બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / bank of baroda canara syndicate bank rules change from 1 june related to lpg small saving scheme interest rate how it will effect you

ફેરફાર / 1 જૂનથી બદલાઈ જશે રસોઈ ગેસ, બેંક અને ચેક પેમન્ટના આ નિયમો, જાણી લો તમારા પર થશે કેવી અસર

Bhushita

Last Updated: 07:24 AM, 30 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંકના કામ સાથેની વાત હોય કે રસોઈ ગેસની નવા મહિનાની પહેલી તારીખથી આ નિયમોમાં ફેરફાર આવી જશે. તમારા માટે જાણવું છે જરૂરી.

  • જાણી લો 1 જૂન 2021થી કયા નિયમોમાં આવશે ફેરફાર
  • બેંક સંબંધિત કામ, ઇન્ટરેસ્ટ રેટ કે ચેક પેમેન્ટની રીતમાં આવશે ફેરફાર
  • રસોઈ ગેસના ભાવમાં પણ થઈ શકે છે ફેરફાર

 
એક જૂનની તારીખ આપણા માટે અનેક રીતે ખાસ રહેશે. નવા મહિનાની શરૂઆતમાં જ આપણા માટે અનેક ફેરફાર આવી જશે. બેંકની સાથે જોડાયેલા કામને માટે પણ કેટલાક ફેરફાર આવી રહ્યા છે. અનેક બેંકે તેના કામકાજના સમયમાં પણ ફેરફાર કર્યા છે.  

આ બેંક કરશે મોટા ફેરફાર
કેનેરા બેંક, બેંક ઓફ બરોડા અને સિન્ડિકેટ  બેંક પોતાના ગ્રાહકોને માટે મોટા ફેરફાર લાવી રહી છે. ચેક પેમેન્ટ સાથે જોડાયેલા નિયમ બદલાવવા જઈ રહ્યા છે. કેનેરા બેંક અને સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને માટે તેમના આઈએફએસસી કોડ પણ 1 જુલાઈથી બદલવાનું નક્કી કર્યું છે.

બદલાશે ચેક પેમેન્ટની રીત
બેંક ઓફ બરોડા ગ્રાહકોને માટે 1 જૂનથી ચેકથી પેમેન્ટ કરવાની રીત બદલવાની છે. દગાખોરીનો શિકાર બનનારા બેંકે ગ્રાહકોને માટે પોઝિટિવ પે કન્ફર્મેશન અનિવાર્ય રહેશે. પોઝિટિવ પે પેમેન્ટ એક પ્રકારનું ફ્રોડ પકડવાનું ટૂલ છે.  બેંક ઓફ બરોડાના અધિકારીઓનું કહેવું છે કે ગ્રાહકોનને નવી પોઝિટિવ પે સિસ્ટમના આધારે ચેકની ડિટેલ્સને પણ રિકન્ફર્મ કરવાની રહેશે. જ્યારે તે 2 લાખ રૂપિયા કે તેનાથી બેંકના ચેક જાહેર થશે. આ નિયમ 1 જૂન 2021થી લાગૂ થશે. જેમાં 50000 રૂપિયાથી વધુના ચેક માટેનું કન્ફર્મેશન લેવાશે. જો કોઈ ગ્રાહકની ડિટેલ્સ મેચ નહીં થાય તો તેને રિજેક્ટ કરવામાં આવશે. આ સિવાય તેમાં કોઈ ભૂલ લાગશે તો રિજેક્ટ કરી શકાશે.  

 
રસોઈ ગેસના સિલિન્ડરના ભાવ
1 જૂનથી એલપીજી એટલે કે રસોઈ ગેસના સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર આવી શકે છે. તેલ કંપનીઓ રસોઈ ગેસના નવા ભાવ જાહેર કરે છે. અનેક વાર તો મહિનામાં 2 વાર પણ ભાવમાં વધારો કરાય છે. હાલમાં 14.2 કિલોના સિલિન્ડરના ભાવ 809 રૂપિયા છે. જેમાં નવા મહિને વધારો આવી શકે છે. અથવા આ જ ભાવ સ્થિર રહી શકે છે. 
 

સ્મોલ સેવિંગ્સ સ્કીમના ઈન્ટરેસ્ટ રેટમાં ફેરફાર
PPF, NSC, KVP અને સુકન્યા સમૃદ્ધ જેવી નાની સેવિંગ્સ સ્કીમના વ્યાજના દરમાં પણ આ મહિને ફેરફાર થવાની શક્યતા છે. સરકારની તરફથી દર 3 મહિને સ્મોલ સેવિંગ્સ સ્કીમના નવા વ્યાજ દર લાગૂ કરાય છે. અનેક વાર એવું બને છે કે જૂના વ્યાજ દર જ રિવાઈઝ કરાય છે. 31 માર્ચે 2020-21ની છેલ્લી 3 મહિનામાં નવા વ્યાજ દર નક્કી કરાય છે. 30 જૂને આ નવા ફેરફાર આવે તે શક્ય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

1 st June 2021 Business News Cheque Payments Rules Changes effects ચેક પેમેન્ટ. નિયમ ફેરફાર બેંક રસોઈ ગેસ rules change from 1 june
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ