ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 2 અને 3 નવેમ્બરે આ બેંકમાં હડતાળ, ATM ચાર્જથી લઈને ડિજિટલ સેવાઓ સુધી જાણો મોટા અપડેટ્સ
Last Updated: 08:27 PM, 1 November 2026
ADVERTISEMENT
જો તમારું ખાતું IDBI બેંકમાં છે તો 2 અને 3 નવેમ્બર 2026ની તારીખ ધ્યાનમાં રાખો. બેંકના કર્મચારીઓની પ્રસ્તાવિત હડતાલને કારણે આ બે દિવસમાં બ્રાન્ચમાં જઈને કામ કરાવવા માંગતા ગ્રાહકોને મુશ્કેલી પડી શકે છે. આને ધ્યાનમાં રાખીને IDBI બેંકે ગ્રાહકો માટે એડવાઇઝરી જાહેર કરી છે અને જરૂરી ટ્રાન્ઝેક્શન અગાઉથી પૂરા કરી લેવાની સલાહ આપી છે.
ADVERTISEMENT
હડતાલની વિગતવાર માંગો જાહેર કરવામાં આવી નથી. જેમાં બેંકે 31 ઑક્ટોબરે પોતાના ઓફીશીયલ X હેન્ડલ પર આ જાણકારી આપી છે. સોશિયલ મીડિયા પર ફેલાતા ફેક દાવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ.
બ્રાન્ચ બંધ રહેશે?
ADVERTISEMENT
હડતાલને કારણે બ્રાન્ચનું કામકાજ અસરગ્રસ્ત થઈ શકે છે પણ બધી બ્રાન્ચ સંપૂર્ણરીતે બંધ રહેશે તે કન્ફર્મ થય નથી. જો કોઈ મહત્ત્વનું કામ હોય તો 2 નવેમ્બર પહેલાં જ પૂરું કરી લેવું સારું. ખાસ કરીને KYC દસ્તાવેજો, ચેક જમા કરાવવા, ફરિયાદો કે બ્રાન્ચમાં જ જે કામ થાય તે અગાઉથી પતાવી લો.
કઈ સેવાઓ ચાલુ રહેશે?
ADVERTISEMENT
આ દરમિયાન UPI દ્વારા પેમેન્ટ અને પૈસા ટ્રાન્સફર, Go Mobile+ મોબાઇલ બેંકિંગ એપ, ઇન્ટરનેટ બેંકિંગ , ATMમાંથી કેશ કાઢવું (બીજી બેંકના ATMમાંથી પણ ફી વગર), કસ્ટમર સર્વિસ પોઇન્ટ્સ (CSPs) જેવી સર્વિસ ચાલુ રહેશે. જેમાં બેંકે સ્પષ્ટ કર્યું છે કે આ બે દિવસમાં બીજા બેંકના ATMમાંથી કેશ કાઢવા પર કોઈ ચાર્જ લાગશે નહીં.
ADVERTISEMENT
ગ્રાહકોએ શું કરવું?
જરૂરી બ્રાન્ચ કામ 1 નવેમ્બર સુધીમાં પૂરા કરી લો. મોબાઇલ અને નેટ બેંકિંગ ચેક કરી લો. જરૂર પડે તેટલું કેશ અગાઉથી કાઢી રાખો અને બેંકની ઓફીશીયલ વેબસાઇટ તથા સોશિયલ મીડિયા પરથી જ અપડેટ લો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT