ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ભાડા બાબતે સુરતમાં યુવતી સાથે મકાન માલિકની મારામારી, વટાવી ક્રૂરતાની તમામ હદ, જુઓ photo

શરમજનક ઘટના / ભાડા બાબતે સુરતમાં યુવતી સાથે મકાન માલિકની મારામારી, વટાવી ક્રૂરતાની તમામ હદ, જુઓ photo

Last Updated: 03:12 PM, 8 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં શૈતાનને શરમાવતો મકાન માલિકનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં ભાડા બાબતે યુવતીને મકાન માલીક દ્વારા ઢોર માર માર્યો હતો. આ બાબતે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ થરી છે.

ADVERTISEMENT

સુરતમાં મકાનનાં ભાડા બાબતે મકાન માલિક તેમજ અન્ય બે થી ત્રણ જેટલા વ્યક્તિઓ દ્વારા યુવતીઓને માર મારતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

મકાન માલીક અને યુવતી વચ્ચે તકરાર થવા પામી

મળતી માહિતી મુજબ મુંબઈની રહેવાસી અને ઈવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલ બે યુવતીઓ દ્વારા સુરતમાં મકાન ભાડે રાખી ઈવેન્ટનું કામ કરતી હતી. ત્યારે યુવતીઓ દ્વારા છેલ્લા બે મહિનાનું ભાડું ચૂકવવાનું બાકી હોઈ મકાન માલિક સહિત ત્રણ શખ્શો આજે ઘરમાં ઘૂસી ગયા હતા. જે બાદ મકાન માલીક અને યુવતીઓ વચ્ચે મકાનનાં ભાડાને લઈ તકરાર થવા પામી હતી. જે બાદ તકરાર એટલી હદે વધી ગઈ કે મકાન માલિક અને યુવતી વચ્ચે છુટા હાથની મારા મારી થવા પામી હતી. જેમાં યુવતીને હાથ પગ તેમજ માથાનાં ભાગે ઈજાઓ પહોંચવા પામી હતી.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

યુવતીને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ યુવતી ઉમરા પોલીસ મથકે ગઈ હતી. જ્યાં તેણે મકાન માલિક વિરૂદ્ધ લેખિતમાં અરજી આપી હતી. પોલીસે યુવતીની અરજીનાં આધારે ત્રણ શખ્શો વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા B.N.S. કલમ 351 (1)(3), 115 (2), 74, 54 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુ વાંચોઃ જુનિયર ક્લાર્કને લઇને મહત્વના સમાચાર: આવતી કાલે બહાર પડાશે આ યાદી, તૈયાર થઇ જાઓ

પોલીસ દ્વારા યુવતીની ફરિયાદનાં આઘારે ગુનો દાખલ

આ સમગ્ર બાબતે ઉમરા પોલીસ મથકનાં પી.આઈ. જે.જી. પટેલે જણાવ્યું હતું કે, યુવતીની ફરિયાદનાં આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ ત્રણ લોકો સામે માર મારવાની કલમ હેઠળ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. તેમજ યુવતીએ આ સમગ્ર ઘટનાનાં વીડિયો આપ્યા છે. તેમજ આ બાબતે તપાસ ચાલુ છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Police Complaint Video Viral Surat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ