બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / ડિહાઇડ્રેશનને દૂર કરીને શરીરને ઠંડુ કરી નાખે છે આ આયુર્વેદિક ઉપાય, બસ ફોલો કરો આ 4 ટિપ્સ
Last Updated: 12:10 PM, 24 May 2024
ગરમી અને વધતા તાપમાનના કારણે શરીરને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખૂબ પરસેવો નિકળવાથી પણ ડિહાઈડ્રેશનન થઈ શકે છે. એવામાં અમુક લોકો ફક્ત પંખા કે ACમાં જ બેસી રહેવાનું પસંદ કરે છે. તેનાથી શરીરના તાપમાનને ઓછુ કરી શકાય છે અને અંદરથી શરીરને ઠંડુ બનાવવામાં મદદ મળે છે.
ADVERTISEMENT
જોકે શરીરની અંદરના ટેમ્પરેચરને ઓછુ કરવા માટે તમે અમુક આયુર્વેદિક ઉપાય પણ અપનાવી શકો છો. જો શરીરની અંદર ગરમી વધારે વધી જાય તો ડિહાઈડ્રેશન, હીટ સ્ટ્રોક, ચક્કર આવવા, ઉલ્ટી અને ઝાડાની સમસ્યા થઈ શકે છે. એવામાં અમુક આયુર્વેદિક રીત અપનાવવાથી બોડીમાં કૂલિંગ ઈફેક્ટ્સ લાવી શકાય છે.
ADVERTISEMENT
ભોજનમાં ફેરફાર
જ્યારે શરીરમાં પિત્ત ખૂબ વધારે વધી જાય છે તો તાપમાન પણ વધી જાય છે. માટે તમને વધારે ગરમીનો અનુભવ થાય છે. એવામાં શરીરને ઠંડુ રાખવા અને હીટથી છુટકારો મેળવવાની જરૂર હોય છે ભોજનમાં ઓછુ તેલ અને મસાલા વાળી વસ્તુઓ શામેલ કરો. ભોજનમાં વધારેમાં વધારે ફળ અને શાકભાજીનો ઉપયોગ કરો. તમે તરબૂચ, ટેટી, સફરજન, જાંબુ, ખીરા જેવી વસ્તુઓનું સેવન કરો જે શરીરને અંદરથી કૂલ રાખશે.
સ્નાન પહેલા નારિયેળ તેલની મસાજ
શરીરને નેચરલી ઠંડુ રાખવા માટે ઘણા પ્રકારના કૂલિંગ ઓયલ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી શરીરને ઠંડુ રાખવામાં મદદ મળે છે. ઉનાળામાં સ્નાન પહેલા ખસ, ચંદન અને ચમેલીના તેલથી મસાજ કરવું ફાયદાકારક છે. તમે નારિયેળ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. નહાતા પહેલા નારિયેળ તેલથી મસાજ કરવાથી શરીરને ઠંડક મળે છે.
માટલાનું પાણી પીવો
ગરમીમાં ફ્રિઝનું પાણી, આઈસ ક્રીમ અને બરફથી બનેલી વસ્તુઓથી શરીરને તરત ઠંડક મળી જાય છે. પરંતુ તેની અસર લાંબા સમય સુધી નથી રહેતી. અમુક સમય બાદ શરીરનું તાપમાન ફરીથી વધી જાય છે. જ્યારે તમે માટલાનું પાણી પીવો છો તો તેનાથી શરીર લાંબા સમય સુધી કૂલ રહે છે. માટલાના પાણીની શરીર પર કોઈ નકારાત્મક અસર નથી જોવા મળતી. તેનાથી શરીર કૂલ ડાઉન થાય છે.
વધુ વાંચો: શું હજુ સુધી ફોનમાંથી નથી હટાવી આ ફાઇલ? તો ચેતી જજો, નહીંતર તમારો મોબાઇલ થઇ જશે બેકાર
સમય પર ખાઓ
ઉનાળામાં લોકોને ભૂખ ન લાગવાની ફરિયાદ રહે છે. ઘણી વખત લોકો ગમેત્યારે ભોજન કરે છે. તેનાથી પરેશાની થઈ શકે છે. વધારે સમય સુધી ભુખ્યા રહેવાથી છાતીમાં બળતરા થવા લાગે છે અને શરીરમાં તાપમાન વધી જાય છે. એવામાં શરીરને ઠંડુ રાખવા માટે હલ્કુ ભોજન કરો. પરંતુ મીલ સ્કિપ ન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.