ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / દિવાળી પર કાર ખરીદવાની ઉતાવળ ન કરો, ડિસેમ્બરમાં મળી શકે છે મોટો ફાયદો અને આકર્ષક ઑફર્સ!

ઓટો ન્યુઝ / દિવાળી પર કાર ખરીદવાની ઉતાવળ ન કરો, ડિસેમ્બરમાં મળી શકે છે મોટો ફાયદો અને આકર્ષક ઑફર્સ!

Published By: Nirav Kumar

Last Updated: 11:59 PM, 31 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી પર કાર ખરીદવી કે ડિસેમ્બરની ઇયર-એન્ડ સેલની રાહ જોવી? આ એક નિર્ણયથી તમારા હજારો રૂપિયા બચી શકે છે. ચાલો જાણીએ ક્યારે મળશે મોટું ડિસ્કાઉન્ટ?

ADVERTISEMENT

દિવાળી આવતાં જ કાર શોરૂમમાં ગ્રાહકોની ભીડ વધી જાય છે. જેમાં કંપનીઓ અને ડીલર્સ ફેસ્ટિવ ઓફર આપે છે તેથી ઘણા લોકો આ સમયે જ ગાડી ખરીદી લે છે. પણ ડિસેમ્બરમાં પણ ઇયર-એન્ડ સેલ ચાલે છે. તો શું દિવાળીએ ખરીદવું કે ડિસેમ્બરની રાહ જોવી? ચાલો સમજીએ બંનેના ફાયદા અને નુકસાન વિષે.

દિવાળીએ કાર ખરીદવાના ફાયદા

આ સમયે કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, કોર્પોરેટ છૂટ અને ફ્રી એક્સેસરીઝ જેવા આકર્ષક પેકેજ મળે છે. ડીલર્સ પાસે સ્ટોક પૂરતો હોય છે આથી પસંદગીનો મોડલ, કલર અને વેરિયન્ટ સરળતાથી મળી જાય છે. આ સિવાય દેશમાં આ તહેવારને નવી શરૂઆત માટે શુભ માનવામાં આવે છે.

ડિસેમ્બરમાં ખરીદવાના મોટા ફાયદા

વર્ષના અંતે કંપનીઓ અને ડીલર્સને સેલ્સ ટાર્ગેટ પૂરા કરવાનું દબાણ હોય છે. આથી દિવાળી કરતાં પણ મોટા કેશ ડિસ્કાઉન્ટ, ફ્રી ઇન્શ્યોરન્સ અને બંપર એક્સચેન્જ બેનિફિટ્સ મળી શકે છે. જેમાં અનેક વખત જે ગાડી ઓક્ટોબર-નવેમ્બરમાં બજેટની બહાર લાગતી હોય તે ડિસેમ્બરના ભારે ડિસ્કાઉન્ટ બાદ બજેટમાં આવી જાય છે.

ડિસેમ્બરનું નુકસાન

જો તમે 20 ડિસેમ્બર 2026ના રોજ ગાડી ખરીદો તો RC અને મેન્યુફેક્ચરિંગ રેકોર્ડ મુજબ તે 2026 મોડલ વર્ષની ગણાશે. જ્યારે જાન્યુઆરી 2027માં ખરીદો તો નવા વર્ષની કહેવાશે. જેમાં ભવિષ્યમાં ગાડી વેચતી વખતે યુઝ્ડ કાર માર્કેટમાં મેન્યુફેક્ચરિંગ ઈયર જોવામાં આવે છે. આથી ડિસેમ્બરની ગાડીની રીસેલ વેલ્યૂ ઓછી મળી શકે છે.

વધુ વાંચો : SBI Cardના નવા નિયમથી ગ્રાહકોને ઝટકો, હવે ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર વધુ ચાર્જ ચૂકવવો પડશે, જાણો કઈ સેવાઓ મોંઘી થશે!

તમારા માટે શું સારું?

જો તમને પસંદગીનો કલર, વેરિયન્ટ અને નવું મેન્યુફેક્ચરિંગ ઈયર જોઈએ તથા તહેવાર પર જ નવી ગાડી લેવી હોય તો દિવાળીએ જ ખરીદી લો. પણ જો મેક્સીમમ બચત કરવી હોય અને મોડલ ઈયર જૂનું થવાની વધુ પરવા ન હોય તો ડિસેમ્બરની ઇયર-એન્ડ સેલની રાહ જોવી વધુ સમજદારી ભર્યું રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Year-End Car Offers Car Buying Tips Diwali Car Discounts

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ