બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / astrology predictions chandra grahan 2023 timings sutak kaal time lunar eclipse effects on rashi

ધર્મ / શરદપૂનમ અને ચંદ્રગ્રહણ: જાણો કઈ રાશિના જાતકો પર કેવી થશે અસર, કોના માટે ભારે છે આજની રાત!

Kishor

Last Updated: 06:59 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે શરદ પૂનમ છે અને ચંદ્રગ્રહણ છે ત્યારે આ ગ્રહણનું જુદી જુદી રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પડશે. આવો જાણીએ વિસ્તારથી!

  • આજે શરદ પૂનમ છે અને ચંદ્રગ્રહણ
  • ગ્રહણનું જુદી જુદી રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પડશે
  • રાશિઓ પર આ રીતે થઈ શકે છે પ્રભાવ

આજે શરદ પૂનમ છે અને આજે રાત્રે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે. ચંદ્રગ્રહણ આજે રાત્રે 11:31 વાગ્યે શરૂ થશે અને રાત્રે 03:56 વાગ્યે પૂર્ણ થશે. ચંદ્રગ્રહણ રાત્રે 01:44 વાગ્યાથી રાત્રે 02:24 વાગ્યા સુધી પીક પર રહેશે, આ સમયે તેની સૌથી વધુ અસર જોવા મળશે. આ ગ્રહણનું જુદી જુદી રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પડશે. આવો જાણીએ વિસ્તારથી!

મીન અને મેષ સહિત આ ચાર રાશિના જાતકોને જલસા! 12 વર્ષ બાદ બની રહ્યો છે અદ્ભૂત  સંયોગ, પૈસાની આવક વધશે/chandra grahan 2023 date time india lunar eclipse  2023 auspicious sanyog after ...

મેષ રાશિ
ચંદ્રગ્રહણની સ્થિતિ દરમિયાન મેષ રાશિના જાતકોને સ્વાસ્થ્ય અને સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ નુકસાનકારક સાબિત થઈ શકે છે. વધુમાં ચૂંટણી સંબંધીત કોઈ નિર્ણય લેવા હોય તો આ સમય યોગ્ય નથી. આ ઉપરાંત મુસાફરી પણ વિચારીને જ કરવી જોઈએ. તેમજ અકસ્માત અને સમાન ગુમ થવાની પણ શકયતા છે.

વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ ભાગદોડ અને ખર્ચનો સામનો કરાવી શકે છે. વિદેશના મિત્રો તથા સંબંધીઓ પાસેથી અયોગ્ય સમાચાર મળી શકે છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન ઉધાર લેવાથી અને દેવાથી પણ બચવું જોઈએ. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા ગુણ માટે મહેનત કરવી પડશે.

મિથુન રાશિ
મિથુન રાશિના અગિયારમા લાભ ગૃહમાં થનારું આ ગ્રહણ તમારા માટે વરદાનથી કમ નથી.આવકના સ્ત્રોત તો વધશે જ સાથે આપેલા પૈસા પાછા મળવાની પણ આશા છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથેના સંબંધો મજબૂત થશે અને બાળક સંબંધી પણ સારા સમાચાર મળી શકે છે.


કર્ક
આ ગ્રહણ કર્ક રાશિના લોકો માટે અણધાર્યા પરિણામો આપશે. તમારા અને તમારા સ્વાસ્થ્ય અને તમારા માતા-પિતાના સ્વાસ્થ્યનું બગડી શકે છે. જમીન-મિલકત સંબંધિત મામલાઓમાં સમાધાનકારી વલણ અપનાવી શકો છો.

આ તારીખે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: જુઓ કઇ-કઇ રાશિના જાતકો પર કેવો પડશે  પ્રભાવ | Chandra Grahan 2023 date and time lunar eclipse effect on zodiac  signs

સિંહ રાશિ
આ ગ્રહણ તમારા માટે સારું નથી પરંતુ તમારા કામની પ્રસંશા થઈ શકે છે. ધાર્મિક ટ્રસ્ટ અને અનાથાશ્રમાં હોસ્સો બનશે અને દાન પુણ્ય કરી શકો છે. તથા સંતાન સંબંધી ચિંતાઓ પરેશાન કરી શકે છે.

કન્યા રાશિ
ગ્રહણ તમારા માટે ખરાબ પરિણામ લઈને આવી શકે છે. આ ગ્રહણની સૌથી વધુ અસર તમારા સ્વાસ્થ્ય પર પડવાની શક્યતા હોવાથી આ દિશામાં જાગૃત રહેવું જોઈએ. અકસ્માતો ટાળવાનો પ્રયાસ કરવો અને કાર્યસ્થળ પર પણ ષડયંત્રનો શિકાર બનવાથી બચવું જોઈએ.

તુલા રાશિ
ગ્રહણને લીધે લગ્ન સંબંધિત વાતોમાં અવરોધો આવશે. સાસરિયાઓ સાથેના સંબંધો પર પ્રતિકૂળ અસર પડશે અને વેપારમાં શિથિલતા રહેશે. છુપા દુષ્મન સામે સજાગ રહેવું જોઈએ.

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે ગ્રહણ આવકારદાયક નીવડશે. તમે ઇચ્છો તેટલી સફળતા મળશે અને કાર્યક્ષેત્રનો પણ વિકાસ થશે.જે વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વિદેશ જવા ઈચ્છે છે તેને આ ગ્રહણ તેમના માટે શુભ સાબિત થશે.


ધનુ રાશિ
રાશિચક્રના પાંચમા ભાવમાં થનારું આ ગ્રહણ બાળકોની ચિંતામાં વધારો કરી શકે છે. વિદ્યાર્થીઓ  ઉપરાંત કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા લોકોએ સારા માર્ક્સ માટે મહેનત કરવી પડશે. તમારી સહેજ પણ બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે. લવ મેરેજ કરવા માટે આ ઉત્તમ તક છે.


મકર રાશિ
ગ્રહણને લીધે તમારા પરિવારમાં વિખવાદ અને માનસિક અશાંતિનું વાતાવરણ ઉભું થઈ શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્યનું જોખમ તો  જમીન-મિલકત સંબંધિત મામલામાં ઉકેલની આશા રહી શકે છે. વધુમાં મકાન મિલકત માટે ગ્રહનનો સમય શ્રેષ્ઠ છે.

કુંભ રાશિ
ગ્રહણ તમારા સ્વભાવમાં આક્રમકતા લાવશે પરંતુ તમારી શક્તિને લીધે આ સમસ્યા ઉકેલાય શકે છે. પરિસ્થિતિઓને સરળતાથી પાર કરી શકશો.. ધાર્મિક બાબતોમાં સક્રિયપણે ભાગ લેશે અને ચેરિટીમાં પૈસા પણ દાન કરી શકાશે.

મીન રાશિ
મીન રાશિમાં તમને અનેક પ્રકારના ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે. રૂપિયા લેવા આપવાથી બચવું જોઈએ. કારણ કે સમયસર પૈસા ન મળવાનું જોખમ રહી શકે છે. સ્વાસ્થ્ય વિશે સાવચેત રહેવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ