બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / Banking Stock market closed with a strong rise due to buying in IT shares, market cap reached record high.

માર્કેટ મજામાં / માર્કેટ લાલાઓની બલ્લે બલ્લે, શેરબજારમાં ભારે ઉછાળો, નિફ્ટી વિક્રમી સપાટીએ પહોંચ્યો

Pravin Joshi

Last Updated: 04:28 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 398.60 લાખ કરોડની ઐતિહાસિક ટોચે પહોંચી ગયું છે. રૂ. 400 લાખ કરોડ તેની ઐતિહાસિક ટોચને સ્પર્શવાથી થોડાક જ પગલાં દૂર છે.

ભારતીય શેરબજાર માટે ગુરુવારનું ટ્રેડિંગ સત્ર ઘણું સારું રહ્યું છે. બેન્કિંગ અને આઈટી શેરોમાં નીચલા સ્તરેથી બજારમાં પરત આવેલી ખરીદીને કારણે બજારમાં આ વધારો જોવા મળ્યો છે. આજના સત્રની શરૂઆતમાં સેન્સેક્સ 75,501 પોઈન્ટની હાફ ટાઈમ હાઈને સ્પર્શવામાં સફળ રહ્યો છે. તો નિફ્ટી પણ 22,619ની વિક્રમી સપાટીએ પહોંચી ગયો હતો. બજાર બંધ સમયે BSE સેન્સેક્સ 350 પોઈન્ટના ઉછાળા સાથે 74,227 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 80 પોઈન્ટના ઉછાળા સાથે 22,514 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

માર્કેટ વેલ્યુ રેકોર્ડ હાઈ પર

શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 398.60 લાખ કરોડની ઐતિહાસિક ટોચે પહોંચ્યું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 397.52 લાખ કરોડ હતું. આજના સત્રમાં બજારની મૂડીમાં રૂ. 1.08 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

શેર બજારની ટપોરા જેવી શરૂઆત: સેન્સેક્સ 73,877 પર, IT સ્ટોકમાં આટલો જમ્પ |  share market opening 13 march bse sensex nse nifty

ક્ષેત્રની સ્થિતિ

આજના કારોબાર દરમિયાન બજારમાં બેન્કિંગ શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી, જેના કારણે નિફ્ટી બેન્કિંગ ઈન્ડેક્સ 436 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. આ સિવાય આઈટી ઓટો શેર્સમાં પણ વધારો જોવા મળ્યો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં પણ ખરીદી જોવા મળી હતી. જ્યારે ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, એનર્જી, મીડિયા, રિયલ એસ્ટેટ, એફએમસીજી, ફાર્માના શેર ઘટીને બંધ થયા. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેર ઉછાળા સાથે અને 10 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 27 શેર ઉછાળા સાથે અને 23 નુકસાન સાથે બંધ થયા હતા. ટ્રેડ થયેલા 3947 શેરોમાંથી 2469 શેર વધ્યા હતા જ્યારે 1379 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. 99 શેરોના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

વધુ વાંચો : સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, સોનુ પહેલી વખત 70000 ને પાર પહોંચ્યું

શેરની સ્થિતિ

HDFC બેન્કનો શેર 3.06 ટકા, આઇશર મોટર્સ 2.04 ટકા, ટેક મહિન્દ્રા 1.92 ટકા, ટાઇટન કંપની 1.89 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.71 ટકા, TCS 1.42 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે ઓએનજીસી, શ્રીરામ ફાઇનાન્સ, અદાણી પોર્ટ્સના શેરો ઘટ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ