ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / bad phase for indian auto sector 3 5 lakh job cuts in 4 month marutis production halt and tata motors closed plant
ADVERTISEMENT
ઓટો ઇન્ડસ્ટ્રીઝના એક વરિષ્ઠ સૂત્રોએ રોઇટર્સને જણાવ્યું છે કે શરૂઆતી અનુમાનોથી જાણવા મળે છે કે વાહન નિર્માતા, ઓટો કોમ્પોનેન્ટ નિર્માતા અને ડીલર એપ્રિલથી અત્યાર સુધી લગભગ 3,50000 કર્મચારીઓની છટણી કરી ચૂક્યા છે. એક સૂત્રએ કહ્યું છે કે કાર અને મોટરસાઇકલ નિર્માતાઓએ 15000 અને ઓટો કોમ્પોનેન્ટ નિર્માતાઓએ 1,00,000 લોકોની છટણી કરી છે. જ્યારે બાકી નોકરીઓ ડીલર સ્તરે ગૂમાવાઇ છે.
ADVERTISEMENT

ઓટો ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા અધિકારીઓની નાણા મંત્રાલય સાથે બેઠક
ADVERTISEMENT
ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા એક વરિષ્ઠ સૂત્રોએ જણાવ્યું કે આ સેક્ટરને ફરી પાટા પર લાવવા માટે, ઓટો જગત સાથે જોડાયેલા અધિકારીઓએ બુધવારે નાણા મંત્રાલયના અધિકારીઓ સાથે એક બેઠકની યોજના બનાવી છે. આ બેઠકમાં ડીલરો અને ઉપભોક્તાઓ બંને માટે ધિરાણના કરમાં ઘટાડો અને સરળ ડીલીવરીની માંગ પર ધ્યાન આપવામાં આવશે. ઓટોમોટિવ કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ACMA), વ્યાપાર મંડળના ડાયરેક્ટર જનરલ વિન્ની મેહતાએ જાહેર કર્યું હતું કે ઓટો સેક્ટર મંદીનો સામનો કરી રહ્યું છે.
માંગ ઘટવાને કારણે જાપાની મોટરસાઇકલ નિર્માતા યામાહા મોટર અને ફ્રાન્સના વૈલેઓ અને સુબ્રોસ સહિત ઓટો કોમ્પોનેન્ટ્સના નિર્માતાઓ લગભગ 1700 હંગામી શ્રમિકોની છટણી કરી છે. જાપાનના ડેન્સો કોર્પ અને સુઝુકી મોટર કોર્પની ભાગેદારી વાળી સુબ્રોસે 800 કર્મચારીઓની છટણી કરી ચૂકી છે. ઘરેલૂ પાર્ટ્સ નિર્માતા કંપની વીગીજી કૌશિકોએ 500 લોકોને નોકરીમાંથી કાઢી ચૂકી છે, જ્યારે યામાહા અને વૈલેઓએ ગત મહીને 200 લોકોની છટણી કરી છે. આ દરમિયાન સમાચાર મળ્યા છે કે ઓટોમોટિવ સપ્લાયર વ્હીલ્સ ઇન્ડિયા પોતાના હંગામી કર્મચારીઓની સંખ્યામાં 800નો ઘટાડો કરી શકે છે.
ADVERTISEMENT
બજાજ ઓટોના વેચાણમાં ઘટાડો
બજાજ ઓટોનું કુલ વેચાણ જુલાઇ મહીનામાં 5 ટકા ઘટીને 3,81,530 વાહનો પર આવી ગયું છે. કંપનીએ એક નિવેદનમાં આ અંગે જાણકારી આપી છે. ગત વર્ષ જુલાઇમાં બજાજે 4,00,343 વાહનોનું વેચાણ કર્યું હતું. આ દરમિયાન તેનું ઘરેલૂ વેચાણ ગત વર્ષના 2,37,511 વાહનોની તુલનામાં 13 ટકા ઘટીને 2,05,470 વાહનો પર આવી ગયું છે.
ADVERTISEMENT

ટાટા મોટર્સે 4 પ્લાન્ટ બંધ કર્યા
ADVERTISEMENT
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ ગત 6 મહીનામાં પોતાના હંગામી કર્મચારીઓની સંખ્યામાં 6 ટકાનો ઘટાડો કર્યો છે. ટાટા મોટર્સે ગત બે સપ્તાહમાં પોતાના 4 પ્લાન્ટ બંધ કર્યા છે. જ્યારે મહિન્દ્રાએ કહ્યું છે કે, એપ્રિલ અને જુન વચ્ચે તેના અલગ-અલગ પ્લાન્ટમાંથી લગભગ 5થી 13 દિવસ સુધી કોઇ પ્રોડક્શન જ નથી થયું. સૂત્રો અનુસાર હોન્ડાએ 16 જુલાઇથી રાજસ્થાનમાં ખાતેના પ્લાન્ટમાં કેટલીક કારના મોડલનું પ્રોડક્શન બંધ કરી દીધું છે અને 26 જુલાઇથી 15 દિવસો માટે ગ્રેટર નોઇડા ખાતે આવેલા બીજા પ્લાન્ટમાં મેન્યૂફેક્ચરિંગને રોકી દેવાયું છે.
દેશની જીડીપી (GDP)માં 7 ટકાથી વધારેનું યોગદાન આપનાર ઓટો સેક્ટર હાલ સૌથી ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યું છે. એક અનુમાન અનુસાર ઓટો સેક્ટરમાં ઘટાડાથી મંદીમાં વધારો થઇ શકે છે. ઓટો સેક્ટર પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપે 3.5 કરોડથી વધારે લોકોને રોજગાર આપે છે. જે મેન્યૂફ્રેક્ચરિંગ પ્રોડક્શન સેક્ટરથી મળનારી નોકરીઓનો લગભગ અડધો હિસ્સો છે. એક ખાનગી ડેટા સમૂહ સીએમઆઇઇ અનુસાર જુલાઇ 2019માં બેરોજગારીનો દર વધીને 5.66થી વધીને 7.51 ટકા થઇ ગયો છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર માટે ઓટો સેક્ટરમાં મંદી સૌથી મોટો પડકાર બની રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો