બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Female Constable of Dhrangadhra City Police Station commits suicide

તપાસ / ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલનો આપઘાત, ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ

Last Updated: 08:31 AM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા પોલીસકર્મીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

ધ્રાંગધ્રામાં મહિલા કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી છે. સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પોલીસે આપઘાતના કારણોની તપાસ શરૂ કરી છે.

આપઘાતના કારણોની તપાસ શરૂ

ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રીટાબેન ડાભી કોન્સ્ટેબલ તરીકે ફરજ બતાવતા હતા. મહિલા પોલીસકર્મીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપઘાતના કારણોની તપાસ શરૂ કરી છે. આત્મહત્યાને લઈને પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. જિલ્લા પોલીસવડાએ ઘટનાની સઘન તપાસના આદેશ આપ્યા છે.  પોલીસ વુમને ગળેફાસો ખાઈ લેતા ડેડ બોડીને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પી.એમ માટે મોકલવામાં આવી હતી.આ મામલે પોલીસ દ્વારા સ્યુસાઈડ નોટ લખી છે કે નહી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે તપાસ શરૂ કરી

ડીવાયએસપીએ જણાવ્યુ હતુ કે ગઇકાલે સાંજે રીટાબેન ડાભી જે કોન્સ્ટેબલ તરીકે ફરજ બતાવે છે તેમણે પોતાના ઘરે જ અગમ્ય્ કારણોસર ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો છે. તેમને હોસ્પીટલ ખસેડાયા પરંતુ તબીબે મૃત જાહેર કર્યા છે. સ્યુસાઇડ નોટ કે એવું કાંઇ મળ્યુ નથી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ વિરોધનો નવો રસ્તો! એકસાથે 100 ક્ષત્રિયાણીઓ રાજકોટ બેઠક પરથી નોંધાવશે ઉમેદવારી

પોલીસ કર્મીના આપઘાતના વધતા કિસ્સા

રાજ્યના પોલીસ બેડામાં મહિલા પોલીસકર્મીઓની વધતી આત્મહત્યાઓ ચિંતાનો વિષય બન્યો છે, અમદાવાદમાં 29 ફેબ્રુઆરીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ લલિતા પરમારે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે અંગે તપાસ કરતા મહિલા કોન્સ્ટેબલે પ્રેમીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે આપઘાતનું પગલું ભર્યુ છે. રીટાબેન એમ.ડાભીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. થોડા સમય અગાઉ સુરત શહેરના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે પણ પોતાના જ ઘરમાં ગળામાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. શરૂઆતમાં તો પોલીસને પણ મહિલા કોન્સ્ટેબલના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું ન હતું, પરંતુ પોલીસ તપાસ આગળ વધતાં સામે આવ્યું કે આત્મહત્યા કરનાર મહિલા કોન્સ્ટેબલ તેના સાથી પોલીસ કોન્સ્ટેબલ સાથે પ્રેમમાં હતા. બેવફાઈની આશંકા થતાં તેણે આપઘાત કર્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Dhrangadhra City Police Female Constable Suicide Gujarat police Ritaben Dabhi ધ્રાંગધ્રા સિટી પોલીસ મહિલા કોન્સ્ટેબલ આપઘાત રીટાબેન ડાભી Dhrangadhra News
Ajit Jadeja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ