ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / મનસુખ માંડવિયાએ લીધી ઘેડ પંથકની મુલાકાત, ખેડૂતોને આપી વળતરની ખાતરી, કહ્યું 'સર્વે શરૂ કરી દેવાયો'

મુલાકાત / મનસુખ માંડવિયાએ લીધી ઘેડ પંથકની મુલાકાત, ખેડૂતોને આપી વળતરની ખાતરી, કહ્યું 'સર્વે શરૂ કરી દેવાયો'

Last Updated: 03:25 PM, 8 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘંડ પંથકની સમસ્યાનો અંત આવશે. ત્યારે પોરબંધરનાં સાંસદે ઘેડ પંથકની મુલાકાત લીધી હતી. તેમજ પાણીમાં પાક નિષ્ફળ અંગે સર્વે કરાશે.

ADVERTISEMENT

ઘેડ પંથકમાં ભરાતા પાણીની સમસ્યાનુ સમાધાન આવશે, પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ ઘેડ પંથકની મુલાકાત લીધી, ભારે વરસાદ બાદ ઘેડ પંથક જળબંબાકાર બની જતો હોય છે તે અંગે મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતુ કે ઘેડ પંથકનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે, જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી સુધીમાં સર્વે થઈ ગયા બાદ માર્ચ મહિનામાં બજેટમાં સમાવેશ કરાશે, અને પાણીમાં જેમનો પાક નિષ્ફળ ગયો છે તે માટે પણ 1 સપ્તાહમાં સર્વે થયા બાદ વળતર ચૂકવવામાં આવશે.

આખા ઘેડ પંથકનો સર્વે હાથ ધરાશે

આ બાબતે સાંસદ મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદ આવે ત્યારે તરત જ પાણીનો નિકાલ થઈ જાય.એના માટે શું કરવું જોઈએ. એના માટે ડીટેઈલ વાતચીત થઈ છે. આપણે નક્કી કર્યું છે કે, જાન્યુઆરી, ફ્રેબ્રુઆરી મહિનાં સુધીમાં આપણા આખા ઘેડ પંથકનો એક સર્વે થઈ જાય. ક્યાં ક્યાં નાળા આપણે દાબી દીધા છે. નદીઓને સાંકડી કરી નાંખી છે. પાણી ભરાય છે, ઉપરથી કેટલું પાણી આવે છે. આપણે જ્યાં ત્યાં પાણીનો નિકાલ કેટલો છે. તેમજ નિકાલ નથી તો નિકાલ થઈ જાય તેના માટે શું કરવું જોઈએ. એના માટે એક સર્વે ચાલુ કરાવી દીધો છે.

વધુ વાંચોઃ ભાડા બાબતે સુરતમાં યુવતી સાથે મકાન માલિકની મારામારી, વટાવી ક્રૂરતાની તમામ હદ, જુઓ photo

પાક નુકશાન થયું હોય ત્યાં સર્વે હાથ ધરાશે

સર્વે જાન્યુઆરી, ફ્રેબ્રુઆરી સુધી પુરો થઈ જશે. તો માર્ચ મહિનામાં બજેટ આવે. ત્યારે બજેટમાં એનો સમાવેશ કરી અને આપણા ઘેડ પંથકનો પ્રશ્ન કાયમ માટે ઉકેલાય એના માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ અત્યારે જે રસ્તા ધોવાયા હોય, પાળા ધોવાયા હોય, આપણા પાકને નુકશાન થયું હોય તે માટે સર્વે હાથ ધરવામાં આવશે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rainwater Ghed Panthak Porbandar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ