ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / astrology what it means to see a lizard in your house

માન્યતા / ઘરમાં ગરોળી હોવી શુભ કે અશુભ સંકેત? 90 ટકા લોકો નહીં જાણતા હોય આ વાત, જાણો મહત્વ

Published By: Arohi

Last Updated: 08:15 AM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Astrology: તમારા ઘરમાં દિવાલ પર તમને ગરોળી ફરતી દેખાય તો તમારૂ રિએક્શન શું હોય છે? મોટાભાગે લોકો ગરોળી જોઈને તેનાથી દૂર ભાગે છે. પરંતુ શું તમે જાણો છો કે ગરોળી કુબેરની સવારી હોય છે? પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો ગરોળી દેખાવવી શુભ છે કે અશુભ?

ADVERTISEMENT

ઘરમાં માખી- મચ્છર, ગરોળીનું હોવુ ખૂબ જ સામાન્ય વાત છે. ઉનાળો આવતા જ ઘણા લોકોને પોતાના ઘરોની દિવાલો પર ગરોળીઓ દેખાવા લાગે છે. ઘણા લોકો એવા પણ હોય છે કે જે ગરોળીને જોઈને કરે છે. પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો ગરોળી દેખાવવા પર ઘણી વખત શુભ તો ઘણી વખત અશુભ પ્રભાવ જોવા મળે છે. 

દિવાલ પર ગરોળી દેખાય તો? 
જ્યોતિષ અનુસાર ઘરની દિવાલ પર ગરોળી દેખાવી કોઈ નવી વસ્તુઓના આગમનું પ્રતીક માનવામાં આવે છે. માનવામાં આવે છે કે તમારા જીવનમાં કોઈ નવી વસ્તુ થવાની છે. કારણ કે ગરોળી એક એવો જીવ છે જે વર્ષો સુધી જીવિત રહે છે. માટે તેને દીર્ઘતા સાથે જોડીને જોવામાં આવે છે. 

ચાંદીની ગરોળી 
તમને જણાવી દઈએ કે અમુક રાજ્યોમાં નવા ઘરની વાસ્તુ પૂજામાં ચાંદીની ગરોળીની મૂર્તિ પણ મુકવામાં આવે છે. કારણ કે માન્યતા છે કે ગરોળી ઘરની સુખ-સંપત્તિમાં વૃદ્ધિ કરે છે. 

અહીં ગરોળી દેખાય તો માનવામાં આવે છે શુભ 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરના પૂજાઘર કે ડ્રોઈંગરૂમમાં ગરોળી દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો મતલબ છે કે નજીકના ભવિષ્યમાં તમને વધારે ધન મળવાનું છે. જો દિવાળીના દિવસે તમારા ઘરમાં ગરોળી છે તો તમારા ઘરમાં આખુ વર્ષે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે. આટલું જ નહીં આ તમારા માટે અપાર ધન અને ખુશીઓ લઈને આવશે. 

વધુ વાંચો : ઘરમાં ગમે ત્યાં કાતર રાખતા હોય તો આર્થિક તંગી અને તણાવનો ખતરો, સાચી જગ્યા જાણી લેવી જરૂરી

એક જગ્યા પર 3 ગરોળી 
એવી પણ માન્યતા છે કે ઘરમાં એક જ જગ્યા પર 3 ગરોળી દેખાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે આવું જોયું તો બની શકે કે તમને ટૂંક સમયમાં જ શુભ સમાચાર મળશે. નવા ઘરમાં પ્રવેશ કરતા જ જો તમને ગરોળી દેખાય તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ગરોળી દેખાવી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા બરાબર હોય છે. પિતૃઓના આશીર્વાદ અને કૃપા આપણને મળે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Jyotish shashtra Lizard જ્યોતિષ શાસ્ત્ર Jyotish shashtra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ