ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ફરાર કોન્સ્ટેબલ નીતા ચૌધરીના સાસરામાં પહોંચ્યું VTV NEWS, પરિવારના લોકો ગામમાં ન રહેતા હોવાનું ખુલ્યું

બનાસકાંઠા / ફરાર કોન્સ્ટેબલ નીતા ચૌધરીના સાસરામાં પહોંચ્યું VTV NEWS, પરિવારના લોકો ગામમાં ન રહેતા હોવાનું ખુલ્યું

Last Updated: 03:35 PM, 11 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છની સસ્પેન્ડે મહિલા કોન્સ્ટેબલ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતા હડકંપ મચી જવા પામ્યો હતો. પોલીસે તેને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. ત્યારે VTV NEWS મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીના સાસરામાં પહોંચ્યું હતું.

ADVERTISEMENT

બનાસકાંઠા: કચ્છની સસ્પેન્ડે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી હાલમાં ફરાર છે, તેના જામીન નામંજૂર થતા નીતા ચૌધરી હાલ ભૂગર્ભમાં જતી રહી છે. ત્યારે પોલીસે તેને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. દરમિયાન VTV NEWS મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીના સાસરામાં પહોંચ્યું હતું. સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીનું સાસરું પાલનપુર તાલુકાના બાદરપુરા ગામ છે. હાલ ગામમાં નીતા ચૌધરીના પતિ નવું મકાન બનાવી રહ્યા છે. VTV NEWS જયારે બાદરપુરા ગામ પહોંચ્યું તો માહિતી મળી કે પતિ, સાસુ, સસરા ગામમાં નથી રહેતા.

નીતા ચૌધરીના સાસુ-સસરા સહિત પરિવારજનો હાલમાં ગામમાં રહેતા નથી. સાથે જ જવા મળ્યું કે નીતા ચૌધરીના પતિ નવું મકાન બનાવી રહ્યા છે. પોપટ મેનાને જુનું પાંજરું નાનું પડ્યું એટલે નવો મહેલ બનાવાઈ રહ્યો છે. જ્યારે મેના હાલ ઉડી ગઈ છે. મેના ક્યાં છે તેનો કોઈને ખ્યાલ નથી. જ્યારે નીતા ચૌધરીના સાસુ અગાઉ સરપંચ પદે રહી ચૂક્યા છે અને ગામમાં પરિવાર સારી પ્રતિષ્ઠા ધરાવે છે. ગામમાં હાલ નીતા ચૌધરીને લઈને કોઈ બોલવા તૈયાર નથી.

ભચાઉના વોન્ટેડ બૂટલેગર સાથે દારૂની ખેપ મારતી વખતે પોલીસે અટકાવતાં પોલીસ પર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કરવાના ગુનાના આરોપી અને સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી હજુ પણ પોલીસની પકડમાં આવી નથી. નીતા ચૌધરીના જામીન રદ થતા નીતા ચૌધરી ફરાર થઈ ગઈ છે. ત્યારે કચ્છ પોલીસની જુદી જુદી ટીમો નીતા ચૌધરીની શોધખોળ કરી રહી છે.

આ પણ વાંચો: '543ની હાજરીમાં આપણા રાહુલજીએ...', પાલનપુરના સત્કાર સમારોહમાં જુઓ શું બોલ્યા સાંસદ ગેનીબેન ઠાકોર

પૂર્વ કચ્છના SP સાગર બાગમારે માહિતી આપતા જણાવ્યું કે 30 જૂનના રોજ ભચાઉ પોલીસ મથકે બે ગુના દાખલ કરાયા હતા. 307ની કલમ હેઠળ બુટલેગર અને નીતા ચૌધરીની અટકાયત કરાઈ હતી. નીચલી કોર્ટે આ કેસમાં જામીન આપતા પોલીસે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. પોલીસની અરજીને ગ્રાહ્ય રાખીને સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા. જામીન નામંજૂર થયાની જાણ થતા પોલીસે અલગ-અલગ ઠેકાણે તપાસ કરી. નીતા ચૌધરીને પકડવા માટે પોલીસની જુદી-જુદી ટીમો કામે લાગી છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Neeta Chaudhary Banaskantha Badarpura
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ