બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / badrinath yatra 2023 starting date tradition of garud chad significance

ધર્મ / 27મીએ ખુલશે બદ્રીનાથના કપાટ: તેની પહેલા કરવામાં આવશે ગરૂડ દેવતાની પૂજા, જાણો આખરે કેમ

Manisha Jogi

Last Updated: 04:36 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

27 એપ્રિલના રોજ બદ્રીનાથ ધામના કપાટ ખુલશે. મંદિરના કપાટ ખુલ્યા પહેલા જોશીમઠ મંદિરમાં સ્થિત નરસિંહ મંદિરમાં ગરુડ છાડ ઉત્સવ ઊજવવાની પરંપરા છે.

  • 27 એપ્રિલના રોજ બદ્રીનાથ ધામના કપાટ ખુલશે.
  • કપાટ ખુલ્યા પહેલા ગરુડ છાડ ઉત્સવ ઊજવવાની પરંપરા.
  • જુઓ આ પૂજાનું વિશેષ મહત્ત્વ. 

ઉત્તરાખંડમાં બદ્રીનાથ ધામ ભગવાન વિષ્ણુના પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે. 27 એપ્રિલના રોજ બદ્રીનાથ ધામના કપાટ ખુલશે. પરંપરાગત રીતે પૂજા કર્યા પછી સવારે  07:00 વાગ્યે મંદિરના કપાટ ખોલવામાં આવશે. મંદિરના કપાટ ખુલ્યા પહેલા જોશીમઠ મંદિરમાં સ્થિત નરસિંહ મંદિરમાં ગરુડ છાડ ઉત્સવ ઊજવવાની પરંપરા છે. દર વર્ષે જોશીમઠમાં થનાર ગરુડ છાડ મેળામાં બદ્રીનાથના ભક્તો પણ શામેલ થાય છે. બદ્રીનાથની પૂજા સાથે જોડાયેલ પરંપરા વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

ગરુડ પૂજાનું ધાર્મિક મહત્ત્વ
ગરુડ છાડ ઉત્સવની પરંપરા ભગવાન વિષ્ણુ અને તેમની સવારી મનાતા ગરુડ દેવતા સાથે જોડાયેલ છે. ગરુડ છાડ ઉત્સવના દિવસે ભગવાન વિષ્ણુ ગરુડ પર સવાર થઈને જોશીમઠથી પાવન ધામ તરફ પ્રસ્થાન કરે છે. આ ઉત્સવમાં રસ્સીની મદદથી ભગવાન વિષ્ણુ અને ગરુડના પ્રતિકને લાવવામાં આવે છે. ધાર્મિક પરંપરા અનુસાર દર વર્ષે આ ઉત્સવમાં લાકડીથી બનેલ ગરુડ દેવતાની પ્રતિમાને રસ્સીથી બાંધીને બીજા છેડા તરફ મોકલવામાં આવે છે. 

ગરુડ છાડ ઉત્સવની ઊજવણી 
ભગવાન બદ્રીનાથ સાથે જોડાયેલ પરંપરાને નિભાવવા માટે જોશીમઠમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો શામેલ થાય છે. સ્થાનિક લોકોની માન્યતા અનુસાર આ રસ્સી સાથે જોડાયેલ ગરુડ દેવતાને જે મહિલા અડી જાય તેના પર ગરુડ દેવતાની અપરંપાર કૃપા રહે છે. સ્વસ્થ અને સુંદર સંતાન મેળવવાની ઈચ્છા પૂર્ણ થાય છે. બદ્રીનાથ મંદિર સાથે જોડાયેલ પૂજારી ભાસ્કર ડિમરી અનુસાર ગરુડ દેવતાની આ મૂર્તિ ખૂબ જ જૂની છે અને તેનું પૌરાણિક મહત્ત્વ રહેલું છે. આ પવિત્ર મૂર્તિને રસ્સીથી અડધા કિમી સુધી પ્રતિકાત્મક રીતે બદ્રીનાથ મંદિર તરફ ઉડાડવામાં આવે છે. ગરુડ છાડ ઉત્સવના દિવસે જોશીમઠ સ્થિત નૃસિંહ મંદિરમાં વિધિ વિધાનથી પૂજા પાઠ, ભજન, કિર્તન તથા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. 

બદ્રીનાથ ધામના કપાટ
ગરુડ છાડ ઉત્સવ પછી 25 એપ્રિલના રોજ આ કળશ યાત્રા પાંડુકેશ્વર અને 26 એપ્રિલ 2023ના રોજ બદ્રીવિશાલ ધામ પહોંચી જશે. ઉત્સવ પછીના દિવસે રાવલ પૂજારીઓ દ્વારા ભાવિક ભક્તો માટે મંદિરના ભવ્ય કપાટ ખોલવામાં આવશે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ