બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Fraud Call cyber crime prevention : Cyber dost asked people to register their complaint in comment box
Last Updated: 06:21 PM, 12 February 2024
ADVERTISEMENT
જો તમને પણ પૈસાની લાલચ આપતાં અથવા તો જોબ ઓફર કરતાં કોઈપણ પ્રકારનાં ફ્રોડ કોલ આવે છે તો સરકાર હવે તેનો સામનો જાતે કરી લેશે. તમે X પ્લેટફોર્મ પર આ અંગે ફરિયાદ નોંધાવી શકો છો. ગૃહમંત્રાલય દ્વારા હેન્ડલ કરવામાં આવતાં સોશિયલ મીડિયા એકાઉન્ટ સાયબર દોસ્ત દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આવા ફ્રોડ કોલ, જેમા પાર્ટ ટાઈમ જોબ ઓફર કરવામાં આવે છે તેનો સ્ક્રીનશોટ લેવાનો છે અને તેને સાયબર દોસ્તની આ પોસ્ટનાં કમેંટમાં શેર કરવાનું છે.
Have you received a fraud IVR call today offering part time job? If Yes, share the screenshot in comment. #PartTimeJob #FraudCall #Scam pic.twitter.com/YvkXGqOQYT
— Cyber Dost (@Cyberdost) February 11, 2024
ADVERTISEMENT
Cyber Dostનાં એક્સ એકાઉન્ટની આ પોસ્ટ પર હજારો કમેંટ્સ આવી ગઈ છે જેમાં લોકો પોતાની ફરિયાદ નોંધાવી રહ્યાં છે. કમેંટમાં કેટલાક તો એવા મામલા જોવા મળ્યાં જેમાં લોકોને છેતરીને તેમના પૈસા પડાવી દેવામાં આવ્યાં છે. તો કેટલાકને ફેક જોબ ઓફર કરવા માટેનાં કોલ્સ પણ આવ્યાં છે.
અજાણ્યાં નંબરથી સાવધાન
તેવામાં હવે સવાલ એ થાય છે કે કેવી રીતે ઓળખવું કે આ ફ્રોડ કોલ છે? જો તમને કોઈ અજાણ્યાં નંબરથી કોલ આવે છે તો તમારે સાવધાન રહેવું. કોલ રિસીવ કરવાથી પહેલાં આ નંબરની માહિતી ગૂગલ પરથી મેળવી લેવી. કોલ ઉપાડીને પોતાની પર્સનલ માહિતી જેવી કે બેંક એકાઉન્ટનો નંબર, આધાર નંબર કે OTP ન આપવાં.
વિચાર્યા વિના નિર્ણય ન લેવો
ફ્રોડ કોલ કરનારા લોકો તમને તાત્કાલિક જવાબ આપવા માટેનો દબાણ બનાવશે. તેવામાં કોઈપણ પ્રકારની લેનદેન કરવાનો નિર્ણય વિચાર્યા વિના ન કરવો. જરૂર લાગે તો 2 -4 લોકોને આ કોલ અંગે વાત કરીને જ આગળ પગલું ભરવું.
કોલ રેકોર્ડ કરવો
જો તમને શંકા છે કે આ કોલ ફ્રોડ કોલ છે તો તેને રેકોર્ડ કરવું. આ રેકોર્ડિંગ પાછળથી પુરાવા તરીકે કામ આવી શકે છે. જો તમારી સાથે ફ્રોડ થઈ ચૂક્યો છે તો તમારે તાત્કાલિક ધોરણે બેંકનો તેમજ પોલીસનો સંપર્ક કરી લેવો.
વધુ વાંચો: WhatsApp Alert: આ 3 ફ્રોડથી બચીને રહેજો! નહીં તો બેંક એકાઉન્ટ તળિયા ઝાટક થઇ જશે
એક્સ્ટ્રા સેફ્ટી
પોતાના ફોનમાં ટ્રૂ કોલર એપ ઈંસ્ટોલ કરવી. આ અજાણ્યાં નંબર અંગે માહિતી આપે છે. ફ્રોડ કોલ કરનારા લોકો તમને છેતરવાના નવા-નવા રસ્તાઓ શોધશે પણ તમારે શાંતિથી સમજી-વિચારીને જ કોઈ નિર્ણય લેવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.