ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Banks start approving retail loan proposals on 'PSB Loans in 59 Minutes' portal

સુવિધા / 19 બેંકોએ શરૂ કરી આ યોજના, હવે 59 મિનિટમાં મળશે લોન

Published By: vtvAdmin

Last Updated: 11:05 AM, 6 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત જોયુ હશે કે લોનની મંજૂરી માટે લોકોને ઘણા દિવસો સુધી બેંકોના ધક્કા ખાવા પડે છે. પરંતુ હવે માત્ર 1 કલાકની અંદર ઘરે બેઠા તમને લોનની મંજૂરી મળી જશે.

ADVERTISEMENT

આ માટે દેશની ઘણી મોટી બેંકોએ એક ખાસ સુવિધાની શરૂઆત કરી છે જાણીએ આ વિશે વધારે... 

વાસ્તવમાં ભારતીય સ્ટેટ બેંક સહિત દેશની 19 સરકારી બેંકોએ ‘PSB Loans in 59 Minutes’ ની શરૂઆત કરી, જેની મદદથી હોમ લોન અને પર્સનલ લોન માટે અરજી કરનારા ગ્રાહકોને માત્ર 59 મિનિટમાં સૈદ્ઘાંતિક મંજૂરી મળી જશે. 

આ જાણકારી આપતા ભારતીય સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના એમડીએ જણાવ્યુ કે, ''અમે લોન ઇચ્છનારા ગ્રાહકોને હોમ  અને પર્સનલ લોન  ‘PSB Loans in 59 Minutes’ની મદદથી ઉપલબ્ધ કરાવીશું. અમે આ વાતની ખુશી છે કે, અત્યાર સુધી આ લોનનો લાભ માત્ર MSME ને મળી રહ્યો હતો, પરંતુ આ સુવિધાનો લાભ તમામને મળશે. આવનારા દિવસોમાં ઑટો લોન માટે પણ આ સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવશે''

હાલમાં જે બેંકોએ આ માટે શરૂઆત કરી છે તેમાં ભારતીય સ્ટેટ બેંક, પજાંબ નેશનલ બેંક, બેંક ઑફ બરોડા અને યૂનિયન બેંક સહિતની અન્ય બેંકો શામેલ છે. હાલમાં માત્ર MSME સેક્ટરમાં આ લોનની મંજૂરી મળી રહી છે. 

કેવી રીતે કામ કરે છે PSB Loans in 59 Minutes?

- આ પ્લેટફોર્મ પર લોન લેનારી વ્યકિતએ તમામ જાણકારીઓ અપલોડ કરવાની રહેશે. આ પછી ઓટોમેટિક સિબિલ આંકડોના વિશ્લેષણના આધાર પર લોનની રકમ નક્કી કરવામાં આવે છે.  આ લોનની રાશિની મંજૂરી મળ્યા પછી અરજી કરનાર બેંક બ્રાન્ચમાં કનેક્ટ થઇ જાય છે. આ તમામ પ્રક્રિયા માત્ર 59 મિનિટમાં પૂરી થઇ જાય છે. આ વિશે વધારે જાણકારી મેળવવા માટે psbloansin59minutes.com' ની વેબસાઇટ પર ક્લિક કરી શકો છો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  psbloansin59minutes પોર્ટલની શરૂઆત 2018માં કરી હતી. લોન્ચના 4 મહિનામાં આ પોર્ટલની મદદથી 35000 કરોડની લોનની સૈદ્ઘાંતિક મંજૂરી આપવામાં આવી હતી. 31 માર્ચ 2019 સુધી  psbloansin59minutes  પોર્ટલમાં 50706 અરજીને સૈદ્ઘાંતિક મંજૂરી મળી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bank account Loan business સુવિધા Benefits

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ