બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / ટેક અને ઓટો / શું હજુ સુધી ફોનમાંથી નથી હટાવી આ ફાઇલ? તો ચેતી જજો, નહીંતર તમારો મોબાઇલ થઇ જશે બેકાર
Last Updated: 11:12 AM, 24 May 2024
ઘણા લોકો ફરિયાદ કરે છે કે ફોન જેવો જુનો થાય તો સ્લો થવા લાગે છે એવું એટલા માટે થાય છે કે આપણે અમુક મામુલી વસ્તુઓ પર ધ્યાન નથી આપતા. Cache શબ્દને તો તમે સાંભળ્યો જ હશે. પરંતુ આ શું છે અને ફોન માટે કેવી રીતે નુકસાનકારક છે તે ઘણા ઓછા લોકોને ખબર હશે. આવો જાણીએ Cache ફોનથી કેવી રીતે ક્લિયર કરવામાં આવે છે અને કેવી રીતે તે તમારા ફોન પર ખરાબ અસર કરે છે.
ADVERTISEMENT

Cacheને ક્લિયર કરવા માટે પોતાના એન્ડ્રોયડ ફોન પર સેટિંગ એપ પર જાઓ અને તેને ઓપન કરો. પોતાના સેટિંગ મેનૂમાં સ્ટોરેજ સેક્શન પર જાઓ. તમારા ડિવાઈસના મોડલના હિસાબથી સેક્શન અલગ અલગ જગ્યાઓ પર થઈ શકે છે.
ADVERTISEMENT
એક વખત સ્ટોરેજ Menuમાં, ઈન્સ્ટોલ કરેલી એપ્લિકેશનની લિસ્ટ જોવા માટે એપ્સ કે એપ સ્ટોરેજ પર ટેપ કરો. હવે તે એપને સિલ્કેટ કરો જેના માટે તમે કેશ કે ડેટા સાફ કરવા માંગો છો.

ADVERTISEMENT
એપની સેટિંગમાં તમને 'Clear Cache' અને 'Clear Storage'નું ઓપ્શન જોવા મળશે. ટેમ્પ્રેરી ફાઈલને હટાવવા માટે 'Clear Cache' પર ટેપ કરો. 'Clear Storage' સાવધાનીથી સિલેક્ટ કરો કારણ કે તે બધા એપ ડેટાને ડિલિટ કરી નાખશે. જેનાથી તમને ફરીથી લોગઈન કરવા અને સંભવિત રીતે એપને ફરીથી સેટ કરવાની જરૂર હોય છે.
Cache ક્લિયર ન કરવાથી ફોનનું પરફોર્મન્સ ખરાબ થવા લાગે છે. Cache ફાઈલ સમયની સાથે સ્ટોર થઈ જાય છે અને આ તમારા ફોનના સ્ટોરેજ લોકેશન અને સિસ્ટમને ભરી શકે છે. ફોનમાં સ્ટોરેજ ફૂલ થવાથી ઘણા પ્રકારની મુશ્કેલી આવે છે. જેમ કે તેનાથી એપ લોડિંગ ટાઈમ સ્લો થઈ શકે છે. એપની વચ્ચે સ્વિચ કરવામાં મોડુ થઈ શકે છે અને અહીં સુધી કે ફોન સ્લો કામ કરવા લાગે છે.
ADVERTISEMENT

વધુ વાંચો: દૂધની સાથે કરો આ 4 વસ્તુઓનું સેવન, હાડકા મજબૂત થવાની સાથે પેટની બિમારીઓથી પણ મળશે છુટકારો
ADVERTISEMENT
iPhone પર કેવી રીતે ક્લિયર કરશો Cache?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.