બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Banks make huge profits from your credit card mistakes
Sanjay Vibhakar
Last Updated: 02:42 PM, 13 February 2024
ADVERTISEMENT
છેલ્લા થોડા વર્ષોમાં વધુ લોકો ક્રેડિટ કાર્ડ વાપરતા થતાં છે. તમારી પાસે પર્સમાં રૂપિયા ન હોય તો પણ તમે ક્રેડિટ કાર્ડની મદદથી ખરીદી કરી શકો છો. આ સાથે તમે ક્રેડિટ કાર્ડની મદદથી રેલવે અને ફ્લાઇટની ટિકિટ પણ બુક કરી શકો છો. ક્રેડિટ કાર્ડથી બેન્ક અને કંપનીને સારી એવી આવક થઈ જાય છે. તમે જાણો છો, બેન્ક અને કંપની ક્રેડિટ કાર્ડની મદદથી કેવી રીતે પૈસા કમાય છે. ગ્રાહકની બેદરકારીનાં લીધે બેન્કને ફાયદો થાય છે.
ADVERTISEMENT
વાર્ષિક ફી
કેટલીક બેન્કો ગ્રાહકો પાસેથી વાર્ષિક ફી લે છે. અમુક બેન્ક આ ફી પહેલા જ લઈ લે છે. કોઈ-કોઈ બેન્ક લિમિટથી વધુ ક્રેડિટ કાર્ડનાં ઉપયોગ પર વાર્ષિક ફી માફ કરી દે છે. ઘણી વાર કેટલાક ગ્રાહકો વધુ પડતું ક્રેડિટ કાર્ડ વાપરે છે. જેનાથી કંપનીને ફાયદો થાય છે.
કેશ વિદ્રો
ઘણી વાર ગ્રાહક કેશ વિદ્રો કરવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. જો તમે ક્રેડિટ કાર્ડની મદદથી ATM થી રૂપિયા ઉપાડો છો ત્યારે બેન્ક રોકડ એડવાન્સ ફી ચાર્જ કરે છે. આ ચાર્જ વિદ્રો રોકડનું 2 થી 5 ટકા હોય છે. આ ચાર્જ વધુ હોય છે. આ કારણોસર ગ્રાહક ક્રેડિટ કાર્ડની મદદથી રૂપિયા વિદ્રો કરવાનું પસંદ નથી કરતો.
બેલેન્સ ટ્રાન્સફર ફી
જ્યારે ગ્રાહક એક કાર્ડમાંથી બાકી રકમ બીજા કાર્ડમાં ટ્રાન્સફર કરે છે ત્યારે બેન્ક તેની પાસેથી બેલેન્સ ટ્રાન્સફર ફી લે છે. આ ચાર્જ 3 થી 4 ટકા હોય છે. કેટલીક કંપની બેલેન્સ ટ્રાન્સફર ફીને માફ કરી દે છે.
વાંચવા જેવું: ફ્રોડ કોલ આવે તો શું કરવું? કોમેન્ટમાં એક ફોટો નાખી દો, સરકાર જોઈ લેશે, બચવા 4 વસ્તુ ખાસ કરો
ક્રેડિટ સ્કોર
જો કોઈ વ્યક્તિ સમયસર રૂપિયાની ચુકવણી ન કરે તો તેણે લેટ ફી ભરવી પડે છે. જેની અસર ક્રેડિટ સ્કોર પર પણ પડે છે. નિષ્ણાંતોનાં જણાવ્યા મુજબ ગ્રાહકે ન્યૂનતમ ચાર્જ ભરવો પડે છે.
ફાઇનાન્સ ચાર્જ
ક્રેડિટ કાર્ડ કંપનીઓ અથવા બેન્કો ફાઇનાન્સ ચાર્જ લે છે. કોઈ ગ્રાહક લઘુત્તમ ચાર્જ ન ચૂકવી શકે તો ક્રેડિટ કાર્ડ બાકી રહેલી રકમ પર વ્યાજ વસૂલ કરે છે. તેનાથી બચવા માટે તમારે સમયસર ક્રેડિટ કાર્ડનું બિલ ભરી દેવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.