બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Ayodhya ram mandir pran pratishta main prasad is being made in ahmedabad gujarat

રામમંદિર / માત્ર ધ્વજદંડ કે અજય બાણ જ નહીં, પ્રસાદના 20 હજાર બોક્સ પણ અમદાવાદથી જશે અયોધ્યા, આયોજકે માન્યો PMનો આભાર

Vaidehi

Last Updated: 07:13 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં અયોધ્યાનો મહાપ્રસાદ તૈયાર થઈ રહ્યો છે જેમાં સરખેજમાં મહિલાઓ 20000 પ્રસાદીનાં પેકેટ તૈયાર કરી રહી છે.

  • અમદાવાદમાં તૈયાર થઈ રહ્યો છે અયોધ્યાનો મહાપ્રસાદ
  • સરખેજમાં મહિલાઓ તૈયાર કરી રહી છે પ્રસાદના પેકેટ
  • અમદાવાદમાં પ્રસાદના તૈયાર કરાશે 20 હજાર પેકેટ

અયોધ્યામાં ભગવાન રામલલાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ધ્વજદંડ, વિશાળ નગારૂ અને અજય બાણ બનાવવા અમદાવાદ શહેર સહભાગી બન્યુ છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવિક ભક્તોને આપવાનો પ્રસાદ પણ અમદાવાદમાં તૈયાર થઈ રહ્યો છે. જેમાં અયોધ્યાની પવિત્ર સરયુ નદીનુ જળ, અક્ષત, સોપારી, રક્ષા પોટલી અને લાડુના પ્રસાદ સાથે 20 હજાર બોક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અમદાવાદની ભગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલની આગેવાનીમાં મહાપ્રસાદની તૈયારી ચાલી રહી છે. સરખેજ ખાતે મહિલાઓને એકઠી કરીને પ્રસાદના પેકેટ બનાવવાની તૈયારી હાલમાં ચાલી રહી છે. મહાપ્રસાદ તૈયાર કરવાને લઈ શહેરના ભાવિક ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વાંચવા જેવું:  22 જાન્યુઆરી નહીં, તો કયા સમયગાળા સુધીમાં રામ મંદિર સંપૂર્ણ બનીને તૈયાર થઇ જશે? જાણો આશિષ સોમપુરાના મુખે કહાની

ગુજરાતને મળી મોટી જવાબદારી
ભગવા સેના અધ્યક્ષ કમલ રાવલે કહ્યું કે શ્રીરામ જન્મભૂમિ અયોધ્યાનાં ટ્રસ્ટ દ્વારા આપણને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપલક્ષે આપણને પૂજારીઓ અને VVIPને આપવાનાં મુખ્ય પ્રસાદને બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે કહ્યું કે પ્રસાદમાં સરયુ નદીનું જળ, સોપારી, અક્ષત, રક્ષાપોટલી અને 22 તારીખનાં દિવસે જે મુખ્ય પ્રસાદ આપવામાં આવશે તે પ્રસાદની તૈયારીઓ અમદાવાદમાં કરવામાં આવી રહી છે. અહીં બહેનો દ્વારા પેકેટની પેકિંગ થઈ રહી છે. 

20000 પેકેટ તૈયાર કરવામાં આવશે
તેમણે જણાવ્યું કે આ ગુજરાત માટે મોટો મોકો છે. કારણકે મુખ્ય પ્રસાદની જવાબદારી પણ આપણાં ફાળે આવી છે. તેમણે ઉમેર્યું કે શ્રીરામની કૃપા આપણાં બધા પર છે તેથી આ કાર્યક્રમ આપણે અહીં કરી રહ્યાં છે. એટલું જ નહીં, પ્રસાદનાં પેકેટ અંગે કમલ રાવલે જણાવ્યું કે ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે આપણે 20000 પેકેટ અહીંથી તૈયાર કરીને અયોધ્યા મોકલવાનાં છે. જેની તૈયારીઓ હાલમાં શરૂ થઈ છે. સરખેજમાં મહિલાઓ તૈયાર આ પ્રસાદના પેકેટ તૈયાર કરી રહી છે.પ્રતિષ્ઠા મહોત્સવના પેકેટમાં લાડુનો પ્રસાદ પણ મૂકાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ