બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / attack on Bunty Bains famous musician in the Punjabi music industry had a special connection with Sidhu Moosewala.

હુમલો / પંજાબમાં ફેમસ પ્રોડ્યુસર પર અંધાધૂંધ ફાયરિંગ: જીવિત છોડવા માટે માંગ્યા એક કરોડ રૂપિયા, સિદ્ધુ મૂસેવાલા સાથે ખાસ કનેક્શન

Pravin Joshi

Last Updated: 04:36 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત સંગીતકાર અને નિર્માતા બંટી બેન્સ પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો છે. તેમના પર આ હુમલો પંજાબના મોહાલીમાં સેક્ટર-79માં થયો હતો. જોકે આ હુમલામાં તેમનો જીવ બચી ગયો હતો.

પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત સંગીતકાર અને નિર્માતા બંટી બેન્સ પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો છે. તેમના પર આ હુમલો પંજાબના મોહાલીમાં સેક્ટર-79માં થયો હતો. જોકે આ હુમલામાં તેમનો જીવ બચી ગયો હતો. બંટી બેન્સનું સિદ્ધુ મૂસેવાલા સાથે પણ ખાસ જોડાણ છે. બંટી બેન્સ પર આ હુમલો ત્યારે થયો જ્યારે તે પંજાબના મોહાલીમાં એક રેસ્ટોરન્ટમાં બેઠા હતા. અજાણ્યા બદમાશોએ તેમના પર ગોળીબાર કર્યો હતો.

ફોન પર ધમકી આપી એક કરોડની માંગણી કરી

બંટી બેન્સે જણાવ્યું કે ફાયરિંગની ઘટના બાદ તેમને એક ધમકીભર્યો ફોન આવ્યો હતો જેમાં 1 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પૈસા ન ચૂકવે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. તેણે જણાવ્યું કે આ કોલ મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર લકી પટિયાલના નામે કરવામાં આવ્યો હતો. લકી પટિયાલ કેનેડામાં રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે લોરેન્સ બિશ્નોઈનો વિરોધી છે અને બંબીહા ગેંગનું નેતૃત્વ કરી રહ્યો છે.

વધુ વાંચો : સિદ્ધુ મૂસેવાલાના પરિવારમાં ફરી આનંદ છવાયો: માતા છે ગર્ભવતી, જલ્દી જ બાળકને આપશે જન્મ

સિદ્ધુ મૂસેવાલાના ઘણા ગીતો કમ્પોઝ કર્યા હતા 

બંટી બેન્સે જણાવ્યું કે તેમની ફરિયાદ પર પોલીસ હવે ફાયરિંગની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે બંટી બેન્સે સિદ્ધુ મૂસેવાલા સહિત ઘણા ગાયકોને ખ્યાતિની ઉંચાઈ પર લઈ ગયા છે.તેમણે સિદ્ધુ મૂસેવાલાના ઘણા ગીતો કમ્પોઝ કર્યા હતા અને પ્રોડ્યુસ કર્યા હતા. સિદ્ધુ મૂસેવાલાની પણ વર્ષ 2022માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બંટી બેન્સની કંપની સિદ્ધુ મુસેવાલાનું કામ સંભાળતો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ