બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / At the beginning of summer, Manekpar village of Jamnagar threatened to boycott the elections

પોકાર / ઉનાળાની શરૂઆતમાં જ જામનગરના માણેકપર ગામે પાણીના ફાંફા, આપી ચૂંટણી બહિષ્કારની ધમકી

Ajit Jadeja

Last Updated: 08:57 AM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માણેકપર ગામે એક દિવસ છોડીને અન્ય દિવસે માત્ર 5 મિનિટ માટે પાણી મળતું હોવાની ગ્રામજનો ફરિયાદ કરી રહ્યા છે.

Jamnagar District News : જામનગર જિલ્લામાં ઉનાળો શરૂ થતાની સાથે પાણીની સમસ્યા સામે આવી છે. માણેકપર ગામે પીવાનું પૂરતું પાણી ન આવતું હોવાથી ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. મામલતદાર, ધારાસભ્ય અને મંત્રી રાઘવજી પટેલને પણ રજૂઆત કરવા છતાં સ્થિતિ ઠેરની ઠેર રહી હતી. જેને પગલે હવે ગ્રામજનોમાં ભારે રોષ પ્રસર્યો છે. પીવાનું પાણી ન આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

માણેકપર ગામની મહિલાઓ હાલ પાણી માટે સીમમાં જવા મજબુર

ગત વર્ષે સારા વરસાદને લઇને આગમી ઉનાળામાં પાણીની સમસ્યા નહીં થવાની આગાહી કરવામાં આવી હતી..જો કે ઉનાળાની શરૂઆત સાથે જ રાજ્યમાં ઠેર ઠેર પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે. આવી જ સ્થિતી જામનગર જિલ્લામાં જોવા મળી રહી છે. જામનગરના માણેકપર ગામે પીવાનું પાણી પૂરતું ન મળતું હોવાથી અનેક રજૂઆતો કરાઇ હતી. જો કે પાણીની સમસ્યા હલ ન થતાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. માણેકપર ગામે એક દિવસ છોડીને અન્ય દિવસે માત્ર 5 મિનિટ માટે પાણી મળતું હોવાની ગ્રામજનો ફરિયાદ કરી રહ્યા છે. પાણી ન મળવાથી ગ્રામજનોને પાણી માટે સ્થાનિક સ્ત્રોત પર નિર્ભર રહેવું પડે છે. માણેકપર ગામની મહિલાઓ હાલ પાણી માટે સીમમાં જવા મજબુર છે. પાણીના અભાવે માણેકપરમાં આજે પણ 18મી સદી જેવી સ્થિતી જોવા મળી રહી છે. પાણીની સમસ્યાને લઇને ગ્રામજનોએ સ્થાનિક તંત્રથી લઇ સરકારમાં મંત્ર રાઘવજી પટેલને પણ રજૂઆત કરી હતી. છતાં પાણીની સમસ્યા ઠેરની ઠેર રહેતાં ગ્રામજનો વિફર્યા છે. ગ્રામજનોએ પાણી નહીં મળે તો આવનારી લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરવાની ચિમકી ઉચ્ચારી છે.

 

પાઇપલાઇન નાખવામાં આવી છતાં સમસ્યા 

જામનગર જિલ્લા તાલુકાના માણેકપર ગામે ઉનાળો શરૂ થતાની સાથે પાણીની સમસ્યા જોવા મળી રહી છે. નલ સે જલ યોજના અંતર્ગત ધ્રોલથી નવી પાઇપલાઇન નાખવામાં આવી છતાં પાણીની સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે. માણેકપર ગામે એકાતરા માત્ર 5 મિનિટ પાણી આપવામાં આવતું હોવાથી લોકોને પીવાનું પાણી પણ પૂરતું મળતું ન હોનાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. પાણી ન આવતું હોવાથી ગ્રામજનોને સ્થાનિક પાણીના સ્ત્રોત પર નિર્ભય રહેવું પડે છે. પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉપચારવામાં આવી છે. 

આ પણ વાંચોઃ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલનો આપઘાત, ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ

પાણી માટે ગ્રામજનોને વલખાં

માણેકપર ગામે માત્ર એકાત્રા માત્ર 5 મિનિટ પાણી આવતું હોવાથી સ્થાનિક બોર અને કૂવાના પાણી પર નિર્ભર રહેવું પડે છે. અને હાલની પરિસ્થિતિ પ્રમાણે બોર અને કૂવાના તળ સુકાતા સ્થિતિ કફોળી બની છે. ઘરમાં નળ હોવા છતાં મહિલાઓને પાણી ભરવા માટે સીમમાં જવું પડી રહ્યું છે. સરકાર દ્વારા નલસે જલ યોજના ના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પાણી માટે ગ્રામજનો વલખાં મારી રહ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ