બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / athiya shetty wishes kl rahul birthday with adorable photo says my person

VIRAL / સુનીલ શેટ્ટીની દીકરીએ K.L રાહુલના બર્થ-ડે પર જે લખ્યું તે જાણીને માની જશો કે પ્રેમમાં છે બંને

Published By: Krupa

Last Updated: 08:19 PM, 18 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આથિયા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેએલ રાહુલ જન્મદિવસના રોજ એક ખાસ અંદાજમાં વિશ કર્યું છે. આથિયાએ એનો અને કેએલ રાહુલનો ફોટો શેર કર્યો છે, જેના કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું છે, 'હેપ્પી બર્થ ડે, માય પર્સન.'

  • એક્ટ્રેસ આથિયા શેટ્ટીએ ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન કે.એલ.રાહુલને કર્યું ખાસ અંદાજમાં બર્થ ડે વિશ
  • ઇન્સ્ટાગ્રામ પર કેએલ રાહુલ જન્મદિવસના દિવસે પોતાની અને એનો ફોટો શેર કર્યો છે

ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન કે.એલ.રાહુલ આજે પોતાનો 28મો જન્મદિવસ ઊજવી રહ્યો છે. આ દિવસ પર એક્ટ્રેસ આથિયા શેટ્ટીએ પણ એને બર્થ ડે વિશ કર્યું છે, એ પણ ખાસ અંદાજમાં. આથિયા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેએલ રાહુલ જન્મદિવસના દિવસે પોતાની અને એનો ફોટો શેર કર્યો છે, જેના કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું છે, 'હેપ્પી બર્થ જે, માય પર્સન.' તો બીજી બાજુ આ કેપ્શનની સાથે આથિયાએ દિલની ઇમોજી પણ બનાવી છે. આથિયાની આ પોસ્ટ પર કેએલ રાહુલે પણ જવાબમાં ત્રણ દિલ વાળા ઇમોજી મૂક્યા છે. ત્યારબાદ આથિયા અને કેએલ રાહુલનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

fashionably late xx. styling: @saanchigilani hmu: @arizahnnaqvi photography: @divrikhyephoto

A post shared by Athiya Shetty (@athiyashetty) on

આથિયાની પોસ્ટ પર ટાઇગર શ્રૉફની બહેન કૃષ્ણા શ્રૉફે પણ રિએક્શન આપ્યું છે. કૃષ્ણા શ્રૉફે આથિયાની પોસ્ટ પર હાર્ટ આઇ ઇણોજી બનાવીને કમેન્ટ કરી છે. એની સાથે જ સોનમ કપૂરના પતિ આનંદ આહૂજાએ કમેન્ટ કરતા એને ક્યૂટ કહ્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

happy birthday, my person 🤍 @rahulkl

A post shared by Athiya Shetty (@athiyashetty) on

તો બીજી બાજુ બંનેના ફેન્સે પણ આ ફોટો પર કમેન્ટ્સનો વરસાદ કરી દીધો છે. આથિયા અને રાહુલનો આ ફોટો સોશિયસ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેની પર સોશિયલ મીડિયા યૂઝર્સ અલગ અલગ પ્રકારના કમેન્ટ્સ દ્વારા પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

party of two! 📸 ft with @sashajairam

A post shared by Athiya Shetty (@athiyashetty) on

આથિયાની આ પોસ્ટ બાદ એક વખત ફરીથી બંનેના અફેરની ચર્ચાએ જોર પકડ્યું છે. જણાવી દઇએ કે શેટ્ટી અને કેએલ રાહુલને મોટાભાગે આઉટિગ્સ અને ડિનર ડેટ પર જતા જોવા મળ્યા છે. તો બીજી બાજુ એક બીજા સાથે ઘણા ફોટોઝ પણ શેર કરે છે. જેના કારણે લાંબા સમયથી મીડિયા પર બંનેના રિલેશનના સમાચાર ચર્ચામાં રહે છે. પરંતુ જો કે બંનેમાંથી કોઇએ પોતાના રિલેશન પર ખુલીને વાત કરી નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Athiya Shetty Entertainment KL Rahul આથિયા શેટ્ટી કેએલ રાહુલ બર્થ ડે Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ