ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / '543ની હાજરીમાં આપણા રાહુલજીએ...', પાલનપુરના સત્કાર સમારોહમાં જુઓ શું બોલ્યા સાંસદ ગેનીબેન ઠાકોર
Last Updated: 01:03 PM, 11 July 2024
ADVERTISEMENT
બનાસકાંઠા: બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનો પાલનપુરમાં સત્કાર સમારોહ યોજાયો. આ સમારોહમાં જ્યાં AICCના પ્રભારી અને સંસદ મુકલ વાસનીક, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. સમારોહમાં મુકલ વાસનીક, શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરની કેળા તુલા કરાઈ હતી. જ્યારે લોકસભામાં વિજય થતા ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના કાર્યકર્તાઓને મામેરારૂપી માતર આપી હતી. મુકુલ વાસનીક, શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવવા હાકલ કરી હતી.
ADVERTISEMENT
સત્કાર સમારોહમાં સંબોધન સમયે સાંસદ ગેનીબેન ઠાકોરે દિલ્લીમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન બનેલી ઘટના વિશે વાત કરતા કહ્યું કે, લોકો મારી સામે આંગળી ચીંધીને કહેતા હતા કે યે બહેન મોદી કે ગઢ સે જીત કે આઈ હૈ. તો વધુમાં ગુજરાતમાં કોંગ્રેસની જીતથી કેન્દ્રીય નેતૃત્વને બળ મળ્યું તે વિશે પણ વાત કરી.
ADVERTISEMENT
ગેનીબેન ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગાંધીજીની વિચારધારાની સામે નોટ રૂપી ગાંધીજી બહુ ચાલ્યા. પણ સત્યનો વિજય થયો. આજે મને અહીં તલવાર આપી છે એ કોઈ હિંસા કરવા નહીં પણ જ્યાં ખોટું કરતા હોય અને ગાંધી ચીંધ્યા માર્ગથી ન સમજે તો તેમની ભાષામાં સમજાવવા માટે છે. 2024ની ચૂંટણીમાં અન્ય લોકસભાના મતદારો અહીં દાખલ કરાવ્યા હતા. બનાસકાંઠા SP થી માંડીને તમામ ડિપાર્ટમેન્ટ દબાવવાની કોશિશ કરી હતી છેવટે તેમણે પ્રિસાઈડિંગ ઓફિસરોની પણ મિટિંગ કરેલી. પણ બનાસકાંઠાની જનતા સાથે હતી એટલે એમનો પાપનો ઘડો ફૂટી ગયો.
ADVERTISEMENT
આ પણ વાંચો: 'અમે જ ઘરની વાત ઘરમાં ન રાખી શક્યા..', જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાની પત્રિકા બની વિવાદોનું કેન્દ્ર
તેમણે આગળ કહ્યું કે આપણે લોકસભાની એક સીટ જીત્યા અને આપણા રાહુલજીને હિંમત આવી અને 543ની હાજરીમાં આપણા રાહુલજીએ પ્રધાનમંત્રી સામે આંગળી કરીને કહ્યું કે અમે તમને ગુજરાતમાં હરાવીશું. આપણા ક્યાં બુથોમાં ખોટું થયું ક્યાં કાર્યકરોને હેરાન કર્યા એનું બધું એનાલિસીસ કરીને એનો રિપોર્ટ બનાવીશું અને કોંગ્રેસ સમિતિને આપીશું. હું દિલ્હી ગઈ તો બધા સાંસદો મારી સામે આંગણી કરીને કહેતા કે યે મોદી કે ગઢ મેં જીત કે આઈ હે. રાહુલજી લોકસભામાં સિંહ ગર્જના કરે એટલે સામેવાળાઓને 5-5 મિનિટે પાણીનો ગ્લાસ પીવો પડે. અમને તો એ જોવાની એટલી મજા આવે કે જાણે અમારા રાહુલજી પીએમ હોય. તો બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જીત બદલ ગેનીબેન ઠાકોરને શુભેચ્છાઓ પાઠવી ભાજપ અને શંકર ચૌધરી ઉપર આકરા પ્રહાર કર્યા.
ADVERTISEMENT
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ