બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 'અમે જ ઘરની વાત ઘરમાં ન રાખી શક્યા..', જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાની પત્રિકા બની વિવાદોનું કેન્દ્ર

ડખો / 'અમે જ ઘરની વાત ઘરમાં ન રાખી શક્યા..', જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાની પત્રિકા બની વિવાદોનું કેન્દ્ર

Last Updated: 12:35 PM, 11 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રના બે દિગ્ગજ લેઉઆ પાટીદાર આગેવાનો વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. જયેશ રાદડીયા અને નરેશ પટેલ વચ્ચે હવે બદલાની રાજનીતિ શરૂ થયાની ચર્ચાઓ છે.

રાજકોટ: સૌરાષ્ટ્રના બે દિગ્ગજ લેઉઆ પાટીદાર આગેવાનો વચ્ચે શીતયુદ્ધના અહેવાલો સામે આવી રહ્યા છે. ચૂંટણીમાં થયેલા મનભેદ વચ્ચે જયેશ રાદડીયા અને નરેશ પટેલ વચ્ચે હવે શીતયુદ્ધ વકર્યુ છે. જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે હવે બદલાની રાજનીતિ શરૂ થયાની ચર્ચાઓ છે. રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાની અપીલનો મુદ્દો હવે બની વિવાદોનું કેન્દ્ર બની ગયો છે. ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાની ખોડલધામની પત્રિકા વાયરલ થઈ હતી.

ત્યારે હવે એવી ચર્ચાઓ જાગી છે કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે બદલાની રાજનીતિ રમાઈ રહી છે. ઈફ્કોની ચૂંટણી વખતે રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાની ખોડલધામની અપીલ બાદ હવે જયેશ રાદડિયા એકશનમાં આવી ગયા છે. તેમણે નરેશ પટેલના ખાસ ગણાતા દિનેશ કુંભાણીના ફર્ટિલાઈઝરની સપ્લાય બંધ કરાવી દીધી છે. જેને લીધે દિનેશ કુંભાણીને મોટો ઝટકો લાગ્યો છે. જયેશ રાદડીયા રાજકોટ, મોરબીની સહકારી મંડળીઓમાં પ્રભુત્વ ધરાવે છે, રાજકોટ બેડી યાર્ડમાં પણ રાદડિયા જૂથનો દબદબો રહ્યો છે. ત્યારે બંને જિલ્લાની સહકારી મંડળીઓમાં નર્મદા બાયોટેક ફર્ટિલાઈઝરની સપ્લાય બંધ કરાવી દીધી છે.

PROMOTIONAL 10

સૌરાષ્ટ્રના રાજકારણમાં હવે બે દિગ્ગજ લેઉઆ પાટીદાર નેતાઓ વચ્ચે શીતયુદ્ધ જામ્યું છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે હવે આરપારની રાજનીતિ રમાઈ રહી છે. રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાની અપીલ હવે વિવાદોનું કેન્દ્ર બની છે. ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાની ખોડલધામની પત્રિકા વાયરલ થઈ હતી. જેને લઈને હવે બંને દિગ્ગજો વચ્ચે બદલાની રાજનીતિ શરૂ થયાની ચર્ચા છે. ઈફ્કોની ચૂંટણીમાં ભાજપનું મેન્ડેટ હોવા છતાં બીપીન ગોતાને જયેશ રાદડિયાએ હરાવ્યા હતા. તો ખોડલધામનો રાજકીય ઉપયોગ ન કરવા અંગે જયેશ રાદડિયાએ ટકોર પણ કરી હતી. તો હવે શીતયુદ્ધ વચ્ચે નરેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે.

આ પણ વાંચો: મનસુખ માંડવિયાએ લીધી ઘેડ પંથકની મુલાકાત, ખેડૂતોને આપી વળતરની ખાતરી, કહ્યું 'સર્વે શરૂ કરી દેવાયો'

શીતયુદ્ધ વચ્ચે નરેશ પટેલની સામે આવી પ્રતિક્રિયા

નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેના વિવાદની ચાલતી વાતો વચ્ચે નરેશ પટેલે સ્પષ્ટતા કરી કે ખોડલધામ તરફથી કોઈ રાગ દ્વેશ રાખવામાં નથી આવતો, હું ખોડલધામ તરફથી ખાતરી આપું છું કે કોઈ રાગદ્વેશ નથી, જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા તેને જ્યારે જરૂર પડે છે ત્યારે તેમની સાથે ઉભા છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે કહ્યું કે, સરદાર પટેલ રાષ્ટ્રને કહી ગયા કે ઘરની વાત ઘરમાં જ રાખવી, પણ અમે જ ન રાખી શક્યા તેનું મને દુ:ખ છે. જયેશ રાદડિયા સાથે હંમેશા ખોડલધામ અને નરેશ પટેલ ઉભા રહેશે. અમે દરેક સમાજ સાથે ઉભા છીએ તો ઘરમાં તો સમાધાનની નીતિ છે. જયેશ રાદડિયા સામે મને કોઈ વાંધો નથી. જયેશ રાદડિયાને જ્યારે જરૂર પડશે ત્યારે ખોડલધામ તેની સાથે ઉભું રહેશે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jayesh Radadia Patidar Leaders Naresh Patel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ