બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા, વાહનચાલકે કચડી માર્યો, જાણો કેમ

BIG BREAKING / બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા, વાહનચાલકે કચડી માર્યો, જાણો કેમ

Bijal Vyas

Last Updated: 01:47 PM, 17 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરની ઘટના રાજબારી જિલ્લાના સદર ઉપજિલ્લામાં બની હતી, જ્યાં એક હિન્દુ યુવકને કથિત રીતે ઇરાદાપૂર્વક વાહને કચડીને મારી નાખ્યો હતો.

બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના બનાવો સતત સામે આવી રહ્યા છે. તાજેતરની ઘટના રાજબાડી જિલ્લાના સદર ઉપજિલ્લામાં બની હતી, જ્યાં એક હિન્દુ યુવકને કથિત રીતે ઇરાદાપૂર્વક વાહને કચડીને મારી નાખ્યો હતો. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના શુક્રવારે બની હતી, જેના કારણે વિસ્તારમાં તણાવ અને ગુસ્સાનું વાતાવરણ સર્જાયું છે.

મૃતકની ઓળખ 30 વર્ષીય રિપન સાહા તરીકે થઈ છે. તે રાજબાડીમાં ગોલંદાની પાસે કરીમ ફિલિંગ સ્ટેશન પર કામ કરતો હતો. અહેવાલ છે કે, એક ડ્રાઇવર પેટ્રોલ પંપ પર ઇંધણ ભરાવી રહ્યો હતો. પરંતુ જ્યારે તેણે પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો, ત્યારે રિપન સાહાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. આ સમયે, આરોપી ડ્રાઇવરે જાણી જોઇને રિપન પર ગાડી ચલાવી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું.

પોલીસે ઘટનાની તપાસ કર્યા બાદ કહ્યું કે, વાહન જપ્ત કરવામાં આવ્યું છે અને તેના માલિક અબુલ હાશેમની ધરપકડ કરવામાં આવી છે. અબુલ હાશેમ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના રાજબાડી જિલ્લા એકમના ભૂતપૂર્વ ખજાનચી હોવાનું કહેવાય છે. પોલીસે બાનીભાન નિપારા ગામના ડ્રાઇવર કમાલ હુસૈનની પણ ધરપકડ કરી છે.

પોલીસએ માન્યુ હત્યાનો કેસ

રાજબાડી સદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી ખોંડકર ઝિયાઉર રહેમાને જણાવ્યું કે, આ કોઈ અકસ્માત નથી પરંતુ સ્પષ્ટ હત્યાનો કેસ છે. તેમણે જણાવ્યું કે, પીડિત વાહનની સામે ઊભો હતો ત્યારે આરોપીએ પૈસા આપવાનો ઇનકાર કર્યો, અને તેને કચડીને ઘટનાસ્થળેથી ભાગી ગયો. પોલીસે હત્યાનો કેસ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે.

બાંગ્લાદેશમાં સતત હિંદુ સમુદાય પર અત્યાચાર

આ પહેલા પણ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસાના બનાવો બન્યા છે. આ અઠવાડિયે, ફેની જિલ્લાના દાગનભુઇયાન ઉપજિલ્લામાં વધુ એક હિન્દુ યુવાન સમીર દાસની ધારદાર હથિયારોથી હત્યા કરવામાં આવી હતી. તેનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો.

ભારતે 9 જાન્યુઆરીના રોજ બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓ પર સતત થઈ રહેલા હુમલાઓ પર ભારે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે કહ્યું હતું કે, તે હાલત પર નજીકથી નજર રાખી રહ્યું છે અને આશા છે કે બાંગ્લાદેશ સરકાર આવા સાંપ્રદાયિક હિંસાના કિસ્સાઓ સામે કડક પગલાં લેશે. માનવાધિકાર સંગઠનો એમ પણ કહે છે કે, વર્તમાન અંતરિમ સરકાર હેઠળ લઘુમતીઓની સુરક્ષા એક ગંભીર પડકાર છે.

સંકળાયેલા મુદ્દાઓ

bangladesh bangladesh hindu man killed hindu workers
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ