બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bapu will intervene what Shankar Singh Vaghela said about Rupala's dispute

રૂપાલા વિવાદ / 'જો બહેન-દીકરીઓને હેરાન કરશો તો બાપુ વચ્ચે આવશે', રૂપાલાના વિવાદ મુદ્દે શું બોલ્યા શંકરસિંહ વાઘેલા

Ajit Jadeja

Last Updated: 12:52 PM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્ષત્રિય સમાજ સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર પરષોત્તમ રૂપાલાને નહી બદલે તો એના માટે ભાજપ હાઈકમાંડ જવાબદાર.

ક્ષત્રિય સમાજના કદાવર નેતા અને પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પહેલીવાર રૂપાલા વિવાદ પર બોલ્યા છે. તેમણે કહ્યુ કે દાઝ્યા પર ડામ ન દેવો જોઇએ.  રજવાડાઓનું મ્યૂઝિયમ ન બનાવ્યું પણ હવે બેન-દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી. શંકરસિંહ વાઘેલાએ સરકારને આડેહાથ લીધી હતી.

ભાજપ હાઇકમાન્ડ પર કર્યા પ્રહારો

ક્ષત્રિય સમાજના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાએ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે આજે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર અને પરષોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા છે.  શંકરસિંહ વાઘેલાએ વિવાદને લઇ ક્ષત્રિય સમાજ અંગે નિવેદન આપતા કહ્યુ કે પરષોત્તમ રૂપાલાને નહી બદલે તો એના માટે ભાજપ હાઈકમાંડ જવાબદાર રહેશે. જાહેર જીવનમાં બોલવા પર ધ્યાન રાખવું પડે, દ્રૌપદી પર આંધળી બાબતે નિવેદન થયુ પછી મહાભારત થયું હતું. 'રજવાડાઓનું મ્યૂઝિયમ ન બનાવ્યું પણ હવે બેન-દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી નહી કરી તેનો રોષ સમાજમાં છે. પોલીસ બહેનોને અરેસ્ટ કરવાની કોશિશ કરી છે. સમાજને દાઝ્યા પર ડામ ન દેવો જોઈએ. તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યુ મણિપુર બાબતે મૌન રહેવું યોગ્ય નથી.

સરકારે ક્ષત્રિયોને દાઝ્યા પર ડામ આપ્યા

શંકરસિંહ વાઘેલાએ રૂપાલા અને બીજેપી પર પ્રહાર કરતા કહ્યુ કે રજવાડાઓનું મ્યૂઝિયમ ન બનાવ્યું પણ હવે બેન-દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ક્ષત્રિય સમાજ સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર પરષોત્તમ રૂપાલાને નહી બદલે તો એના માટે ભાજપ હાઈકમાંડ જવાબદાર. રૂપાલાને ઉમેદવાર તરીકે બદલવા એ ભાજપ હાઈકમાંડના હાથમાં છે. રૂપાલાને ભલે તમે રાજ્યસભામાં મોકલો પણ રાજકોટથી ઉમેદવાર તરીકે બદલવા જોઇએ. સરકારે દાઝ્યા પર ડામ આપીને સમાજના કાર્યકરોની ધરપકડ કરે એ સારી નિશાની નથી.

લોકસભા ચૂંટણી 2024 / પરષોત્તમ રૂપાલા વિવાદ: આજ સાંજ સુધીમાં જિલ્લા કલેક્ટર ચૂંટણી પંચને મોકલશે તપાસનો રિપોર્ટ

ભાજપ માટે વધતી મુશ્કેલી

લોકસભા ચૂંટણી સમયે ગુજરાતમાં રાજકીય માહોલ જામ્યો છે. ભાજપે ઉમેદવારો જાહેર કર્યા તેને લઇ અનેક બેઠકો પર રોષ છે આવા જુથવાદ વચ્ચે રૂપાલા વિવાદ ભાજપ માટે મુસીબત બન્યો છે. ત્યારે પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે સરકારને આ મુદ્દે ઘેરી છે.  રાજ્યમાં અત્યારે ભાજપ માટે રાજકીય કટોકટી જેવી સ્થિતિ પેદા થઇ છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે, લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. પરંતુ ભાજપ માટે રૂપાલા  મુસીબત બન્યા છે. પરષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા અને ક્ષત્રિય સમાજની મહિલાઓ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી જેને લઇને હવે સમગ્ર ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માંગ પર મક્કમ છે. આવા સમયે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર મેદાનમાં આવ્યા છે. આજે ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ બોલાવી સરકાર અને રૂપાલા પર પ્રહારો કર્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ