બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ayushman bharat yojana recruitment how to apply for ayushman mitra salary and process

તમારા કામનું / મોદી સરકારની ખાસ યોજના: દર મહિને મળશે 15 હજારનું વેતન, ફટાફટ જાણી લો કેવી રીતે કરશો અરજી

MayurN

Last Updated: 01:05 PM, 14 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'આયુષ્માન ભારત યોજના'ના હેઠળ પાંચ વર્ષમાં 10 લાખ નોકરીઓ ઉભી કરવાનો લક્ષ્યાંક જાણો કેવી રીતે બની શકો છો આયુષ મિત્ર, શું છે પગાર અને લાયકાત

  • આયુષ્માન ભારત યોજના હેઠળ રોજગાર
  • 15 હાજર પગાર અને ઇન્સેન્ટીવ મળે છે
  • પાંચ વર્ષમાં 10 લાખ નોકરીઓ ઉભી થશે

મોદી સરકારની સૌથી મહત્વાકાંક્ષી 'આયુષ્માન ભારત યોજના'ના દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વખાણ થાય છે. આ યોજના ગરીબોને વધુ સારી સારવારમાં મદદ કરી રહી છે. આરોગ્ય યોજના હોવાની સાથે સાથે તેમાંથી લોકોને રોજગારી પણ મળી રહી છે. મોદી સરકારે આયુષ્યમાન યોજના હેઠળ પાંચ વર્ષમાં 10 લાખ નોકરીઓ ઉભી કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.

કેવી રીતે કરે છે કાર્ય?
આ યોજના હેઠળ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં એક લાખથી વધુ આયુષ્માન મિત્રો તૈનાત કરવામાં આવ્યા છે. આયુષ્યમાન મિત્રોને પગારની સાથે સાથે અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે. જો તમે પણ સરકારની આ સ્કીમમાં જોડાવવા માંગો છો તો તમે આયુષ્યમાન મિત્ર બનીને દર મહિને 15 હજાર રૂપિયા સુધીનો ફાયદો મેળવી શકો છો. સ્વાસ્થ્ય મંત્રાલય અને કૌશલ્ય વિકાસ મંત્રાલય આયુષ્માન મિત્રની ભરતી માટે સાથે મળીને કામ કરે છે.

આયુષ્માન મિત્રનું કામ
આયુષ્માન મિત્રના મુખ્ય એક્શન પ્લાન સાથે જોડાયેલ દરેક લાભ લાભાર્થીને આપવાનું છે. તેઓ સરકારની યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલોમાં તૈનાત છે. આયુષ્યમાન મિત્રા કોઈની માટે અરજી કરવા અને તેનું આયુષ્માન કાર્ડ બનાવવા માટે જવાબદાર છે. તેમની પસંદગી 12 મહિનાના કરારના આધારે કરવામાં આવે છે. તેને 12 મહિના પૂરા થવા પર વધારી શકાય છે.

પગાર અને વધારાનું વળતર
આયુષ્માન મિત્રને દર મહિને 15 હજાર રૂપિયા પગાર મળે છે. આ સિવાય દરેક દર્દી પર 50 રૂપિયાનું ઇન્સેન્ટીવ પણ મળે છે. દરેક જિલ્લા પર આયુષ્યમાન મિત્રની નિમણૂક કરવામાં આવે છે. તેમની નિમણૂક જિલ્લા કક્ષાની એજન્સી દ્વારા કરવામાં આવે છે. પસંદગી પછી, તાલીમની જવાબદારી કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયની છે.

આયુષ્યમાન મિત્ર બનવાની પાત્રતા
અરજદાર 12મું પાસ હોવું જોઈએ. ઉપરાંત, કમ્પ્યુટર અને ઇન્ટરનેટની માહિતી હોવી જોઈએ. અરજદારે આયુષમાન મિત્ર તાલીમ અભ્યાસક્રમ પૂર્ણ કરી લીધેલ હોય અને સ્થાનિક ભાષા આવડવી જોઈએ. અરજદારોની ઉંમર 32 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તેની નિમણૂકમાં મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Aayushman Bharat Yojna PM Narendra Modi ayushman mitr incentive recruitment Ayushman Bharat Yojana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ