ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
શેન તેના વિલામાં ઢળી પડેલો જોવા મળ્યો હતો જે બાદ મેડિકલ ટીમને જાણ કરવામાં આવતા તબીબી સ્ટાફ દ્વારા સારવારના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. વોર્નના મેનેજમેન્ટે ઓસ્ટ્રેલિયન મીડિયાને આપેલા નિવેદનમાં પુષ્ટિ કરી હતી કે શેન વોર્નનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે
पूर्व ऑस्ट्रेलियाई क्रिकेटर शेन वॉर्न का 52 साल की उम्र में 'संदिग्ध दिल का दौरा पड़ने' से निधन हो गया: फॉक्स स्पोर्ट्स pic.twitter.com/u9x1da66uW
— ANI_HindiNews (@AHindinews) March 4, 2022
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયા ક્રિકેટના દિગ્ગજ અને સર્વકાલીન મહાન લેગ-સ્પિનર શેન વોર્નનું 52 વર્ષની વયે અવસાન થયું છે.વોર્નના મેનેજમેન્ટે શનિવાર (AEDT) ની વહેલી સવારે એક સંક્ષિપ્ત નિવેદન બહાર પાડ્યું, કે તે કોહ સમુઇ, થાઇલેન્ડમાં શંકાસ્પદ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો.
ADVERTISEMENT
શેન વોર્ન જાન્યુઆરી 2007માં ઓસ્ટ્રેલિયાના ઈંગ્લેન્ડ પર 5-0ની એશેઝ શ્રેણીની જીતના અંતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો હતો. તે સમયે ઓસ્ટ્રેલિયન ટીમના અભિન્ન અંગમાંથી ત્રણ ખેલાડીઓ પણ રિટાયર્ડ થયા હતા જેમાં ગ્લેન મેકગ્રા, ડેમિયન માર્ટિન અને જસ્ટિન લેંગર. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ વૉર્ન હેમ્પશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ અને પ્રથમ શ્રેણી ક્રિકેટ રમ્યા હતા. 2008માં IPL ટીમ રાજસ્થાન રોયલ્સના કોચ અને કેપ્ટનની ભૂમિકા નિભાવી અને જીત અપાવી. 1992થી 2007 સુધી 145 ટેસ્ટ મેચ વૉર્ન રમ્યા હતા જેમાં 25.41 ની બોલિંગ એવરેજથી 708 વિકેટો લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ