બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 04:12 PM, 20 March 2022
ADVERTISEMENT
હોળીનો તહેવાર સમગ્ર દેશનાં હર્ષોલ્લાસ અને ધૂમધામથી મનાવામાં આવ્યો. પણ પશ્ચિમી યુપીના બાગપત જિલ્લામાંથી એક વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને આપનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચી જશે. હકીકતમાં જોઈએ તો, હોળી દરમિયાન અમુક યુવકોએ દિલ્હી-સહારનપુર હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહનો પર પાણી ભરેલા ફુગ્ગા ફેંકી રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ એક ઓટો પર યુવકોએ ફુગ્ગાએ ફેંક્યા, જેથી પુરપાટ ઝડપે આવતી ઓટો બેકાબૂ થઈ ગઈ અને હાઈવે પર પલ્ટી મારી ગઈ હતી.
होली, हुड़दंगी और हादसे!
— Dipanshu Kabra (@ipskabra) March 19, 2022
हर साल #होली के शुभ अवसर पर ऐसे हादसे दुखद हैं एवं सामाजिक मूल्यों, संस्कारों के पतन का प्रतीक है.
अपने मज़े के लिए आप हादसे का ट्रिगर पॉइंट बनेंगे तो कल को आप भी किसी के मज़े का शिकार होंगे.
घटना बागपत की बताई जा रही है. आशा है सभी सवार सुरक्षित होंगे pic.twitter.com/cmtTN4gMxH
ADVERTISEMENT
કાઢા ગામનો વીડિયો વાયરલ થયો
આપને જણાવી દઈએ કે, ઓટોમાં પેસેન્જર બેઠા હતા. જે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. તો વળી ઓટો પલ્ટી મારી જતાં ફુગ્ગા ફેંકનારા યુવકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જ્યારે ત્યાં ઉભેલા અન્ય લોકોએ ઓટોમાં બેઠેલા લોકોને બચવા માટે દોડ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વીડિયો દિલ્હી-સહારનપુર હાઈવે પરના કાઢા ગામનો છે.
બાગપતના સીઓ અનુજ મિશ્રાએ જણાવ્યું છે કે, પોલિસે સોશિયલ મીડિયા પર એક વીડિયો જોયો, જેમાં વાહન પર પાણી ભરેલા ફુગ્ગા ફેંકવામાં આવ્યા હતા. પોલીસે વીડિયોને ધ્યાનમાં લઈને તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનામાં ઓટો સવાર બે વ્યક્તિનો ઈજા થઈ છે. ઉપરાંત ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.