બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / gold and silver price today at record high gold price today

Gold Price / સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, સોનુ પહેલી વખત 70000 ને પાર પહોંચ્યું

Arohi

Last Updated: 11:51 AM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Price Today: બુધવારે MCX ગોલ્ડ 69778 રૂપિયા પર બંધ થયું હતું. જોકે તેના પહેલા ઈન્ટ્રાડેમાં સોનું 69,999 રૂપિયા સુધી પહોંચ્યું હતું. પરંતુ 70,000ના સ્તરને પાર ન કરી શક્યું.

સોના અને ચાંદીની કિંમત નવી ઊંચાઈ પર પહોંચી ગઈ છે. MCX પર સોનું પહેલી વખતે 70,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના પાર પહોંચી ગયું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ MCX પર સોનું એપ્રિલના વાયદામાં આજે 4 એપ્રિલે 70,248 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ઊંચાઈ પર પહોંચી ગયું છે. 

સોનું 70,000ને પાર 
બુધવારે MCX ગોલ્ડ 69778 રૂપિયા પર બંધ થયું હતું. જોકે તેના પહેલા ઈન્ટ્રાડેમાં સોનું 69,999 રૂપિયા સુધી પહોંચ્યું હતું. પરંતુ 70,000ના સ્તરને પાર ન કરી શક્યું. આ વર્ષે જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી સોનાના ભાવમાં 6,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધારેની તેજી આવી ચુકી છે. જાન્યુઆરીની શરૂઆતમાં સોનું વાયદા 63,600 રૂપિયાના સ્તરની નજીક ટ્રેડ કરી રહ્યું હતું. 

સોનાની કિંમતમાં તેજી કેમ? 
ઘરેલુ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2,300 ડોલર પ્રતિ આઉન્સને પાર નિકળી ગયું છે. સોનાની કિંમતોમાં આ તેજી ઘણા કારણોથી છે. 

ફેડ ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું છે કે તે આ વર્ષે વ્યાજ દરોમાં ઘટાડો કરશે. જોકે હાલ તે સ્પષ્ટ નથી કે આ ઘટાડો ક્યારે કરવામાં આવશે. પરંતુ એનાલિસ્ટ્સે અનુમાન લગાવ્યો છે કે મે મહિનામાં આ સવાલનો જવાબ મળી જશે. બીજી તરફ ડોલરની કમજોરીનો ફાયદો પણ સોનાની કિંમતોને મળ્યો છે. 

ચાંદીમાં પણ રેકોર્ડ તેજી 
સોનાના ઉપરાંત ઘરેલુ બજારમાં ચાંદીની ચમક પણ વધી છે. MCX પર ચાંદીનો મેનો વાયદા બજાર 79766 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. જે ચાંદીની લાઈફ ટાઈમ હાઈ છે. હાલ ચાંદીની કિંમતોમાં લગભગ 1 ટકાની તેજી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ