા અનેક કિસ્સા આપોઆપ બંધ થઇ જશે.

નવા મોટર વ્હીકલ એક્ટના વિરોધમાં રિક્ષાના પૈડા થંભ્યા- આજે હડતાડ નિવેડો નહીં  આવે તો આંદોલનની ચીમકી | auto rickshaw drivers protest new motor vehicle act  in ahmedabad strike


 રિક્ષાચાલકોની આડમાં લૂંટ કરતી ટોળકી સક્રિય
ગુનાખોરીને અંજામ આપનાર રિક્ષાચાલકોના કારણે આજે મહેનત કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવનાર રિક્ષાચાલક પણ બદનામ થઇ રહ્યો છે. કેટલાક પેસેન્જર રિક્ષામાં બેસતાં પહેલાં દસ વખત વિચાર કરે છે કે શું તે સુરક્ષિત જગ્યાએ હેમખેમ પહોચી જશે ખરા. પેસેન્જરને આ પ્રકારનો વિચાર કરવા પાછળનું કારણ એટલું જ છે કે આજે રિક્ષાચાલકોની આડમાં લૂંટ કરતી ટોળકી સક્રિય થઇ છે. રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં ફરતી ગેંગનો આતંક ધીમે ધીમે વધી રહ્યો છે. આ ગેંગ ક્યારેક ક્યારેક પેસેન્જરને ડરાવી ધમકાવીને તેમની પાસેથી કિંમતી ચીજ વસ્તુ કે રૂપિયા પડાવી લે છે અથવા તો નજર ચૂકવીને ચોરી કરતા હોય છે. છરીની અણીએ પણ પેસેન્જરોનો લૂંટવાના અનેક કિસ્સા શહેરના અનેક પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચે રિક્ષામાં ચોરી કરતી અનેક ગેંગને દબોચી લીધી છે તેમ છતાંય પેસેન્જરોને લૂંટવાના તેમજ ચોરી થવાના કિસ્સા અટકતા નથી. શહેરમાં પેસેન્જરો સુરક્ષિત રહે અને કેટલાક રિક્ષાચાલકોના કારણે તમામ રિક્ષાચાલકોની ઇજ્જત ખરડાય નહીં તે માટે પોલીસ ‘નિર્ભયા પ્રોજેક્ટ’ અતર્ગત બારકોડ સિસ્ટમ લાવી રહી છે. 

રિક્ષામાં ત્રણ જગ્યા પર બારકોડ લગાવવામાં આવશે
ટ્રાફિકનાં ડીસીપી નીતા દેસાઇના જણાવ્યા અનુસાર રિક્ષામાં થતી ચોરી, છેડતી, લૂંટ સહિતની ઘટનાઓને રોકવા માટે ફરજિયાત બારકોડ લગાવવાનો નિર્ણય લેવાયો છે. રિક્ષામાં ત્રણ જગ્યા પર બારકોડ લગાવવામાં આવશે. જેમાં જ્યારે પણ પેસેન્જર રિક્ષામાં બેસે ત્યારે તેણે પોતાના મોબાઇલથી કોડ સ્કેન કરવાનો રહેશે. કોડ સ્કેન કરતાંની સાથે જ રિક્ષાચાલકનું નામ, ફોટોગ્રાફ્સ, સરનામું તેમજ આરટીઓ રજિસ્ટ્રેશન નંબર સહિતની વિગત મોબાઇલમાં આવી જશે.

આગામી થોડા સમયમાં આ પ્રોજેક્ટ અમલમાં મુકાઇ જશે જેની તૈયારીઓ પુરજોશથી ચાલી રહી છે. શહેરમાં હાલ ૪૦ હજારથી વધુ રિક્ષાચાલકોએ બારકોડ લેવા માટે નજીકના ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં તમામ ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા છે. બારકોડ લેવા માટે રિક્ષાચાલકે તેના આધાર પુરાવા રિક્ષાની માલિકીના તમામ ડોક્યુમેન્ટ જમા કરાવવા પડશે. ડીસીપીના જણાવ્યા અનુસાર હજુ પણ સંખ્યાબંધ રિક્ષાચાલકો પોતાની તમામ વિગતો પોલીસ સ્ટેશનમાં જમા કરાવશે. 

ભાડે રિક્ષા ચલાવનારની પણ વિગત સરનામા સાથે મળશે 
અમદાવાદમાં મોટા ભાગની રિક્ષાઓ ભાડેથી ચાલે છે. રિક્ષાના માલિક પાસેથી રોજના ૩૦૦ રૂપિયા લેખે કેટલાક લોકો રિક્ષા ભાડે લઇ જતા હોય છે. બારકોડની સિસ્ટમ લાગુ પડતાંની સાથે જ ભાડેથી રિક્ષા ચલાવનાર યુવકની વિગતો પણ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી પડશે. રિક્ષાનો માલિક પહેલાં ભાડે લેનાર વ્યકિત સાથે ભાડા કરાર કરાવશે અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં વિગતો આપશે. બારકોડમાં સ્કેન કરનાર પેસેન્જરને ખબર પડશે કે રિક્ષાચાલકે કોને રિક્ષા ભાડે ચલાવવા માટે આપી છે. ભાડે ચલાવનારની તમામ વિગત પણ મોબાઇલમાં સ્કેન કરતાં જોઇ શકાશે.

બારકોડ નહીં લેનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
રિક્ષામાં થતી ગુનાખોરીને રોકવા માટે પોલીસનો આ પાઈલટ પ્રોજેક્ટ છે, જેને રિક્ષાચાલકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમદાવાદમાં જો કોઇ રિક્ષામાં બારકોડ નહીં લગાવે તો પોલીસ તેની વિરુદ્ધ કાર્યવાહી કરશે. શટલ રિક્ષામાં થતી ચોરી, લૂંટ, છેડતી સહિતની ઘટનાઓને રોકવા માટે પોલીસની આ નવી પહેલને રિક્ષાચાલકોએ આવકારી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ