બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / At Least 9 Friends Drown in Kasganj's Nadrayi Canal While Taking Bath During Picnic

કાસગંજ / VIDEO : યમરાજાને નાહવાની મસ્તી ન ગમી, પાણીમાં ત્રાટક્યું મોત, 5થી વધુના મોત, જુઓ વીડિયો

Hiralal

Last Updated: 08:46 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પિકનિક મનાવવા આવેલા 9 યુવાનો નહેરમાં ડૂબ્યાં હતા જેમાંથી 5થી વધુની લાશ મળતાં ઈદનો તહેવાર માતમમાં ફેરવાયો હતો.

ખુશી કે તહેવારનો પ્રસંગ ક્યારે માતમમાં બદલાય જાય તે કહેવાય નહીં. ઈદનો તહેવાર પણ જોતજોતામાં માતમમાં બદલાઈ ગયો હતો કારણ કે એકીસાથે 5થી વધુ યુવાનોના મોત થયાં હતા. યુપીના કાસગંજમાં તહેવારની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ છે. પિકનિક મનાવવા આવેલા આઠ મિત્રોમાંથી ચાર અને તેમને બચાવવા આવેલા સ્થાનિક યુવક ડૂબી ગયા છે. આ દરમિયાન બહાર બેઠેલો એક કિશોર પણ બધાના વીડિયો બનાવતો હતો. મોત પહેલા જ આ વીડિયો હવે વાયરલ થઇ રહ્યો છે. પાંચ મૃતકોની શોધખોળ માટે ડાઇવર્સ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ અને પ્રશાસનની ટીમ બચાવ કામગીરી ચલાવી રહી છે. આ ઘટના તાતરપુર હઝારા નહેરની છે. ડીએમ સુધા વર્મા અને એસપી અપર્ણા રજત કૌશિક પણ પોલીસ દળ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના અંગે પૂછપરછ કરી હતી. કાસગંજમાં ઈદની નમાજ બાદ બપોરે એક વાગ્યે આઠ મિત્રો પિકનિક મનાવવા આવ્યા હતા. દોઢ વાગ્યે તે કેનાલમાં નહાવા માટે નીચે ઉતર્યાં હતા પરંતુ થોડીવારમાં ડૂબવા લાગ્યાં હતા.  સ્થાનિક યુવાનોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને ચારને બચાવી લીધા હતા પરંતુ તે પોતે ડૂબી ગયાં હતા. 

વધુ વાંચો : વીડિયો કોલ આવ્યો, ઉપાડતાં જ મહિલાએ કરી અશ્લીલ હરકત, પછી જે બન્યું તે શરમાવી મૂકે તેવું

9 છોકરાઓ ડૂબ્યાં, 5ને બચાવી લેવાયાં 
ડીએમએ જણાવ્યું કે કેનાલમાં 9 બાળકો નહાવા માટે આવ્યા હતા. જેમાંથી 4ને બચાવી લેવાયા છે અને 5 કેનાલમાં ડૂબી ગયા છે. અમારી પૂર પીએસીની ટીમ સતત બચાવ કામગીરી ચલાવી રહી છે. સ્થાનિક ડાઇવર્સને કામે લગાડવામાં આવ્યા છે. આ તમામ પિકનિક મનાવવા નહેર પર આવ્યા હતા અને નાહવાની મસ્તીમા લાગ્યાં હતા. 

સ્વિમિંગ પુલના બહાને કેનાલ પર આવતાં ડૂબ્યાં 
તમામ યુવાનો સ્વિમિંગ પુલમાં જઈએ છીએ તેવું બહાનું કાઢીને કેનાલ પર આવ્યાં હતા. ટોટલ 9 યુવાનો ડૂબ્યાં હતા પરંતુ ચારને બચાવી લેવાયાં હતા અને પાંચની લાશ બહાર કાઢવામાં આવી છે. આસિફ નામનો યુવાન ડૂબેલાને બચાવવા કૂદી પડ્યો હતો અને તેણે એકને બચાવી લીધો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ