બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Athiya Shetty Birthday: Superstar Dad's Flop Daughter, 5 Years of Career and 4 Films

મનોરંજન / Superhit પિતાની સુપરફ્લોપ દીકરી: જેટલી ફિલ્મો કરી એમાંથી એકેય ના ચાલી, પછી ક્રિકેટર સાથે લગ્ન કરી ઘર વસાવ્યું

Megha

Last Updated: 05:05 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આથિયા શેટ્ટીએ વર્ષ 2015માં પોતાની કરિયરની શરૂઆત કરી હતી પરંતુ એક પણ હીટ ફિલ્મ આપી શકી નહતી. આજે આથિયા તેનો 30મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે

  • આથિયા તેનો 30મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે
  • આથિયાએ 5 વર્ષની કારકિર્દીમાં એક પણ હિટ ફિલ્મ નથી આપી 
  • આથિયા શેટ્ટીએ અભિનયને અલવિદા કહી દીધું

ઘણા લોકો પોતાનું નસીબ અજમાવવા માટે બોલિવૂડમાં આવે છે અને તે જરૂરી નથી કે તેમાંથી દરેક સફળ થાય. આવું માત્ર સામાન્ય લોકો સાથે જ થતું નથી પરંતુ ઘણા સ્ટાર કિડ્સ પણ આ લિસ્ટમાં સામેલ છે. તેમાંથી એક છે આથિયા શેટ્ટી. જેમણે થોડા વર્ષો પહેલા પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી પરંતુ એક પણ હીટ ફિલ્મ આપી શકી નહતી. આજે આથિયા તેનો 30મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. 

5 વર્ષની કારકિર્દીમાં એક પણ હિટ નથી
આથિયા શેટ્ટીએ વર્ષ 2015માં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. હીરો ફિલ્મમાં તે લીડ રોલમાં જોવા મળી હતી. તે સમયે, તેણીના નામની ખૂબ ચર્ચા થઈ હતી કારણ કે તે સુનીલ શેટ્ટીની પુત્રી હતી જેણે બોલીવુડમાં પોતાનું કરિયર સ્થાપિત કરી લીધું હતું. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ન કરી શકી. આમ છતાં તેને બીજી ફિલ્મોની ઓફર મળી. 

આથિયા શેટ્ટીએ અભિનયને અલવિદા કહી દીધું
2017માં મુબારકાન, 2018માં નવાબઝાદે અને 2019માં તેની ફિલ્મ મોતીચૂર ચકનાચૂર રીલિઝ થઈ હતી પરંતુ દરેક ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. પરિણામે, આથિયા, જેણે તેની પાંચ વર્ષની કારકિર્દીમાં એક પણ હિટ ફિલ્મ આપી ન હતી, તેણે અભિનયને અલવિદા કહી દીધું. 

ક્રિકેટર સાથે લગ્ન કર્યાં હતાં
તેને ફિલ્મોમાં આવ્યા બાદ આજે પણ સોશિયલ મીડિયા પર તેના નામની ખૂબ ચર્ચા છે. આવી સ્થિતિમાં ક્રિકેટર કેએલ રાહુલ સાથેની તેની નિકટતા કોઈનાથી છૂપી રહી શકી નથી. ટૂંક સમયમાં જ આ સંબંધ બધાની સામે આવી ગયો. થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ આથિયા અને કેએલ રાહુલે આ વર્ષે લગ્ન કરી લીધા. જાન્યુઆરી 2023 માં, બંનેએ સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસમાં લગ્ન કર્યા હતા જેમાં ફક્ત નજીકના મિત્રો અને સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે, અભિનય છોડ્યા પછી પણ તે તેના પિતાના બિઝનેસ સાથે જોડાયેલી છે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ