બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Bapu is not retired yet! Shankarsinh Vaghela's big game in Delhi, Gandhi family's tension will increase

ઘણી ખમ્મા / બાપુ હજુ રિટાયર નહીં ! દિલ્હીમાં શંકરસિંહ વાઘેલાએ ખેલ્યો મોટો દાવ, ગાંધી પરિવારનું વધશે ટેન્શન

Mehul

Last Updated: 10:23 PM, 16 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 આવી રહી છે ત્યારે બાપુ પાછા સક્રિય બન્યા છે. પણ આ વખતે કોંગ્રેસ પાર્ટીના અસંતુસ્ટ સાથે.. દિલ્લી બેઠકમાં ભાગ લેવા પહોચ્યા છે શંકરસિંહ વાઘેલા

  • 'બાપુ રીટાયર'નહિ, હવે કોંગ્રેસનાં અસંતુસ્ટ સાથે ? 
  • G-23ની બેઠકમાં શંકરસિંહ પહોચતા તર્ક-વિતર્ક 
  • 2022 પહેલા કોંગ્રેસમાં 'મલ્લ-કુસ્તી'નો દાવ અજમાવશે 

ગુજરાતીમાં કહેવત છે 'પ્રીત ખાંડાની ધાર' આ ઉક્તિ ગુજરાતની રાજનીતિના બાપુ ઉર્ફ શંકરસિંહ વાઘેલા માટે,વર્તમાન સમયમાં એકદમ ફિટ બેસે છે. 2017થી શંકરસિંહ વાઘેલા 'તરણુ' લીધા વગર 'શરણું'શોધે છે. ત્યારે, 82 વર્ષે પણ 28નાં જુવાનીયાને શરમાવે તેવો તરવરાટ દર્શાવી બાપુ કોન્ગ્રેસના દિગ્ગજ 'અસંતુસ્ટ'ની બેઠકમાં દિલ્લી પહોચી ગયાનાં સમાચાર છે. ગુજરાત કોંગ્રેસમાં એક સમયે જેમના નામની તૂતી બોલતી હતી, અને કેન્દ્રમાં અહેમદ પટેલ બાદ 'પડ્યો બોલ' ઝીલાતો હતો, તેવા શંકરસિંહ આજે કોન્ગ્રેસના ધૂર્ત વિરોધી દળની બેઠકમાં પહોચતા નવી ચર્ચા જાગી છે. 

બેઠકમાં કયા-કયા નેતાઓ હતા?

  • કપિલ સિબ્બલ
  • આનંદ શર્મા
  • મનીષ તિવારી
  • શશિ થરૂર
  • અખિલેશ પ્રસાદ
  • ભૂપેન્દરસિંહ હુડ્ડા 
  • પૃથ્વીરાજ ચૌહાણ
  • પી.જે.કુરિયન
  • રાજ બબ્બર
  • અખિલેશ પ્રતાપ સિંહ

પંજાબમાં સતા ગુમાવ્યા બાદ કોન્ગ્રેસના  અસંતુસ્ટ' ફરીથી ચર્ચામાં આવ્યા છે. ગત સપાહે ગુલામનબી આઝાદના ઘરે યોજાયેલી એક બેઠકમાં મનીષા તિવારી અને કપિલ સિબ્બલ જોડાયા હતા. આ ત્રણેય નેતાઓ કોંગ્રેસનાં અસ્ન્તુસ્ટ G-23નો ભાગ છે. કહેવાય છે કે, આ જૂથ ફરિ એકવાર તત્કાલ બેઠક બોલાવીને પાર્ટી અધ્યક્ષની ચૂંટણી માટેની માગણી કરી શકે છે. આજે ફરીમળેલી બેઠકમાં  શંકરસિંહની હાજરીથી અનેક તર્ક વિતર્ક શરુ થયા છે. 

પહેલીવાર બેઠકમાં કોણ આવ્યા?

  • શંકરસિંહ વાઘેલા, પૂર્વ મુખ્યમંત્રી
  • પરણીત કૌર, કેપ્ટન અમરિંદરસિંહના પત્ની
  • મણિશંકર ઐય્યર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા

શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા, ગુજરાતમાં પોતાની પાર્ટી રાજપાના 'ટનાટન' પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકારના કપડા મંત્રી રહી ચુક્યા છે. 2017 માં સોનિયા ગાંધીના રાજનીતિક સલાહકાર અહેમદ પટેલ સાથે કથિત વાંધો પડતા બાપુએ કોંગ્રેસ છોડી,પણ એ પહેલા તેમના કથિત જૂથના ધારાસભ્યોને પાર્ટીમાંથી 'રવાના ' કરાવ્યા. પોતાના જન્મદિવસે જ બાપુએ મોટું એલાન કરી કોંગ્રેસ છોડી . રાજ્ય સભાની ચૂંટણી વેળા,  ધારાસભ્યો કોંગ્રેસ છોડી ગયા. બાપુએ વિધાનસભા ચૂંટણી વેળા 'જન વિકલ્પ'મોરચો રચ્યો. પણ તેમાંથી પોતાના પુત્ર મહેન્દ્રસિંહને ચૂંટણી નાં લડાવી. પાછળથી મહેન્દ્રસિંહ  ( કદાચ પખવાડીયા પુરતા જ ) ભાજપમાં આવ્યા. શંકરસિંહને ભાજપમાં લાભ જોવા મળ્યો, પણ પછી સ્થિતિ પારખી પારોઠના પગલા ભર્યા. 

ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસનાં  અધ્યક્ષ અને પ્રભારીની વરની પહેલા 'શંકરસિંહ આવે છે', તેવા બ્યુગલ સંભળાયા. બાપુ પણ કોઈ શર વગર કોંગ્રેસમાં જોડવા તૈયાર હતા, પણ દિલ્લીમાં ક્યાંક બે વહેતનું છેટું પડ્યું. હવે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 આવી રહી છે ત્યારે બાપુ પાછા સક્રિય બન્યા છે. પણ આ વખતે કોંગ્રેસ પાર્ટીના અસંતુસ્ટ સાથે. 

પહેલી વાર ક્યારે ચર્ચામાં આવ્યો G-23

ઓગસ્ટ -2020 માં આ જૂથ પહેલીવાર ચર્ચામાં આવ્યુ. એ વખતે આ સમૂહ કોન્ગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી પૂર્ણ સમયના અધ્યક્ષ બનાવવા અને સગઠનમાં તળિયાથી નળિયા સુધીના બદલાવની માંગ કરી હતી. આમાં 23 નેતાઓના હસ્તાક્ષર હતા. એટલે આ જૂથને G-23 નામ અપાયું હતું  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ